Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય-કવિતા ગીતકાબે બેઉને આ સંગ્રહ લેખકની શરૂઆતની કવિતારચના દર્શાવે છે, તો પણ તેમની શક્તિને પરિચય તેમાંથી મળી આવે છે. હાસ્યરસિક, કટાક્ષયુક્ત અને કથાપ્રાસંગિક કાવ્યો પણ તે સારી રીતે લખી શકે છે. કૃત્રિમ ઊર્મિલતા કે સામાન્ય વક્તવ્યને પદ્યદેહ આપવાની રીતિ તેમની કવિતાની મર્યાદા બને છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ “સ્વાતિ” પ્રથમ સંગ્રહ કરતાં ગુણદષ્ટિએ આગળ વધેલો છે. પ્રકૃતિ, વિનોદ, વર્તમાન યુદ્ધ, જીવનકલહ, ઇત્યાદિ અનેક વિષયોને તેમણે પોતાની કવિતાઓમાં ઉતાર્યા છે.
“કુમારનાં કાવ્યો” (મહેંદ્રકુમાર મોતીલાલ દેસાઈ)માં છંદરચના ઠીક છે, પરતુ અર્થઘનતાને નામે અર્થાડંબર વિશેષ છે. દલપતશૈલીમાં જેવું શબ્દાળુતાનું દૂષણ ખૂંચે છે તેવું જ આ અર્થઘનતાનું દૂષણ છે એમ લાગે છે. આ કવિતાઓમાં વિશેષાંશ અનુકરણશીલતા તરી આવે છે.
“દીપશિખા’ (અમીદાસ કાણકિયા)ની શૈલી ‘કાન્ત’ અને નરસિંહરાવની કવિતાશૈલી તરફ વધુ દળે છે, એટલે તેમાં પ્રચંડ ર્મિ કે ચંચળ તરંગેનું દર્શન થતું નથી પરંતુ અર્થ અને ભાવને પ્રવાહ શાન્ત–સંયત રીતે વહી રહે છે. પ્રકૃતિ અને માનવજીવનનું દર્શન મોટા ભાગની કવિતાઓમાં નિરૂપાયું છે.
ઉપામાં ઊગેલાં' (ચંપકલાલ વ્યાસ) કાવ્યોમાં સૉનેટ, ખંડકાવ્ય, મુક્તક વગેરે સંગ્રહેલાં છે અને કવિના જીવનનો ઉષ:કાળ દર્શાવનારાં છે; તેમની પ્રયાગદશાનાં એ કાવ્યો છે.
કાવ્યસંહિતા' (અનામી)માં પણ ગીત, રાસ, ખંડકાવ્ય, સોનેટ, મુક્તક વગેરે છે. એમની કવિતાઓનો એ પહેલો જ ફાલ છે. આશાસ્પદતા તેમાંથી ફુરે છે, અને અર્થઘન કવિતાનું પ્રતિનિધિત્વ પ્રકટાવવા તે મથે છે. વાગ્યતાનું તત્ત્વ વિશેષ હેવાને કારણે કવિતા ભારેખમ જેવી લાગે છે.
“અર્ચન” (પ્રબોધ અને “પારાશર્ય’) એ બે મિત્રોની કવિતાનો સંયુક્ત સંગ્રહ છે અને અર્થઘન કવિતાની કેડીએ પ્રયાણ કરવાનો ઉમંગ દાખવે છે.
“મહાયુદ્ધ' (પ્રજારામ રાવળ અને ગોવિંદ સ્વામી)માં વિશ્વપ્રેમના આદર્શી વ્યક્ત કરતી કવિતા છે. દેવિધાન, સુંદર છે અને કલ્પના વિકાસ પામતી સ્થિતિમાં પણ સુરેખ જણાઇ આવે છે.
“સફરનું સખ્ય' નામના સંયુક્ત પ્રકાશનના પહેલા ખંડ “સખ્ય અને બીજાં કાવ્યો' (હરિશ્ચંદ્ર ભટ્ટ) માંની કવિતા, કલ્પના અને ઊર્મિ છતાં જ્યારે વિચાર ગદ્યની પેઠે પદ્યમાં વહે છે ત્યારે કવિતા જેવી સક્ષ લાગે તેવી-માદેવ વગરની, અર્થભારે લચી પડતી જણાય છે. પ્રણયકાવ્યમાં કવિતાનું લાલિત્ય