Book Title: Gnani Purush Part 2 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Aradhana Trust View full book textPage 9
________________ કહ્યું કે “આ તો મહેમાન આવ્યા'તા તે ગયા.” પોતાના બાળકો માટે આવી મમતા રહિત દૃષ્ટિ ધરાવનાર આવા મમતા રહિત પુરુષ આપણને ક્યાં જોવા મળે ? અને તેઓ કહેતા કે “અમને કોઈ દહાડો કોઈ કોઈનો છોકરો થયો હોય એવું લાગ્યું જ નથી. આ રિલેટિવ સગાઈઓ જ જાણી છે, આ આત્માની સગાઈ હોય ! લગ્ન બાદ નાની ઉંમરમાં હીરાબા સાથે અમુક વર્ષો સુધી અણસમજણ અને પાટીદારિયા ક્ષત્રિય લોહીના કારણે થયેલી નાની-નાની અથડામણો અને એમાંથી બોધ લઈને પોતે કેવી રીતે બહાર નીકળી ગયા એની વાતો દાદાશ્રી નિખાલસતાથી ખુલ્લી કરે છે. જે એમની એક ફેર ભૂલ થયા બાદ એ પ્રસંગનું તારણ કાઢી ફરી એ ભૂલમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની દૃષ્ટિ તેમજ સામાને સો ટકા નિર્દોષ જ જોઈ અને પોતાના દોષો ખોળી કાઢી તેમાંથી મુક્ત થવાની એમની તમન્ના ખુલ્લી કરે છે. સમજણના સાંધા વડે મતભેદોથી મુક્ત થતા થતા થતા હીરાબા સાથે સંપૂર્ણ મતભેદ વગરનું જીવન જીવ્યા, જેની આખી સફર આપણને અત્રે જાણવા મળશે. જેમાં એમના બેનમૂન આંતરિક અને બાહ્ય એડજસ્ટમેન્ટની ઝાંખી અને એમની ઉચ્ચ કોટીની અંતરદશા એમના જ શબ્દો દ્વારા છતી થશે, જે વાંચતા દાદાશ્રી પ્રત્યે હૃદયમાંથી અહોભાવ સર્યા વગર રહેશે નહીં અને અંતર પોકાર્યા વગર રહેશે નહીં કે “આપણા દાદા મહાન છે !” જેમના જીવનનું લક્ષ્ય જ કેવળ આત્મપણે વર્તવાનું હોય, તેમને સહેજે ધણીપણે વર્તવાનો મોહ તો નહીંવત્ જ હોય ને ! એ દશા ખુલ્લી કરતા દાદાશ્રીના શબ્દો છે કે “જે દેશમાં છેલ્લી દશા મરણ હોય તો ત્યાં વર્ચસ્વને શું કરવું છે ? જ્યાં કાયમનું જીવન હોય ત્યાં વર્ચસ્વ હોય !” આવા પ્લોટોની માલિકી છોડી બ્રહ્માંડના માલિક થઈ અનંત સમાધિ સુખ ભોગવનારને આ અન્ય સુખ તૃણવત્ લાગે એમાં નવાઈ પણ શું ? દાદાશ્રીની પોતાના ગૃહસ્થજીવનમાં મતભેદ ટાળવા માટેના એડજસ્ટમેન્ટની અનુભવ સિદ્ધ મૌલિક રીતો, જેમ કે હોમ (રસોડું)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 448