Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ ગીતાર્થમાત એટલે શાસ્ત્રમતિ, નહિ કે સ્વમતિ ગીતાર્થોને થતો બોધ એ શાસ્ત્રમતિ નથી, પણ ગીતાર્થોને શાસ્ત્રાનુસારે થતો બોધ એ શાસ્ત્રમતિ અર્થાત્ ગીતાર્થમતિ છે. અને શાસ્ત્રાનુસારે થતી ગીતાર્થમતિ એજ સૌથી વધારે મહત્વની છે. તે રીતે શાસ્ત્રાનુસારે ગીતાર્થમતિ ન થઈ માટે જ તો, વિ.સં. ૨૦૪રમાં પટ્ટકઉપર સહીઓ કર્યા પછી એકતિથિ પક્ષના કેટલાકે સહીઓ પાછી ખેંચી લીધી, વિ.સં. ર૦૪રમાં કેટલાક એકતા વાદીઓએ સહી કરવાનો ઈન્કાર કરી દીધો. વિ.સં. ૨૦૪૪માં સંમેલનમાં ગીતાર્થોએ સર્વસંમત શાસ્ત્રીય નિણર્યો લીધા છે તેવો વારે વારે એકતાનો કરેલો દાવો પોકળ પુરવાર થયો. સંમેલન ખોખરૂં પુરવાર થયું. વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષને પણ પોતાની સ્પષ્ટ અસંમતિ હોવા છતાં અતિશય દબાણના કારણે સંમતિ આપવી પડી. વિ.સં. ૨૦૪૪ના સંમેલનના પ્રવર સમિતિના આચાર્ય નરેન્દ્રસાગરજીને સંમેલનમાંથી છૂટા થવું પડ્યું. તેમના ઉપર પણ અભિયોગ-બિભિષિકા આદિ પ્રયોગ કરવામાં આવેલા. અને તે છૂટા થયા એટલે તેમને “મહેતાજી' તરીકે નિમ્નકક્ષાએ મૂકવામાં આવ્યા. સંમેલનના અધ્યક્ષ પ્ર.આ. રામસૂરિ ડહેલાવાળાના પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે – જો તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા.' સંમેલનના અધ્યક્ષ અને પ્રવર સમિતિના આચાર્ય ભગવંતની આવી અવદશા થઈ ! તો બીજાનું તો શું થયું હશે ? પૂ.આ. નરેન્દ્રસાગરસુરિના શબ્દોમાં, “શ્રી શ્રમણ સંમેલને આ નિર્ણયો કરવા પાછળ શાસ્ત્રપરંપરાના આધારો કરતાં વર્તમાનદ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવને વધુ પ્રાધાન્ય આપ્યું છે' ક્યાં રહી શાસ્ત્રમતિ ? ક્યાં રહી ગીતાર્થમતિ ? માટે જ શાસ્ત્રકારો બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જૈન શાસનમાં શાસ્ત્રમતિ જ સર્વોપરી છે. ટૂંકમાં વિ.સં. ૨૦૪ના સંમેલનના નિર્ણયો ઉપરોક્ત પરિસ્થિતિ અનુસાર તથા શાસ્ત્રમતિ અનુસાર ન હોવાથી તે વિસર્જિત થયેલા જ છે. હવે તે મૃતકને ખભે લઈને ફરનારા લેખકશ્રી તેને જીવંત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 72