Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાસ્તવિક શાસ્ત્ર નિરપેક્ષ એકતાની ઘેલછા એ નય વિતંડાવાદજ છે. પ.પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત “તિથિ અંગે સત્ય અને સમાધાન ભાગ-૨ અંગે સારરૂપે કંઈક કહેવું હોય તો એટલું જ કહી શકાય કે તે ભાગ-ર 'ઝેર ઉપરનો વધાર છે - શાસ્ત્ર સાપેક્ષ એકતાજ આવકાર્ય છે. શાસ્ત્રનિરપેક્ષ એકતા એ નર્યો વિતંડાવાદ જ છે. આવી શાસ્ત્રનિરપેક્ષ, જે એક્તાની ઘેલછાએ શાસ્ત્ર વચનોને પુગ્લાત્મક વચનો કહ્યાં, જે એક્તાની ઘેલછાએ શાસ્ત્રપાઠો ભુલાવ્યા, જે એક્તાની ઘેલછાએ પોતાના ગુરુ-દાદાગુરુ ભગવંતોને નિમ્નકક્ષાએ મુકી દીધા, જે એક્તાની ઘેલછાએ ગીતાર્થતા ભુલાવી, જે એકતાની ઘેલછાએ સંસ્કારના નામે કુસંસ્કાર, તર્કના નામે કુતર્કો વિ. ની લ્હાણી કરી, જે એકતાની ઘેલછાએ સૂચક દ્રષ્ટાંતોના નામે અઘટિત દ્રષ્ટાંતો આપી મહાઅનર્થ ઊભો કર્યો, જે એકતાની ઘેલછાએ દ્રવ્યસત્ય અને ભાવસત્યના મનઘડંત અને કપોળકલ્પિત અર્થઘટન કર્યા: આવી સત્યને છેહ દેનારી શાસ્ત્રનિરપેક્ષ એક્તાની ઘેલછા નહિ અટકાવવામાં આવે તો તપાગચ્છના શાસ્ત્રસિદ્ધાંતો છિન્નભિન્ન થઈ જશે. પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ માં મારા પુસ્તક (તટસ્થ સમીક્ષા)ની સામે લેખકશ્રીએ જે ખુલાસાઓ કર્યા છે તે જોતા કોઈપણ તટસ્થ વ્યક્તિ સમજી શકે છે કે તે માત્ર હવાની વાતો જ છે. કોઈ નક્કર પુરાવા વિના, શાસ્ત્રપાઠો વિના પોતાના જ પૂજ્યો માટે નિમ્નકક્ષાની વાતો હવામાં કરવી તે જરાપણ શોભાસ્પદ નથી. તેના અંગે મારે ખુલાસો કરવાનો રહેતો નથી. છતાં લેખકશ્રીની મનોદશા જિજ્ઞાસુઓ સુધી પહોંચે અને તે મનોદશાનું વાસ્તવિક સ્વરૂપ જિજ્ઞાસુઓ સમજે અને તેથી જ તેવી મનોદશાનો ત્યાગ કરી શકે અને શાસ્ત્રોને સમર્પિત રહે એજ એક શુભ આશયથી મેં તટસ્થ સમીક્ષા ભાગ-૨ બહાર પાડી છે. અંતે સૌ કોઇના હૈયામાં શાસ્ત્રો એજ આપણું સર્વસ્વ છે તે ધ્વનિત થાય, ‘સાધવ: શાસ્ત્ર ચક્ષુષ:' પૂ.પા. યશોવિજયજી મહારાજાના શબ્દોને આપણે જીવનના અંત સુધી વફાદાર રહીએ અને તે રીતે સૌ કોઈ સ્વપરની મુક્તિને નજીક લાવે તેજ એકની એક પરમાત્માને પ્રાર્થના જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ લી. કિરણ બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 72