Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 8
________________ નથી. પરંતુ મહામહોપાધ્યાયજી મહારાજા પાસે જે સિદ્ધિ હતી તેની આગળ સુવર્ણસિદ્ધિનું કોઈ જ મૂલ્ય નથી. આત્માને પરમાત્મા બનાવી શકે એવા શુદ્ધજ્ઞાનપ્રવાહને વહેવરાવવાનું સામર્થ્ય એ વખતે માત્ર પૂજયશ્રીમાં હતું. આજ સુધીમાં પણ આવા સમર્થ ગ્રંથકારપરમર્ષિની પ્રાપ્તિ આપણને થઈ નથી. આજનું વાતાવરણ જોતાં આવા સમર્થ શક્તિસંપન્ન જ્ઞાની ભગવંતોનો ભવિષ્યમાં સુયોગ મળે – એવું પણ જણાતું નથી. કાશીમાં અધ્યયનકાળ દરમ્યાન ગંગાનદીના કિનારે એકવીસ દિવસની સાધના દ્વારા જેઓએ સરસ્વતીદેવીને સિદ્ધ કરી હતી, તેઓશ્રીને સુવર્ણસિદ્ધિ મળે કે ના મળે એથી શો ફરક પડવાનો હતો? તેઓશ્રીએ સરસ્વતી દેવીની કૃપાથી સર્જેલા ગ્રંથોનું મૂલ્ય સુવર્ણથી પણ વિશેષ છે. પરંતુ ભૌતિક સુંદર સામગ્રીમાં જ શ્રેયઃ સમજનારાઓને એ સમજાવવાનું કોઈ પણ રીતે શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક શાસન આવા કોઈ પણ ભૌતિક ચમત્કારોથી પ્રભાવવંતું નથી, પરંતુ તેના લોકોત્તર સ્વરૂપના કારણે જ પ્રભાવવંતું છે. એ લોકોત્તર સ્વરૂપના દર્શન કરાવવાનો પ્રયત્ન કરનારા પરમોપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ જ ખરેખર પરમશાસન પ્રભાવક છે. અધ્યાત્મસાર; અધ્યાત્મોનિષદ્ અધ્યાત્મમતખંડન; અધ્યાત્મમતપરીક્ષા; નયરહસ્ય; નયપ્રદીપ; નયોપદેશ; ન્યાયાલોક; જૈનતર્કભાષા; જ્ઞાનબિંદુ; ન્યાયખંડનખાદ્ય; માર્ગ પરિશુદ્ધિ; ઉપદેશરહસ્ય; વૈરાગ્યકલ્પલતા; કાત્રિશતાત્રિશિકા; જ્ઞાનસાર; યતિલક્ષણસમુચ્ચય; ગુરુતત્ત્વવિનિશ્ચય; સામાચારી-પ્રકરણ; પ્રતિમાશતક; ભાષારહસ્ય; અધ્યાત્મોપદેશ; સ્યાદ્વાદરહસ્ય; પ્રમાણરહસ્ય; અનેકાન્તવ્યવસ્થા; જ્ઞાનાર્ણવ; ધર્મપરીક્ષા અને પંચનિગ્રંથી... વગેરે અનેકાનેક ગ્રંથોના સર્જનથી પૂજય ઉપાધ્યાયજી મહારાજાએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. તેમ જ સ્યાદ્વાદકલ્પલતા, કર્મપ્રકૃતિ, ષોડશકપ્રકરણવૃત્તિ, યોગવિશિકા, અષ્ટસહસ્રીવિવરણ આદિ અનેક ટીકાગ્રંથોનું સર્જન કરી પૂજ્યશ્રીએ અન્ય શાસ્ત્રકાર પરમર્ષિઓના શાસ્ત્રના પરમાર્થને આપણા સુધી પહોંચાડ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતભાષામાં રચાયેલા અગાધ સાહિત્ય સિવાયનું ગુજરાતી કે હિંદી વગેરે ભાષામાં પૂજ્યશ્રીએ રચેલું સાહિત્ય પણ ખૂબ જ વિશાળ છે. દ્રવ્યગુણપર્યાયનો રાસ, જંબુસ્વામીનો રાસ, સમાધિશતક, સમતાશતક, ૩૫૦, ૧૫૦ અને ૧૨૫ ગાથાનાં સ્તવનો; મૌન એકાદશીનું સ્તવન, ત્રણ ચોવીશી, અઢાર પાપસ્થાનકની સઝાય, આઠ યોગદષ્ટિની સઝાય, સમકિતના સડસઠ બોલની સઝાય, અગિયાર અંગની સજઝાય અને સંયમશ્રેણીની સઝાય વગેરે અનેક કૃતિઓ દ્વારા પૂજય ઉપાધ્યાયજી મહારાજાએ આગમગ્રંથોના ગૂઢ ભાવોને ખૂબ જ સ્પષ્ટપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું સાહિત્ય જોતાં તે વખતના વિદ્વાનવર્ગે પૂજ્યશ્રીને શ્રુતકેવલીની પ્રતીતિ કરાવનારા તરીકે વર્ણવ્યા છે - તે યથાર્થ લાગ્યા વિના નહિ રહે. એક પરિશીલનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286