Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 7
________________ મહારાજ; મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા આદિ અનેક વિદ્વાન શાસ્ત્રકાર પરમર્ષિઓની અપેક્ષાએ પૂજયશ્રીની શાસ્ત્રરચના-પદ્ધતિ, પદાર્થના પરમરહસ્યને પ્રાપ્ત કરાવવા માટેનું એક અનોખું વિશિષ્ટ સાધન છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજની અધ્યાત્મિકતા એ વખતે ખૂબ જ પ્રસિદ્ધ હતી. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાને તેઓશ્રીને મળવાની ઘણી જ ભાવના હતી. એકવાર પૂજ્યશ્રી અધ્યાત્મભાવને ઉદ્દેશી વ્યાખ્યાન કરી રહ્યા હતા, ત્યારે શ્રોતાવર્ગમાં એક વૃદ્ધ સાધુ પણ હતા. વ્યાખ્યાનથી પ્રભાવિત બનેલા એ શ્રોતાવર્ગમાં પેલા વૃદ્ધસાધુના મુખ પર જોઇએ તેવી પ્રસન્નતા ન જણાઇ, ત્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેમને વ્યાખ્યાન કરવા વિનંતી કરી. એ મુજબ ત્રણ કલાક તેઓએ પ્રવચન કર્યું. તેનાથી પ્રભાવિત બની પૂજ્યશ્રીએ તેમને તેમનું નામ પૂછ્યું ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો પૂ. ઉપાધ્યાયજી મહારાજને પરિચય થયો. એ વખતે આઠ શ્લોકની અષ્ટપદીથી તેમની સ્તવના કરી હતી. કહેવાય છે કે એ વખતે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે પણ એ જ રીતે અષ્ટપદીથી પૂજયશ્રીની પણ સ્તવના કરી હતી, પરંતુ એ અષ્ટપદી અત્યારે ઉપલબ્ધ નથી. શ્રીમદ્ આનંદઘનજી, એ વખતે ખરા અર્થમાં અવધૂત તરીકે પ્રસિદ્ધ હતા. કોઈ કોઈ વાર જ તેઓશ્રી જનસંપર્કમાં આવતા. મોટે ભાગે તેઓ જનસંપર્કથી દૂર રહેતા. તેમની આધ્યાત્મિકતાની સાથે ચમત્કારશક્તિ વગેરે અનેકાનેક સિદ્ધિઓ પણ પ્રસિદ્ધ હતી. કહેવાય છે કે એક વાર રાજાની રાણીને પુત્ર થતો ન હોવાથી રાજાના દુરાગ્રહથી શ્રીમદ્ આનંદઘનજીએ એક તાવીજ બનાવીને રાણીને બાંધવા આપ્યું. યોગાનુયોગ થોડા સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ ખુશ થઈને આનંદઘનજી મહારાજને ખબર આપ્યા અને જણાવ્યું કે “આપની કૃપાનું ફળ છે.” ત્યારે આનંદઘનજી મહારાજાએ તાવીજ મંગાવીને તેમાંનો કાગળ રાજાને વંચાવ્યો. તેમાં લખ્યું હતું, “રાજાકી રાનીકો લડકા હો યા ન હો ઉસમેં આનંદઘનજી કો ક્યા?” આ વાંચીને રાજાને આનંદઘનજીની નિસ્પૃહતાની ખાતરી થઈ. શ્રીમદ્ પાસે સુવર્ણસિદ્ધિ હતી. કહેવાય છે કે એ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેઓશ્રી પાસે પ્રાર્થના કરી હતી. પરંતુ શ્રીમદ્ વાત ઉડાવી દીધી. એવું પણ કહેવાય છે કે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સુવર્ણસિદ્ધિ આપવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને પોતાની પાસે બોલાવ્યા હતા. પૂજયશ્રીને બોલાવ્યા એટલે તેઓશ્રી આવેલા. આઠ દિવસ સુધી ધીરજ રાખીને કોઈ જ વાત ન કરી પણ ત્યાર બાદ પૂજ્યશ્રીએ પોતાને શા માટે બોલાવ્યો છે–એ પૂછ્યું. ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે જણાવ્યું કે “કામ વગર તો નહિ જ બોલાવ્યા હોય ને? સુવર્ણસિદ્ધિ આપવાની ભાવનાથી તમોને બોલાવ્યા હતા, પરંતુ હવે ભાવના નથી.” આ પ્રમાણે કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીએ સુવર્ણસિદ્ધિ આપી નહિ. આ બંને વાતમાં કેટલો અંશ સાચો છે – એ કહેવું શક્ય દાન બત્રીશીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 286