Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 15
________________ પ્રસ્તાવના ૧૩ ચિંતનો એટલાં મૂલગામી અને સર્વગ્રાહી છે કે તેમની ઉપેક્ષા આપણને એટલા વારસા-વંચિત કરે, જ્ઞાનદરિદ્ર રાખે.'' કવિઓ-આર્ષદ્રષ્ટા ઋષિઓએ વેદના સમયથી સૂતોમાં ઉપમા, રૂપક, સજીવારોપણ વગેરે અલંકારોનો ઉપયોગ કર્યો છે. પણ અલંકારશાસ્ત્રનો ઉદ્ભવ ભરતમુનિના નાટયશાસ્ત્ર-આશરે ઈ. સ. પ્રથમ સદીથી માનવામાં આવે છે. નાટયશાસ્ત્રમાં ઉલ્લેખાયેલ લેખકોની કૃતિઓ મળતી નથી. અલંકારશાસ્ત્ર માટે ક્રિયાકલ્પ, કાવ્યશાસ્ત્ર સાહિત્યશાસ્ત્ર શબ્દો જુદા જુદા સમયે પ્રયોજાયા છે. જેના પરથી આખા શાસ્ત્રનું નામ આપવામાં આવ્યું છે તે અલંકારશાસ્ત્રમાં રહેલ અલંકાર શબ્દની અર્થછાયા સમયે સમયે બદલાતી રહી છે. પ્રાચીન આચાર્યો પૈકી વામને કાવ્યનું સૌન્દર્ય જે કોઈ તત્ત્વને લીધે હોય તેને માટે અલંકાર શબ્દ પ્રયોજ્યો છે. વ્યિ પ્રઠ્ઠિમ્ અનક્રા+તા સૌન્દર્યનું મકર તેમના પુરોગામી આચાર્ય દંડીએ કહ્યું છે કે કાવ્યની શોભા જે કોઈ તત્ત્વથી વધે તેને અર્થાત્ કાવ્યના શોભાકર ધર્મોને અલંકાર કહે છે. ચિશોમામાનું ઘર મતકારનું પ્રવક્ષતે પણ સમય જતાં અલંકારોને હાર, કટક, કુંડળ જેવા, કાવ્યના બાહ્ય તત્વ તરીકે ગણવામાં આવ્યા. હાવિદ્ અનઃ તેડનુપ્રાસોપમયક એમ મમ્મટ કહે છે. કાવ્યના આત્મતત્ત્વ સહિત, કાવ્યનાં વિભિન્ન અંગોની વિસ્તૃત આલોચના કરનાર શાસ્ત્ર “અલંકારશાસ્ત્ર છે. અલંકાર એટલે કાવ્યનું સૌંદર્ય જે તત્ત્વને લીધે હોય, જે કોઈ તત્ત્વ કાવ્યની શોભા વધારનાર ધર્મ તરીકે રહેલ હોય તે એવા વ્યાપક અર્થમાં “અલંકારશાસ્ત્ર’ એવું આ શાસ્ત્રનું નામ યોગ્ય છે. કાવ્યશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્ર શબ્દ પણ એટલો જ યથાર્થ છે. આલંકારિકો સામે કાવ્યનો આત્મા કોને માનવો એ મુખ્ય પ્રશ્ન હતો. એ માટે વિભિન્ન આચાર્યો એ જે વિભિન્ન મતો દર્શાવ્યા તેના પરિણામરૂપે અનેક સંપ્રદાયો પ્રગટ થયેલા છે. અલંકારશાસ્ત્રના મુખ્યત્વે આ છે સંપ્રદાયો છે. (૧) રસસંપ્રદાય-આચાર્ય ભરત (૨) અલંકાર સંપ્રદાય-આચાર્ય ભામહ (૩) રીતિસંપ્રદાય-આચાર્ય વામન (૪) વક્રોક્તિસંપ્રદાય-આચાર્ય કુન્તક (૫) ધ્વનિસંપ્રદાય-આચાર્ય આનંદવર્ધન (૬)- ઔચિત્યસંપ્રદાય-આચાર્ય ક્ષેમેન્દ્ર. દરેક સંપ્રદાયમાં એક કરતાં વધુ આચાર્યો છે જ તથા કોઈ આચાર્યનો સંબંધ ૧. પ્રા. પરીખ રસિકલાલ છો. “કાવ્યપ્રકાશ' (૧-૧ થી ૬) સંપાદક ર. છો. પરીખ અને રામનારાયણ પાઠકની પ્રસ્તાવના (૧૯૨૪)નું અવતરણ શ્રી નગીનદાસ પારેખના પુસ્તક અભિનવનો રસવિચાર અને બીજા લેખો' પૃ-૭ પર ઉદ્ઘત. ૨. વામન-કાવ્યાલંકાર સૂત્રવૃત્તિ ૧-૧ ૩. દંડી-કાવ્યાદર્શ ૨-૧ ૪. મમ્મદ-કાવ્યપ્રકાશ. ૮-૬૭

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 428