Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 18
________________ થયાં. સઘળા વ્યાખ્યાનો-એક પુસ્તકકાકારે પ્રસિદ્ધ થાય તો પાઠકોને આ એક વિષયના સળંગ વાંચનનો લાભ થાય અને સમાજને શ્રી ભારિલ્લજીના અધ્યાત્મચિત્તનનો પૂરો લાભ મળે- એ વિચારના બળે- આ સુંદર અનુપમ કૃતિનો અવતાર થયો છે. ધર્મના સમ્યક સ્વરૂપ સંબંધી ચિંતનધારાને લેખનિબદ્ધ કરવા માટે ડૉ ભારિલ્લજીના અનેકશઃ ધન્યવાદને-અભિનંદનને પાત્ર છે. આવો, આપણે આ ઉત્તમ કૃતિનું સહર્ષ સ્વાગત કરી તેનું અવગાહન કરીએ. ધર્મનું સમ્યફ સ્વરૂપ પ્રસિદ્ધ કરવાનો આ નાનકડા ગ્રંથનો ઉદ્દેશ્ય છે. આમાં દશલક્ષણ-મહાપર્વ, ઉત્તમક્ષમાદિ દશધર્મ અને ક્ષમાવાણી- એમ મળી કુલ બાર પ્રકરણો વિષય-અંતર્ગત લખવામાં આવેલ છે. ત્યાં ઉત્તમક્ષમા-માદવ-આર્જવસત્ય-શૌચ-સંયમ-તપ-ત્યાગ-આકિંચન્ય-બ્રહ્મચર્ય એમ દશ ધર્મનું ભિન્નભિન્ન વિવેચન કરવામાં આવેલું છે. ક્ષમા-માર્દવાદિ આત્માના નિજસ્વભાવ છે અને સ્વભાવ હોવાથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે આત્માની નિર્મલ, નિર્દોષ, શુદ્ધસ્વભાવ-પર્યાય એ જ ઉત્તમક્ષમાદિ દશધર્મ કહેવામાં આવેલ છે. વાસ્તવમાં આ પ્રકારે કાંઈ દશધર્મ તો નથી પણ એક વીતરાગ-રત્નત્રય સ્વરૂપ ધર્મના આ દશ લક્ષણો છે. ચારિત્રએ જ સાક્ષાત્ ધર્મ છે અને ઉત્તમક્ષમાદિ શબ્દ-યોજનામાં જે પૂર્વે ‘ઉત્તમ' શબ્દની યોજના થયેલી છે તે સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે અને તે એમ દર્શાવે છે કે સમ્યદષ્ટિ-જ્ઞાની ધર્માત્માઓને જ આ ઉત્તમક્ષમાદિ દશધર્મ હોય છે, અન્ય મિથ્યાષ્ટિઓને નહીં. ઉત્તમમાદિ દશધર્મનું વર્ણન જૈનગમોમાં જયાં કરવામાં આવેલું છે તે તેના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં નિધર્મની અપેક્ષા સહિત કરવામાં આવેલ છે. લેખક મહોદયે આ દશધર્મોનું પાલન અવિરતી સમકિતી તથા વ્રતી સમક્તિીઓમાં કેવી રીતે થતું હોય છે, તેનો યથાસ્થિત નિર્દેશ કરી, ગૃહસ્થોએ અને શ્રાવકોએ પણ તે અવશ્ય યથાસંભવ ધારણ કરવા જોઈએ – એમ પ્રેરણા કરી છે. આ ધર્મોનું પાલન માત્ર મુનિ-ભગવંતો માટે જ શક્ય છે એવા ભ્રામક ખ્યાલનું નિરસન કરી ને દઢપણે સ્પષ્ટ કર્યું છે કે જેમ મુનિજનોને અનંતાનુબંધી આદિ ત્રણ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 218