Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ દૈવ અને પુરુષકારનું સ્વરૂપ વર્ણવીને નિશ્ચયનયની અપેક્ષાએ તેની કારણતાનો વિચાર કરાય છે दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसज्ञको । निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ॥१७-२॥ શ્લેકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે પોતાનું કર્મ અને પોતાનો ઉદ્યમ નામવાળા અનુક્રમે દેવ અને પુરુષકાર છે. નિશ્ચયનયની અપેક્ષાએ, પોતાથી ઉત્પન્ન થનારા કાર્યમાં (કાર્યની પ્રત્યે) એકબીજાને એકબીજાની અપેક્ષાની આવશ્યકતા નથી. અન્યનિરપેક્ષપણે પોતાના કાર્યની પ્રત્યે હેતુ તરીકે સિદ્ધિ થાય છે અર્થાત્ પોતપોતાના કાર્યની પ્રત્યે પોતે જ કારણ છે, પોતાને છોડીને બીજું કોઈ કારણ નથીએમ સિદ્ધ થાય છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ જે કાર્ય (અર્થાદિની પ્રાપ્તિ) દૈવકૃત છે; એમાં દૈવ જ કારણ છે, પુરુષકાર પણ નહીં. તેમ જ જે કાર્ય(મોક્ષાદિની પ્રામિ) પુરુષાર્થકૃત(પુરુષકારકૃત) છે; એમાં પુરુષકાર જ કારણ મનાય છે, દૈવ પણ નહીં. આ રીતે પરસ્પરનિરપેક્ષપણે સ્વ સ્વકાર્યની પ્રત્યે સ્વ-સ્વદેવ-પુરુષકાર)ની કારણ તરીકે સિદ્ધિ થાય છે. ૧૭-રા નિશ્ચયનયની અપેક્ષાએ દેવ અને પુરુષકારને પોતપોતાના કાર્યની પ્રત્યે નિરપેક્ષ કારણ જે યુક્તિથી મનાય છે તે યુક્તિને જણાવાય છેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58