Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ સન્નિધાન ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે વ્યક્તિ(સ્વરૂપ કાર્ય)ની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ(પુરુષકાર)ને સ્વતંત્ર કારણ મનાય છે. અર્થા દૈવજન્ય કાર્યવિશેષની પ્રત્યે દેવ કારણ છે અને તેવી જ રીતે પુરુષકારજન્ય કાર્ય-વિશેષની પ્રત્યે પુરુષકાર કારણ છે. આ રીતે વિશેષ સ્વરૂપે દેવ અને પુરુષકારનો તે તે કાર્યની પ્રત્યે કાર્યકારણભાવ છે. - યદ્યપિ દૈવથી અને પુરુષકારથી થનાર છે તે કાર્યની પૂર્વે અનંતરક્ષણમાં દેવ અને પુરુષકારની સાથે અનુક્રમે પુરુષકાર અને દેવનું અસ્તિત્વ હોવાથી તેને પણ તે તે કાર્યની પ્રત્યે કારણ માનવાં જોઈએ; પરંતુ આ રીતે કારણની સાથે જેનું સન્નિધાન અવર્જનીય હોય છે તેને અન્યથાસિદ્ધ મનાય છે. પટાદિ કાર્યસ્થળે ભાગ્યયોગે(અકસ્મા) આવી ચઢેલા રાસભ(ગધેડો)ને પટાદિ કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવતો નથી; પણ અન્યથાસિદ્ધ મનાય છે. તેમ અહીં પણ તે તે કાર્યની પ્રત્યે દેવાદિની સાથે અવશ્ય રહેનાર પુરુષકારાદિને અન્યથાસિદ્ધ મનાય છે. આ રીતે વિચારવામાં આવે તો વ્યવહારનયની માન્યતા ધરનારે એક(વિશેષ) કાર્યની પ્રત્યે દૈવાદિની સાથે રહેનારા પુરુષકારાદિને, તે અન્યથાસિદ્ધ હોવાથી કારણ માનવાનું શક્ય નથી. કારણ કે અન્યથાસિદ્ધિથી જે શૂન્ય હોય છે તેને કારણ માનવામાં આવે છે-આ પ્રમાણે ... ઈત્યાદિ ગ્રંથનો આશય છે. ૧૭-૪ના

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58