Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ ઉપર જણાવેલી વાતને જ સ્પષ્ટ રીતે જણાવાય છેउभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्, सम्यग्न्यायाविरोधतः ॥१७-१९॥ તે તે કાલાદિ સહકારી કારણની અપેક્ષાએ દેવ અને પુરુષકાર-બંન્નેનો બાધ્યબાધક સ્વભાવ હોય તો તે બંન્નેનો ઉપઘાત્યોપઘાતક ભાવ; સયુક્તિના અવિરોધથી થઈ શકે છે.''-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જણાવાયો છે. દેવ અને પુરુષકાર બન્નેનો એકબીજાથી બાધિત થવાનો અને એકબીજાનો બાધ કરવાનો સ્વભાવ હોય તો જ કલાદિ સહાયકની અપેક્ષાએ દેવાદિ ઉપઘાત્ય કે ઉપઘાતક વાસ્તવિક રીતે થઈ શકે છે. - દેવ અને પુરુષાર્થ બંન્નેનો પરસ્પર બાધ્ય તેમ જ બાધક બનવાનો સ્વભાવ જ ન હોય તો બળવાન હોય કે ન હોય તોપણ તે ઉપઘાત્ય કે ઉપઘાતક બની શકશે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ વગેરે સહકારી કારણોનો ગમે તેટલો સહકાર પ્રાપ્ત થાય તોપણ તંતુનો ઘટોત્પાદક સ્વભાવ ન હોવાથી તંતુથી જેમ ઘટ થતો નથી તેમ દૈવાદિનો તેવો બાધ્ય-બાધક-સ્વભાવ ન હોય તો કોઈ પણ રીતે તેનો ઉપઘાત અને અનુગ્રહ નહીં થાય. તેથી દૈવ અને પુરુષકાર : બંન્નેનો બાધ્યબાધકસ્વભાવ માનવો જોઈએ. જેથી વિના વિરોધે સદ્ભક્તિથી એ બંન્નેમાં પરસ્પર ઉપઘાત્યઉપઘાતકભાવ સદ્ગત થાય છે. I૧૭૧૮

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58