________________
અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે.
કહેવાનો આશય સમજી શકાય છે કે જેણે ગ્રંથિભેદ કર્યો છે તેની ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે અનિયતપણે ઉપદેશ ઉપયોગી બને છે. ભૂમિનો સરસભાવ(સરસત્વ)જેમાં કારણ છે એવી જલોત્પત્તિની પ્રત્યે પવન કે ખનન વગેરે જેમ ઉપયોગી બને છે, તેમ અહીં ઉપદેશ ઉપયોગી બને છે. પવન કે ખનન(ખોદવું) વગેરે જલોત્પત્તિનાં કારણ નથી. પરંતુ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જલના અભિવ્યક છે. આવી જ રીતે શુભભાવ, શુદ્ધપુરુષકારથી સમુદ્દભૂત છે. ઉપદેશ તેની અભિવ્યક્તિનો હેતુ છે. આ રીતે ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશની હેતુતા અનૈકાન્તિક છે, નિયત નથી.
ઉપદેશમાં અનિયતહેતુતા હોવા છતાં ક્વચિત્ તેની નિયતતાને શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. આશય એ છે કે પ્રથમાદિ ગુણસ્થાનWી ચતુર્થાદિ ગુણસ્થાનકે જવાનો આરંભ કરનારા માટે અથવા ઉપરના ગુણસ્થાનથી (સમાદિ ગુણસ્થાનકથી) નીચેના ગુણસ્થાનકે પડતા એવા આત્માઓ માટે ઉપદેશ ઉપયોગી બને છે. અર્થા ઉપરના ગુણસ્થાનકે જવા માટે અને નીચેના ગુણસ્થાનકે પડતા અટકાવવા માટે ઉપદેશ નિયતપણે ઉપયોગી બને છે. પરંતુ પ્રાપ્ત થયેલા છે તે પરિણામમાં જેઓ વિશ્રાંત (સ્થિર રહેલા) છે તેવા આત્માઓ માટે ઉપદેશ ઉપયોગી નથી. I૧૭-૨૮
ઉપર જણાવ્યા મુજબ ઉપદેશ, અનિયતપણે ઉપયોગી
૪૩