________________
જણાવ્યું છે. -
અનુષ્ઠાનના વિષયમાં જે તીવ્ર રુચિ છે, તેને શ્રદ્ધા કહેવાય છે. મહાટવી પાર કરીને આવેલા બ્રાહ્મણને ઘીથી પૂર્ણ એવા ઘેબર વગેરે ખાવામાં જે રુચિ છે તેની અપેક્ષાએ પણ તીવ્ર એવી ધર્માચરણની ઈચ્છાને અહીં શ્રદ્ધા તરીકે વર્ણવી છે. પંડિત જનની જે અર્થવિશેષની દેશના છે, ત્યાં જે રતિ; તેને પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ કહેવાય છે. એ દેશનાના શ્રવણમાં અને ત્યાર પછી તેમાં જણાવેલા અર્થના પાલનમાં આસક્તિસ્વરૂપ અહીં રતિ છે. જ્ઞાનાદિ ગુણવાન આત્માઓની પ્રત્યેની આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનને ગુણરાગ કહેવાય છે અને પોતાના પ્રયત્નથી શક્ય એવી ધર્મ-અર્થ વગેરેની પ્રવૃત્તિને શક્યારંભ કહેવાય છે. આ બધાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા વગેરે ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો છે-એમ પૂર્વાચાર્યભગવંતો કહે છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૭-૩૧ાા
ચારિત્રની પ્રાપ્તિનાં લિોનું વર્ણન કરીને હવે તેના ફળનું નિરૂપણ કરવા દ્વારા પ્રકૃતાર્થનો ઉપસંહાર કરાય છે
योगप्रवृत्तिरत्र स्यात्, परमानंदसङ्गता । देशसर्वविभेदेन, चित्रे सर्वज्ञभाषिते ॥१७-३२॥
“અહીં શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા ચિત્ર (અનેક પ્રકારના) દેશચારિત્ર અને સર્વચારિત્રને વિશે પૂર્વે જણાવેલા, મોક્ષની સાથે જોડી આપનારા ધર્મવ્યાપારસ્વરૂપ યોગની પ્રવૃત્તિ