________________
औचित्येन प्रवृत्त्या च सुदृष्टिर्यत्नतोऽधिकात् । पल्योपमपृथक्त्वस्य, चारित्रं लभते व्ययात् ॥१७- ३०॥
“ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિથી સમ્યગ્દષ્ટિ આત્મા અધિક પ્રયત્નના કારણે બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થયે છતે ચારિત્ર(દેશવિરતિ)ને પ્રાપ્ત કરે છે.’-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પોત-પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી મર્યાદાનું અતિક્રમણ કર્યા વિના કરાતી ઉચિત પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેને લઈને પુરુષકાર-પ્રયત્નાતિશય થાય છે.
એ પ્રયત્નાતિશયથી ચારિત્રમોહનીયકર્મની, બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ક્ષીણ થાય એટલે તે આત્માને દેશવિરતિસ્વરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એક યોજન (૮ માઈલ) પ્રમાણ ઊંડા, પહોળા અને લાંબા, વાલાગ્રંથી ભરેલા ખાડામાંથી સો સો વર્ષે એક વાલાગ્રનો અપહાર કરવાથી જેટલા કાળે તે ખાડો ખાલી થાય તે કાળને એક પલ્યોપમ કહેવાય છે. એવા બેથી નવ પલ્યોપમને પલ્યોપમપૃથક્ત્વ કહેવાય છે. દશકોટાકોટિ (એક કરોડ X એક કરોડ = કોટાકોટી) પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. આવા સંખ્યાત સાગરોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિ ઘટે (ક્ષીણ થાય) ત્યારે આત્માને સર્વવિરતિધર્મની પ્રાપ્તિ થાય છે. ||૧૭-૩૦ના
ઉચિત પ્રવૃત્તિના યોગે ચારિત્રને પામેલા આત્માનાં
૪૬