Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા વિરચિત
દેવપુરુષકાર બત્રીશી
એક પરિશીલન
(૧૭)
સંકલન : પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.
*પ્રકાશક : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીયસ ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતં ત્રિશ-äશિવ' પ્રકરણાન્તર્ગત
દેવપુષકાર બત્રીશી-એક પરિશીલન
૧૭)
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.
વિમો ની પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુતિચન્દ્ર સૂ. મ. સા.ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ
' : આાથ સહકાર : પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી
Page #3
--------------------------------------------------------------------------
________________
દેવપુરુષકાર બત્રીશી-એક પરિશીલન - ૧૭
: પ્રકાશન :
આવૃત્તિ - પ્રથમ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જૈન રીલીજીયસ ટ્રસ્ટ
: પ્રામિસ્થાન :
શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે)
મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લે નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭
રજનીકાંત એફ. વોરા ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧.
વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી
અમદાવાદ- ૩૮૦૦૦૭
જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ’ છાપરીયાશેરી : મહીધરપુરા સુરત - ૩૯૫૦૦૩
વિ. સં. ૨૦૫૯
: આર્થિક સહકાર : પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી
• મુદ્રણ વ્યવસ્થા :
કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટેંક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૮૬૩૨૦/૨૩૮૮૫૦૨૮
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે.
અનંતોપકારી શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મોક્ષની પ્રાપ્તિ માટે યોગની સાધનાનો ઉપદેશ આપી આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ ર્યો છે. એ પરમતારક યોગની સિદ્ધિ માત્ર પરમાત્માના અનુગ્રહથી થાય છે : એવી માન્યતાનું નિરાકરણ આ પૂર્વેની બત્રીશી દ્વારા કરીને હવે આ સત્તરમી બત્રીશીમાં માત્ર દૈવ(ભાગ્ય-કર્મ)થી અને માત્ર પુરુષકાર- (પુરુષાર્થપ્રયત્નોથી યોગની સિદ્ધિ થાય છે : એવી માન્યતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
કોઈ વાર પુષ્કળ પ્રયત્ન કરવા છતાં દેવના અભાવે ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી નંદિષણ આદિ મહાત્માઓના દષ્ટાંતથી એ સમજી શકાય છે. આથી તદ્દન વિપરીત રીતે કોઈ વાર સાવ જ અલ્પ એવા પ્રયત્ન દેવયોગે ફળની સિદ્ધિ થતી હોય છે. શ્રી ભરત મહારાજાદિ મહાત્માઓના દષ્ટાંતથી એ સમજી શકાય છે. આવી વિચિત્રતાના કારણે પૂરતો વિચાર કર્યા વિના કેટલાક વિદ્વાનોએ યોગની સિદ્ધિની પ્રત્યે માત્ર દૈવને અથવા માત્ર પુરુષાર્થને કારણ માનવાનું ઉચિત માન્યું છે. તેમની એ માન્યતાનું સ્પષ્ટ રીતે વિસ્તારથી
Page #5
--------------------------------------------------------------------------
________________
નિરાકરણ કરીને દૈત્ર અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે યોગની સિદ્ધિમાં કારણ છે-એ આ બત્રીશીમાં મુખ્યપણે જણાવ્યું છે.
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દેવ અને પુરુષકારમાં પરસ્પર સાપેક્ષતા કઈ રીતે સદ્ગત છે : એ અહીં સ્પષ્ટપણે જણાવાયું છે. લોકવ્યવહારથી પ્રસિદ્ધ દૈવાદિની ઉત્કટતાદિનું સમર્થન કરીને કાલભેદે દેવાદિનું પ્રાધાન્ય વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી પ્રાય: દેવ બાધિત બને છે. એથી સમજી શકાય છે કે યોગની સિદ્ધિમાં પ્રયત્નનું જ પ્રાધાન્ય છે. કોઈ વાર શ્રી નંદિષેણમુનિ આદિના પ્રબળ પુરુષાર્થથી દૈવનો બાધ ન થવા છતાં મોટા ભાગે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ થતો હોય છે. કર્મનો એ રીતે બાધ (ફળ આપવા માટે અસમર્થ બનાવવા સ્વરૂપ અહીં બાધ છે.) ન થાય તો ચરમાવર્તકાળમાં પણ યોગની સિદ્ધિ શક્ય નહીં બને.
ગ્રંથના અંતિમ ભાગમાં ઉત્કટ પ્રયત્નના ફળસ્વરૂપે ગ્રંથિભેદ વર્ણવ્યો છે. અનાદિકાલીન રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ આત્મપરિણામને ગ્રંથિ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુત્યદ્વેષ સ્વરૂપ યોગની પૂર્વસેવાની
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રામિથી ગ્રંથિભેદ થતો હોય છે. તેનાથી ફરી પાછો ઉત્કટ પુરુષાર્થ કરાય છે, જેથી ધર્માદિવિષયમાં ઉચિત પ્રવૃત્તિ થાય
છે.
આ રીતે ગ્રંથિભેદથી જ જે ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો ઉચિત પ્રવૃત્તિ માટે શાસ્ત્રમાં જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક છે- આવી શક્કાનું સમાધાન કરતાં આ બત્રીશીમાં ફરમાવ્યું છે કે ગુણઠાણાનો પ્રારંભ કરનારા માટે અને ગુણઠાણેથી પડતા એવા આત્માઓ માટે અનુક્રમે તેમને ચઢાવવા અને અટકાવવા ઉપદેશ ઉપયોગી બને છે. ઘડો બનાવનાર કુંભારના ચક્રના ભ્રમણ માટે જેમ દંડ ઉપયોગી બને છે તેમ અહીં ગ્રંથિભેદથી થતી ઉચિત પ્રવૃત્તિ માટે ઉપદેશ ઉપયોગી બને છે.
ઉચિત પ્રવૃત્તિથી બલવત્તર પુરુષાર્થ દ્વારા કર્મસ્થિતિનો હાસ થવાના કારણે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો વર્ણવતાં અંતે ફરમાવ્યું છે કે-માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ, ગુણરાગ અને શક્યારંભ : આ ચારિત્રીઓનાં લક્ષણો છે. એનું વર્ણન અહીં ખૂબ જ સંક્ષેપથી છે. વિસ્તારથી એનું વર્ણન યોગશતક'માં ઉપલબ્ધ છે. એ લક્ષણોથી વિશિષ્ટ ચારિત્રવંત આત્માઓને
Page #7
--------------------------------------------------------------------------
________________
યોગની પ્રવૃત્તિ પરમાનંદ-મોક્ષથી સત બને છે... ઈત્યાદિ જણાવીને આ બત્રીશી પૂર્ણ કરી છે.
સર્વાપરમાત્માઓએ દર્શાવેલો મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં વિદ્વાનો; નહીં જેવી સામાન્ય બાબતોમાં કઈ રીતે ઉન્માર્ગે જાય છે-એ આ બત્રીશીના અધ્યયનથી આપણે સમજી શકીએ છીએ. અજ્ઞાન દૂર કરવાની ભાવના હોય અને કદાગ્રહપૂર્વકનું વલણ ન હોય તો ખૂબ જ સરળતાથી સહજપણે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે. અન્યદર્શનકારોની અજ્ઞાન અને આગ્રહ પૂર્ણ વાતો તરફ ધ્યાન આપ્યા વિના આ બત્રીશીના પરિશીલન દ્વારા શ્રી સર્વાપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસનું સંપાદન કરી પરમાનંદસદ્ગત યોગની પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા..
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
अथ प्रारभ्यते देवपुरुषकारद्वात्रिंशिका ।
પરમાત્માના અનુગ્રહથી જ યોગની સિદ્ધિ થાય છેઆ માન્યતાનું નિરાકરણ કરીને દૈવથી જ આ યોગની સિદ્ધિ થાય છે; તેમ જ પુરુષાર્થથી જ યોગની સિદ્ધિ થાય છેઆવી એકાંતે જે માન્યતા છે, તેનું નિરાકરણ કરવા માટે આ બત્રીશીનો પ્રારંભ છે
दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः ।। निश्चयव्यवहाराभ्यामत्र कुर्मी विचारणाम् ॥१७-१॥
“દેવ અને પુરુષકાર(પુરુષાર્થ) બન્ને યોગની સિદ્ધિમાં તાત્ત્વિક રીતે એકસરખા જ ઉપયોગી છે. વ્યવહાર અને નિશ્ચય નયની અપેક્ષાએ તેની અહીં વિચારણા કરાય છે.”આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માનો અનુગ્રહ જ યોગની સિદ્ધિમાં કારણ છે. આવી માન્યતાનું આ પૂર્વે સોળમી બત્રીશીમાં નિરાકરણ ક્યું. કેટલાક લોકો યોગની સિદ્ધિ દૈવ(ભાગ્ય)થી જ થાય છેએમ માને છે અને કેટલાક લોકો પુરુષકાર(પુરુષાર્થ)થી જ યોગની સિદ્ધિ થાય છે-એમ માને છે. આ બન્ને એકાંત માન્યતાનું આ બત્રીશીમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે તાત્ત્વિક રીતે યોગની સિદ્ધિમાં દૈવ અને પુરુષાર્થ બન્ને સમાન રીતે જ હેતુ છે. એ વિષયમાં વ્યવહાર અને નિશ્ચય : એ બન્ને નયની અપેક્ષાએ અહીં વિચારણા કરવામાં આવી છે. I૧૭-૧
Page #9
--------------------------------------------------------------------------
________________
દૈવ અને પુરુષકારનું સ્વરૂપ વર્ણવીને નિશ્ચયનયની અપેક્ષાએ તેની કારણતાનો વિચાર કરાય છે
दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसज्ञको । निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ॥१७-२॥
શ્લેકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે પોતાનું કર્મ અને પોતાનો ઉદ્યમ નામવાળા અનુક્રમે દેવ અને પુરુષકાર છે. નિશ્ચયનયની અપેક્ષાએ, પોતાથી ઉત્પન્ન થનારા કાર્યમાં (કાર્યની પ્રત્યે) એકબીજાને એકબીજાની અપેક્ષાની આવશ્યકતા નથી. અન્યનિરપેક્ષપણે પોતાના કાર્યની પ્રત્યે હેતુ તરીકે સિદ્ધિ થાય છે અર્થાત્ પોતપોતાના કાર્યની પ્રત્યે પોતે જ કારણ છે, પોતાને છોડીને બીજું કોઈ કારણ નથીએમ સિદ્ધ થાય છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ જે કાર્ય (અર્થાદિની પ્રાપ્તિ) દૈવકૃત છે; એમાં દૈવ જ કારણ છે, પુરુષકાર પણ નહીં. તેમ જ જે કાર્ય(મોક્ષાદિની પ્રામિ) પુરુષાર્થકૃત(પુરુષકારકૃત) છે; એમાં પુરુષકાર જ કારણ મનાય છે, દૈવ પણ નહીં. આ રીતે પરસ્પરનિરપેક્ષપણે સ્વ
સ્વકાર્યની પ્રત્યે સ્વ-સ્વદેવ-પુરુષકાર)ની કારણ તરીકે સિદ્ધિ થાય છે. ૧૭-રા
નિશ્ચયનયની અપેક્ષાએ દેવ અને પુરુષકારને પોતપોતાના કાર્યની પ્રત્યે નિરપેક્ષ કારણ જે યુક્તિથી મનાય છે તે યુક્તિને જણાવાય છે
Page #10
--------------------------------------------------------------------------
________________
सापेक्षमसमर्थं हीत्यतो यद्व्यापृतं यदा । तदा तदेव हेतुः स्यादन्यत्सदपि नादृतम् ॥१७-३॥
“સાપેક્ષ અસમર્થ છે; તેથી જે, જે વખતે કાર્યવિશેષની પ્રત્યે વપરાય છે; તે, તે વખતે તે કાર્યવિશેષની પ્રત્યે હેતુ મનાય છે. તે વખતે તેની સાથે બીજાં હોવા છતાં તેને કારણ માનવામાં આવતાં નથી.”-આ પ્રમાણે ત્રીજા
શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કાર્યની પ્રત્યે એક કારણને બીજા કારણની અપેક્ષા હોય તો તેને સાપેક્ષ કહેવાય છે અને સાક્ષસમર્થ આ ન્યાયથી તેને અસમર્થ અર્થાત્ કાર્ય કરવામાં અનુપયોગી મનાય છે.
આવી જ રીતે દેવ અને પુરુષકાર, બંન્નેને કાર્ય કરવામાં એકબીજાની અપેક્ષા હોય તો બન્ને અસમર્થ બને છે. તેથી જે વખતે જે કાર્યવિશેષની પ્રત્યે જે ઉપયોગી બને છે તેને જ તે કાર્યની પ્રત્યે નિરપેક્ષ રીતે કારણ માનવામાં આવે છે. કારણ કે કાર્ય કરનાર જ કારણ હોય છે. તે વખતે તેની સાથે જે વિદ્યમાન છે તે હોવા છતાં તેને કારણ તરીકે માનવામાં આવતું નથી. જે કાર્ય દૈવયોગે થતું હોય છે, તેની પ્રત્યે દૈવને જ કારણ મનાય છે. પરંતુ તે વખતે પુરુષકાર હોવા છતાં તેને કારણે માનતા નથી. તેમ જ જે કાર્ય પુરુષાર્થયોગે થતું હોય છે તેની પ્રત્યે પુરુષકારને જ કારણ મનાય છે. પરંતુ તે વખતે દૈવ હોવા છતાં તેને કારણે માનતા નથી. કારણ કે વિદ્યમાન એવા પુરુષકારને અને દેવને તે તે કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવે તો તે તે કાર્ય કરતી
Page #11
--------------------------------------------------------------------------
________________
વખતે અનુક્રમે દેવને અને પુરુષકારને પુરુષકારની અને દેવની અપેક્ષા છે એમ માનવું પડે અને તેથી સાપેક્ષને અસમર્થ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે તે તે કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ એકને જ કારણ મનાય છે. પરંતુ તેની સાથે અનુક્રમે પુરુષાર્થ અને દૈવ હોવા છતાં તેને કારણ માનતા નથી.
આથી સમજી શકાશે કે સદ્ અને અસદ્દાવિદ્યમાન અને અવિદ્યમાન)માં કોઈ વિશેષ નથી. જેમ વિદ્યમાન પણ કારણ નથી; તેમ અવિદ્યમાન પણ કારણ નથી. આ રીતે સમાં અર્થક્રિયાકારિત્વ(સ્વકાર્યકરવાપણું) ન હોવાથી સત્ પણ અસદ્દ જ છે. કારણ કે “અર્થષિાકારિત્વએ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે. તેથી તે તે દૈવાદિકારણથી થનારાં તે તે કાર્યની પ્રત્યે દૈવાદિ જ કારણ છે, તેની સાથે રહેનારાં પુરુષાર્થાદિ કારણ નથી. સત્ પણ અસદ્ છે. એ પ્રમાણે સર નાતનું અહીં ગરિ પદથી જણાવ્યું છે. ૧૭-૩યા
નિશ્ચયનયની અપેક્ષાએ દૈવ અને પુરુષકારમાં નિરપેક્ષ કારણતાનું જ સમર્થન કરાય છે – विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः । अवय॑सन्निधि त्वन्यदन्यथासिद्धिमञ्चति ॥१७-४॥
“આ રીતે દૈવ અને પુરુષકાર-બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એકની સાથે બીજાનું
Page #12
--------------------------------------------------------------------------
________________
સન્નિધાન ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે વ્યક્તિ(સ્વરૂપ કાર્ય)ની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ(પુરુષકાર)ને સ્વતંત્ર કારણ મનાય છે. અર્થા દૈવજન્ય કાર્યવિશેષની પ્રત્યે દેવ કારણ છે અને તેવી જ રીતે પુરુષકારજન્ય કાર્ય-વિશેષની પ્રત્યે પુરુષકાર કારણ છે. આ રીતે વિશેષ સ્વરૂપે દેવ અને પુરુષકારનો તે તે કાર્યની પ્રત્યે કાર્યકારણભાવ છે.
- યદ્યપિ દૈવથી અને પુરુષકારથી થનાર છે તે કાર્યની પૂર્વે અનંતરક્ષણમાં દેવ અને પુરુષકારની સાથે અનુક્રમે પુરુષકાર અને દેવનું અસ્તિત્વ હોવાથી તેને પણ તે તે કાર્યની પ્રત્યે કારણ માનવાં જોઈએ; પરંતુ આ રીતે કારણની સાથે જેનું સન્નિધાન અવર્જનીય હોય છે તેને અન્યથાસિદ્ધ મનાય છે. પટાદિ કાર્યસ્થળે ભાગ્યયોગે(અકસ્મા) આવી ચઢેલા રાસભ(ગધેડો)ને પટાદિ કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવતો નથી; પણ અન્યથાસિદ્ધ મનાય છે. તેમ અહીં પણ તે તે કાર્યની પ્રત્યે દેવાદિની સાથે અવશ્ય રહેનાર પુરુષકારાદિને અન્યથાસિદ્ધ મનાય છે. આ રીતે વિચારવામાં આવે તો વ્યવહારનયની માન્યતા ધરનારે એક(વિશેષ) કાર્યની પ્રત્યે દૈવાદિની સાથે રહેનારા પુરુષકારાદિને, તે અન્યથાસિદ્ધ હોવાથી કારણ માનવાનું શક્ય નથી. કારણ કે અન્યથાસિદ્ધિથી જે શૂન્ય હોય છે તેને કારણ માનવામાં આવે છે-આ પ્રમાણે
... ઈત્યાદિ ગ્રંથનો આશય છે. ૧૭-૪ના
Page #13
--------------------------------------------------------------------------
________________
- નિશ્ચયનયની અપેક્ષાએ દેવ અને પુરુષકારની કારણતાનો વિચાર કરીને હવે વ્યવહારનયની અપેક્ષાએ તેની વિચારણા કરાય છે
अन्वयव्यतिरेकाभ्यां, व्यवहारस्तु मन्यते ।। द्वयोः सर्वत्र हेतुत्वं, गौणमुख्यत्वशालिनोः ॥१७-५॥
“અન્વય અને વ્યતિરેકના કારણે દૈવ અને પુરુષકારને ગૌણ અથવા મુખ્યભાવે કાર્યમાત્રની પ્રત્યે કારણ માનવાનું કામ વ્યવહારનય કરે છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે જ્યાં જ્યાં કાર્ય છે ત્યાં ત્યાં તેની પૂર્વેક્ષણમાં દેવ અને પુરુષકાર હોય છે : આ અન્વય(કાર્યકારણનું નિયત સાહચર્ય)થી અને જ્યાં
જ્યાં દૈવ અને પુરુષકારનો અભાવ છે ત્યાં ત્યાં કાર્યમાત્રનો અભાવ છે. આ વ્યતિરેકકારણાભાવ-કાર્યાભાવનું નિયત સાહચર્ય)થી કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારને ગૌણમુખ્યભાવે કારણ માનવામાં આવે છે. અર્થાત્ કોઈ કાર્યની પ્રત્યે દૈવને ગૌણ કારણ અને પુરુષકારને મુખ્ય કારણ માનવામાં આવે છે. તેમ જ કોઈ કાર્યની પ્રત્યે દૈવને મુખ્ય કારણ અને પુરુષકારને ગૌણ કારણ માનવામાં આવે છે. સામાન્યથી કોઈ પણ કાર્ય દેવ અને પુરુષકાર વિના થતું નથી. તેથી સામાન્યથી કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારની કારણતા મનાય છે.
જે(નિશ્ચયનયને અનુસરી) કુર્ઘદ્રુપત્વે જ કારણતાને ઈચ્છે છે અર્થા જે કાર્ય કરે છે તે જ કારણ છે; તેનાથી
Page #14
--------------------------------------------------------------------------
________________
બીજા નહિ. તેથી ઘટની પ્રત્યે ઉપયોગી બનતો દંડવિશેષ જ (ગ્રામસ્થ) કારણ છે. દંડસામાન્ય(અરણ્યસ્થ દંડાદિ) કારણ નથી” એ પ્રમાણે વિશેષ સ્વરૂપે કારણ માનીને સામાન્યથી કાર્યકારણભાવનો અપલાપ કરે છે, તે; ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ કરી શકશે નહીં. કારણ કે ઘટસાધનમ્ gr.. ઈત્યાદાકારક ઘટસાધનતાની બુદ્ધિના કારણે તે પ્રવૃત્તિ થતી હોય છે. સામાન્યને કારણ માનવામાં ન આવે તો ઘટની પ્રત્યે કયો દંડ કારણ બન્યો છે તેનો નિર્ણય તો ઘટની ઉત્પત્તિ પછી શક્ય બને છે. ઘટની ઉત્પત્તિ પૂર્વે એ શક્ય બનતું ન હોવાથી; ઘટની ઉત્પત્તિની પૂર્વે ઘટસાધનતાની બુદ્ધિ ન હોવાથી ઘટાદિ માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ શક્ય નહીં બને.
“યદ્યપિ ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થદંડાદિમાં જે પ્રવૃત્તિ થાય છે તેમાં ઘટાદિસાધનતાની બુદ્ધિનું પૂર્વકત્વ નથી પરંતુ ઘટાદિકાર્યના સાધનભૂત ગ્રામસ્થદંડાદિસદશત્વનો તે દંડાદિમાં (અરણ્યસ્થ દંડાદિમાં) ગ્રહ હોવાથી ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટસાધનત્વની બુદ્ધિ છે. તેથી જ કાર્યલિફ્ટક (ધૂમાદિલિજ્ઞક) અનુમાનનો ઉચ્છેદ થતો નથી. અન્યથા સર્વથા અદષ્ટ તે તે ધૂમાદિને જોઈને વહિ વગેરેનું અનુમાન શક્ય નહિ થાય. ત્યાં પણ પૂર્વદષ્ટધૂમાદિસદશ ધૂમાદિના દર્શનથી સાદશ્યગ્રહાત્મક જ લિજ્ઞનું જ્ઞાન અનુમાનનું પ્રયોજક મનાય છે. અતર્જાતીયથી તર્જાતીયની ઉત્પત્તિ શક્ય નથી એ સમજી શકાય છે.”-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે
Page #15
--------------------------------------------------------------------------
________________
સર્વથા ક્ષણિવાદીને પૂર્વ-પૂર્વ ક્ષણ જ ઉત્તર-ઉત્તર ક્ષણના કારણ તરીકે અભિમત હોવાથી વાસના(સંસ્કાર)વિશિષ્ટ તે તે ક્ષણ જ ઉત્તરોત્તર સજાતીય કે વિજાતીય તે તે ક્ષણનું કારણ બને છે. આ રીતે તો અતીન્દ્રિય સંસ્કાર જ કારણ હોવાથી પ્રત્યક્ષસિદ્ધ કારણને કારણ માનવાની જ જરૂર નથી. અર્થાત્ તે તે કાર્યના નજરે દેખાતાં તે તે કારણોનું કોઈ જ પ્રયોજન નહીં રહે.
યદ્યપિ કારણોનું(દષ્ટ કારણોનું) એ મુજબ વૈફલ્ય થાય તો ભલે થતું-એમ કહીને બૌદ્ધો ઈટાપત્તિ કરી શકે છે. પરંતુ પ્રત્યક્ષસિદ્ધ કાર્યકારણભાવના સ્વીકારમાં કોઈ બાધક ન હોવાથી પ્રત્યક્ષબાધિત કલ્પના કરવાનું ઉચિત નથી... ઈત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર જણાવ્યું છે. ।।૧૭-૫
ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે જો દૈવ અને પુરુષકાર ઉભય કારણ હોય તો તે તે કાર્ય દૈવથી કે પુરુષકારથી થયું છે... ઈત્યાદિ સ્વરૂપે અન્યતર કારણતાનો વ્યવહાર કેમ થાય છે ? એ શંકાનું સમાધાન કરાય છે
अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता । द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ॥१७- ६॥
“અનુટને ગૌણ કહેવાય છે અને ઉત્કટને મુખ્ય કહેવાય છે. આ અનુટત્વ અને ઉત્કટત્વ બંન્ને પ્રત્યેક(દૈવ પુરુષકાર-એક એક)જન્યત્વના વ્યવહારનું કારણ છે.’-આ
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે દૈવ અથવા પુરુષકાર જો અનુટ હોય તો તેમાં ગૌણત્વ મનાય છે. અલ્પત્વસ્વરૂપ અહીં ગૌણત્વ વિવક્ષિત નથી. કારણ કે અલ્પ પણ બળવાન હોય તો તેમાં ઉત્કટત્વના કારણે ગૌણત્વનો વ્યવહાર થતો નથી. આવી જ રીતે દૈવ અથવા પુરુષકાર જો ઉત્કટ હોય તો તેમાં મુખ્યત્વે મનાય છે.
એ ગૌણત્વ અને મુખ્યત્વે બંન્નેથી પ્રત્યેક અર્થાત્ કૈવ અથવા પુરુષકારથી જન્મત્વનો વ્યવહાર તે તે કાર્યમાં કરાય છે. અન્યથા કાર્યમાત્ર દૈવ અને પુરુષકાર ઉભયથી જન્ય હોય તો તે તે કાર્યમાં દૈવજન્યત્વ અથવા પુરુષકારજન્યત્વ સ્વરૂપ પ્રત્યેકજન્યત્વનો વ્યવહાર પ્રામાણિક નહીં બને. આથી સમજી શકાશે કે પ્રત્યેકજન્યત્વ(પ્રત્યેકથી ઉત્પન્ન થવું)ના વ્યવહારનું નિયામક દૈવાદિની ગૌણતાદિ છે. ૧૭-૬॥ Be
-
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટપણે જણાવાય છેउत्कटेन हि दैवेन, कृतं दैवकृतं विदुः । तादृशेन च यत्नेन कृतं यत्नकृतं जनाः ॥१७- ७॥
“ઉત્કટ એવા દૈવથી કરાયેલા કાર્યને દૈવકૃત કાર્ય અને ઉત્કટ પ્રયત્નથી કરાયેલ કાર્યને યત્નકૃત કાર્ય તરીકે લોકો જાણે છે.’’–આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્કટદેવકૃતત્વનું જ્ઞાન હોય અથવા દૈવને છોડીને અનુત્કટ એવા પુરુષાર્થ-યત્નકૃતત્વનું જ્ઞાન હોય ત્યારે
Page #17
--------------------------------------------------------------------------
________________
તે જ્ઞાન તે કાર્યમાં દૈવકૃતત્વના વ્યવહારનું પ્રયોજક બને છે. તેમ જ યત્નકૃતત્વના વ્યવહારનું પ્રયોજક ઉત્કટયત્નકૃતત્વનું જ્ઞાન અથવા અનુક્ટદેવકૃતત્વનું જ્ઞાન પ્રયોજક બને છે.
યદ્યપિ સૈવવૃત્તમિદં, ન પુરુષારતમ્... ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ હોવાથી એક કાર્યમાં ઉભયકૃતત્વ નહીં માનવું જોઈએ; પરંતુ એ વ્યવહાર ઉત્કટપુરુષકારકૃતત્વાભાવને સમજાવે છે. સર્વથા પુરુષકારકૃતત્વાભાવવિષયક એ વ્યવહાર નથી. તેથી દેવકૃતકાર્યમાં અનુત્કટપુરુષાર્થકૃતત્વ માનવામાં કોઈ દોષ નથી. ૧૭-શા
રૈવતગિ, પુ રસ્કૃતમ... ઈત્યાદિ વ્યવહાર, વિશેષગ્રાહી વ્યવહારને આશ્રયીને કઈ રીતે સદ્ગત છે તે જણાવીને હવે સામાન્ય(વિશેષની વિવક્ષા વિના)ગ્રાહી વ્યવહારને આશ્રયીને તે અંગે જણાવાય છે
अभिमानवशाद् वाऽयं, भ्रमो विध्यादिगोचरः । निविष्टबुद्धिरेकत्र, नान्यद्विषयमिच्छति ॥१७-८॥
“અથવા આ દૈવકૃત છે અને પુરુષકારકૃત નથી'-આ વિધિનિષેધવિષયક વ્યવહાર અહંકારને લઈને થયો હોવાથી ભ્રમસ્વરૂપ છે. કારણ કે એક વિષયમાં બુદ્ધિ નિવિષ્ટ હોય તો ત્યારે તે બીજા વિષયને ઈચ્છતી નથી. અર્થા ગ્રહણ કરતી નથી.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, “આ દેવકૃત છે અને પુરુષકારકૃત
Page #18
--------------------------------------------------------------------------
________________
નથી..’ઈત્યાદિ વ્યવહાર ઉપર જણાવ્યા મુજબ ઉત્કટ પુરુષકારકૃતત્વાભાવનું અવગાહન કરે છે-એમ જણાવીને તેની પ્રામાણિકતાને જણાવી. હવે પ્રકારાંતરે તે ભ્રમસ્વરૂપ છે તે જણાવાય છે. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારનું સામર્થ્ય સમાન છે-એમ માનનાર વ્યવહારનય ‘કોઈ પણ કાર્યમાં પુરુષકારકૃતત્વ નથી' એવા વ્યવહારને ઉચિત ના માને. તેથી વિધિ અને નિષેધ વિષયક એ વ્યવહાર, અહંકારસ્વરૂપ દોષના કારણે થયો હોવાથી આભિમાનિક ભ્રમાત્મક છે.
અહંકારનું કારણ પણ એ છે કે એક વાર બુદ્ધિ જે વિષયને તીવ્ર અભિલાષથી ગ્રહણ કરી તેમાં ઉપરક્ત બને છે ત્યારે તે વિષયને છોડીને બીજા વિષયને ગ્રહણ કરવા તત્પર બનતી જ નથી. આથી જ એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાના કારણે તેનાથી બીજા ધર્મનો ગ્રહ થતો નથી. આમાંથી જ આહાર્યજ્ઞાન ઉત્પન્ન થતું હોય છે, જે એક જાતિનો ભ્રમ જ હોય છે. જ્ઞાતાને ચોક્કસ ખબર હોય છે કે શાખ પીળો હોતો નથી. એમ છતાં ‘શફ્ટે વીતત્ત્વજ્ઞાન નાયતામ્' આવી ઉત્કટ ઈચ્છાથી થતું શવ: પીતઃ એવું જ્ઞાન જેમ પ્રમાણ મનાતું નથી તેમ દૈવ અને પુરુષકાર : બંન્ને, કાર્યમાત્રની પ્રત્યે સમાનપણે કારણ છે-એમ માનનારા અવિશેષગ્રાહી વ્યવહારનયની અપેક્ષાએ ‘વૈવતમિવું, ન પુરુષારતમ્'... ઈત્યાઘાકારક વિધિનિષેધવિષયક જ્ઞાન પ્રમાણ મનાતું નથી, પરંતુ ભ્રમાત્મક મનાય છે. કારણ કે તે સ્વારસિક છે...
૧૧
Page #19
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ઉપદેશપદ'માં પ્રસિદ્ધ એ વસ્તુને ગ્રંથકાર પરમર્ષિએ ઉપદેશરહસ્ય'માં વર્ણવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. ૧૭-૮
સાપેક્ષમસમર્થ... ઈત્યાદિ (સ્લો.નં. ૩) શ્લોથી જણાવેલી વાત બરાબર નથી-તે જણાવાય છે અર્થાત્ તેમાં દૂષણ જણાવાય છે
यदीष्यते परापेक्षा, स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता, न युक्तं दृष्टबाधनम् ॥१७-९॥
જો કારણની પોતાની ઉત્પત્તિ અને તેના પરિણામને વિશે કારણને છોડીને બીજાની અપેક્ષા હોય તો કાર્યની ઉત્પત્તિ વગેરેમાં પણ તેવી અપેક્ષા યુક્ત જ છે. કારણ કે અનુભવસિદ્ધ વસ્તુનો બાધ-અપલાપ કરવો યુક્ત નથી.'આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે કારણને જે કાર્ય કરવામાં બીજા કારણની અપેક્ષા છે, તે કારણ તે કાર્યની પ્રત્યે અસમર્થ છે. તેથી તે તે કાર્યની પ્રત્યે દૈવાદિકારણને સ્વતંત્ર(અસાપેક્ષ) કારણ મનાય છે...ઈત્યાદિ સાક્ષા... (૨૭-૩) આ શ્લોથી જણાવ્યું છે.
આ અંગે જણાવતાં આ શ્લોથી જણાવ્યું છે કે તે તે કાર્યની પ્રત્યે જે પણ કારણ(અસાપેક્ષ) માનવામાં આવે છે, તે દૈવાદિકારણની ઉત્પત્તિ અથવા પરિણતિ(અવસ્થાન્તર
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રામિ)ની પ્રત્યે કારણને દેવાદિને) છોડીને બીજા કારણની અપેક્ષા હોય તો પોતાથીદેવાદિથી) જન્ય કાર્યની પ્રત્યે દેવાદિકારણને પુરુષકારાદિની અપેક્ષા હોય, તે યોગ્ય જ છે. કારણ કે સહકારીકરણના સમવધાન વડે કારણ કાર્યનું ઉત્પાદક બને છે, તે અનુભવસિદ્ધ છે. તેનો બાધ-અપલાપ યુક્ત નહીં બને. ૧૭-૯ો.
વિશિષ્ટ હેતુë. ઈત્યાદિ (શ્લો. નં. ૪) શ્લોથી જણાવેલી વાતમાં દોષ જણાવાય છેविशिष्य कार्यहेतुत्वं, कार्यभेदे भवेदपि ।। अन्यथा त्वन्यथासिद्धिरन्यत्रातिप्रसङ्गकृत् ॥१७-१०॥
“કાર્યભેદ (તે તે કાર્યની ભિન્નતા) હોતે છતે વિશેષસ્વરૂપે(અસાપેક્ષ) કાર્યની પ્રત્યે કારણતા ઘટી પણ શકે, પરંતુ કાર્યભેદ ન હોય તો અન્યથાસિદ્ધિ; અન્યત્ર અતિપ્રસજ્ઞને કરનારી છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના શ્લોક નં. ૪ માં જણાવ્યા મુજબ દૈવ અને પુરુષકાર-બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એમની સાથે બીજાનું અસ્તિત્વ(સન્નિધાન) ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે અન્યથાસિદ્ધ છે. આ વિષયમાં અહીં આ શ્લોથી જણાવ્યું છે કે, તે તે કાર્યમાં જે ભેદ મનાય છે તે પ્રામાણિક હોય તો તે રીતે વિશેષ સ્વરૂપે
Page #21
--------------------------------------------------------------------------
________________
કારણને દેવાદિને) કાર્યની પ્રત્યે હેતુ માની પણ શકાય. એ મુજબ તાર્ણ વહિતૃણવિશેષથી ઉત્પન્ન વિજાતીય વહિ)ની પ્રત્યે તૃણને અને અરણિનિર્મન્થનાદિથી જન્ય વહિની પ્રત્યે અરણિનિર્મન્થનાદિને કારણ મનાય છે તેમ જ અરણ્યમાં ઉત્પન્ન થનારા આરણ્ય વગેરે વહિવિશેષની પ્રત્યે અરણ્યાદિને કારણ મનાય છે.
પરંતુ એવા પ્રકારનો કાર્યનો ભેદ ન હોય તો એક કારણને લઈને બીજા કારણને અન્યથાસિદ્ધ કહેવાનું ઉચિત નથી. કારણ કે તેમ કરવાથી અન્યત્ર અતિપ્રસિદ્ઘ આવશે. આશય એ છે કે યોગની સિદ્ધિમાં કોઈ ભેદ ન હોય તો તે તે યોગની સિદ્ધિ પ્રત્યે સ્વતંત્રપણે દૈવને કે પુરુષકારને કારણ માનવામાં આવે અને તેની સાથે રહેનાર પુરુષકારને કે દૈવને અન્યથાસિદ્ધ માનવામાં આવે તો યોગસિદ્ધિને છોડીને બીજે પણ એ અતિપ્રસિદ્ઘ આવશે. અર્થ ઘટાદિ કાર્યની પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં.. ઈત્યાદિ કહી શકાય છે. યદ્યપિ ચકથી ઈતર દંડાદિ સકલ સામગ્રી હોતે છતે ચક્ર હોય તો ઘટ થાય છે અને તે ન હોય તો ઘટ થતો નથી. આ સ્વતંત્ર અન્વય અને વ્યતિરેકના કારણે ઘટની પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં.. ઈત્યાદિ કહી શકાય એવું નથી. પરંતુ એ રીતે તો દૈવ વગેરે હોતે છતે પુરુષકારથી યોગની સિદ્ધિ થાય છે. અને તે ન હોય ત્યારે યોગની સિદ્ધિ થતી નથી. ઈત્યાદિ અન્વય વ્યતિરેક તો અહીં પણ સમાન જ છે. તેથી એકને કારણે માની બીજાને અન્યથાસિદ્ધ માનવાનું ઉચિત નથી-એ સમજી શકાય
Page #22
--------------------------------------------------------------------------
________________
9. 1190-901|
દૈવ(ભાગ્ય) પ્રબળ હોય તો ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; તેથી ફળની પ્રત્યે દૈવને જ કારણ માનવામાં આવે છે, પ્રયત્નને નહીં-આ વાત બરાબર નથી, તે જણાવાય છે
क्वचित्कर्मेव यत्नोऽपि, व्यापारबहुलः क्वचित् । अन्ततः प्राग्भवीयोऽपि, द्वावित्यन्योन्यसंश्रयौ ॥१७- ११ ॥
“કોઈ કાર્યમાં જેમ કર્મ ઉત્કટ હોય છે તેમ કોઈ કાર્યમાં પ્રયત્ન પણ ઉત્કટ હોય છે. કોઈ વાર વર્તમાનમાં પ્રયત્નની પ્રચુરતા(ઉત્કટતા) જણાતી ન પણ હોય તો તે ઉત્કટ પ્રયત્ન પૂર્વભવનો છે-એ ચોક્કસ છે. આ રીતે ફળની પ્રત્યે દૈવ(કર્મ) અને પુરુષકાર(પ્રયત્ન) બંન્ને પરસ્પર સાપેક્ષપણે પ્રયોજક મનાય છે.''-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે દૈવ પ્રબળ હોય તો ખૂબ જ અલ્પ પ્રયત્ને ચિકાર ફળ પ્રાપ્ત થાય છે અને ચિકાર પ્રયત્ન કરવા છતાં ભાગ્યની મંદતાએ અલ્પ-નહીંજેવું ફળ પ્રાપ્ત થાય છે-આવું ઘણીવાર જોવા મળતું હોય છે. આથી એમ જ લાગે કે ફળના ઉત્કર્ષથી દૈવમાં જ ફળપ્રયોજક્તા છે અને પુરુષકારમાં તે નથી. પરંતુ આ વાત ઉચિત નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ દૈવની પ્રચુરતાની જેમ કોઈ વાર પ્રયત્નની પણ પ્રચુરતા જોવા મળે છે. જ્યાં પણ દૈવાધિક્ય
૧૫
Page #23
--------------------------------------------------------------------------
________________
સ્થળે પ્રયત્નની અલ્પતા જોવા મળે ત્યાં પૂર્વભવસંબંધી પ્રયત્નની અધિકતા માનવાનું આવશ્યક છે. કારણ કે ઉત્કૃષ્ટ પ્રયત્ન વિના ઉત્કૃષ્ટ દેવની ઉત્પત્તિ શક્ય નથી. આ રીતે યોગની સિદ્ધિ વગેરે સ્વરૂપ ફળના ઉત્કર્ષની પ્રત્યે પ્રયોજક એવા ઉત્કર્ષના આશ્રય તરીકે દેવ અને પુરુષકાર બંન્ને તે તે ફળને ઉત્પન્ન કરવામાં પરસ્પર અપેક્ષાવાળા છે.
યોગબિંદુમાં આ વાતને જણાવતાં ફરમાવાયું છે કે“અત્યંત અલ્પ એવા પણ વ્યાપાર(પ્રયત્નોથી જે કર્મ ફળને આપનારું બને છે અને મોટા એવા પણ પુરુષાર્થથી જે કર્મ નિષ્ફળ જાય છે તે દૈવ નામનું શુભાશુભ કર્મ ચિત્ર (અનેક પ્રકારનું) છે. આવી જ રીતે કર્મની અપેક્ષાએ વ્યાપાર-બહુલ (ઉત્કટ) પુરુષકાર પણ ચોક્કસપણે જન્માન્તરમાં પણ ફળનું કારણ બને છે-તે સમજી લેવું જોઈએ. આ પ્રમાણે દૈવ અને પુરુષકાર ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ છે-એમ વિદ્વાનોએ કહ્યું છે.”. (જુઓ યોગબિંદુમાં ગ્લો.નં. ૩૨૨, ૩૨૩, ૩૨૪). I૧૭-૧૧ાા.
આ વિષયમાં સામ્યોની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે
कर्मैव ब्रुवते केचित्, कालभेदात् फलप्रदम् । तन्नैहिकं यतो यत्नः, कर्म तत्पौर्वदेहिकम् ॥१७-१२॥
કેટલાક લોકો(સાખ્યો) કહે છે કે કાલવિશેષે કર્મ
Page #24
--------------------------------------------------------------------------
________________
જ ફળને આપનારું છે.' પરંતુ તે બરાબર નથી. કારણ કે આ લોકમાં થતા વ્યાપાર, ધંધો, નોકરી વગેરે સ્વરૂપ કર્મ(ક્રિયા)ને યત્ન કહેવાય છે અને પૂર્વભવના શરીરથી જન્મ જે છે તે કર્મ છે.’’-આ પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે સાખ્ખો એમ કહે છે કે પ્રધાન જેનું બીજું નામ છે તે કર્મ જ યોગની સિદ્ધિમાં કાવિશેષે તે તે કાર્યને કરનારું છે, પુરુષકાર ફળપ્રદ નથી. તે તે કર્મ જે કાળે પોતાના વિપાક(ફળ)ને દર્શાવવા સમર્થ બને છે, તે કાળને પાકેલો કાળ મનાય છે. કાળ પાકે ત્યારે જ તે તે કર્મ તે તે કાર્યને કરનારું બને છે. કાળનો પરિપાક ન થયો હોય ત્યારે કર્મથી પણ ફળની પ્રાપ્તિ થતી નથી. યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-સાંખ્યોએ કેવળ પુરુષકારથી રહિત કર્મ(પ્રધાન) જ કાલવિશેષને પ્રાપ્ત કરી તે તે કાર્યને કરનારું બને છે, એમ માન્યું છે.
પરંતુ સાંખ્યોની એ વાત બરાબર નથી. કારણ કે વ્યાપાર, ધંધો અને રાજાની સેવા વગેરે સ્વરૂપ નોકરી આદિ આ લોક સંબંધી કર્મોને યત્ન કહેવાય છે અને પૂર્વભવમાંના શરીરથી ઉદ્ભવેલું કે જે સંસ્કારસ્વરૂપે અથવા તેવા પ્રકારના કાર્યણવર્ગણાના પુદ્ગલના સંબંધના કારણે આત્મામાં અવસ્થિત છે તેને કર્મ કહેવાય છે. યદ્યપિ આથી સાફખ્સોએ જણાવેલી વાતની અયુક્તતા સ્પષ્ટ થતી નથી, પરંતુ તે હવે જણાવાશે. ।।૧૭–૧૨૫
૧૭
Page #25
--------------------------------------------------------------------------
________________
સાખ્યોનું કથન અયુક્ત છે, તે જ જણાવાય છેभवान्तरीयं तत्कार्य, कुरुते नैहिकं विना । द्वारत्वेन च गौणत्वमुभयत्र न दुर्वचम् ॥१७-१३॥
પૂર્વભવમાં ઉપાર્જેલું તે કર્મ આ લોક સંબંધી કર્મ (યત્ન) વિના કાર્ય કરતું નથી. દ્વાર હોવાના કારણે યત્ન ગૌણ છે, આ પ્રમાણે બંન્ને સ્થાને કહેવાનું અશક્ય નથી.”આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ભવાંતરમાં ઉપાર્જેલું શુભાશુભ કર્મ જ્યારે પણ ધનની પ્રાપ્તિ વગેરે જે ફળને આપવાનું કાર્ય કરે છે, તે આ લોક સંબંધી વ્યાપાર કે રાજ્યસેવાદિ સ્વરૂપ કર્મ(યત્ન) વિના કરતું નથી. તેથી જ્યાં દેવ છે ત્યાં ફળ છે અને જ્યાં દેવ નથી ત્યાં ફળ પણ નથી'-આ અન્વયવ્યતિરેકની જેમ, “જ્યાં ઐહિક કર્મ (યત્ન) છે, ત્યાં ફળ છે અને જ્યાં ઐહિક કર્મ (વાણિજ્યાદિ સ્વરૂ૫)-યત્ન નથી. ત્યાં ફળ પણ નથી'-આ અન્વયવ્યતિરેક પણ સમાન હોવાથી પૌર્વદેહિક કર્મ-દૈવની જેમ ઐહિક પણ કર્મ-પત્નને કાર્યની પ્રત્યે કારણ માનવું જોઈએ. જેથી દેવ અને પુરુષકાર બંન્ને પરસ્પર સાપેક્ષપણે કાર્યની પ્રત્યે કારણ છે-એ સ્પષ્ટ છે.
યોગબિંદુમાં એ અંગે જણાવ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વગેરે હેતુઓથી આત્માએ કરેલું જે પૂર્વભવના શરીરમાં થયેલું કર્મ છે તેને દૈવ તરીકે જાણવું તેમ જ આ ભવમાં વ્યાપારી લોકો વગેરે દ્વારા વાણિજ્યાદિ (ધંધો વગેરે) જે કર્મ કરાય છે તે પુરુષકાર છે. પૂર્વભવનું કર્મ હોવા છતાં
Page #26
--------------------------------------------------------------------------
________________
આ ભવમાં તેમને વાણિજ્ય-રાજ્યસેવાદિ કર્મ કરવું પડે છે, ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. યો.બિંદું-૩૨૫। આ કર્મ; જીવનો તેવા પ્રકારનો વ્યાપાર ન હોય તો જે કારણે પોતાના કાર્યને કરનારું તે બનતું નથી, તેથી તે બંન્નેનું પૂર્વે જણાવ્યા મુજબનું પરસ્પર અપેક્ષાવાળું સ્વરૂપ વાસ્તવિક છે. II૩૨૬॥
“જેમ દંડથી જન્ય ચક્રભ્રમણ દ્વારા ઘટ થતો હોવાથી ત્યાં દંડ મુખ્ય કારણ અને ચક્રભ્રમણ ગૌણ કારણ મનાય છે તેમ પૌર્વદૈહિક કર્મ આ ભવના યત્ન દ્વારા ફળની પ્રત્યે કારણ બનતું હોવાથી દૈવ મુખ્ય કારણ છે અને યત્ન દ્વાર-વ્યાપાર હોવાથી ગૌણ કારણ છે.’’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે તો દૈવ પણ; તેના પૂર્વભવના શરીરમાં ઉદ્ભવેલા યત્નનો વ્યાપાર હોવાથી દૈવને પણ ગૌણ કારણ માનવું પડશે. જેમ દૈવ વિના યત્ન થતો નથી તેમ યત્ન વિના પણ દૈવનો સંભવ ક્યાં છે ? તેથી ફળની પ્રત્યે દૈવ અને પુરુષકાર ઉભય સમાન રીતે કારણ છે. 1190-9311
કેવળ દૈવને ફળની પ્રત્યે કારણ માનવામાં દૂષણાંતર જણાવાય છે
9
अपेक्ष्ये कालभेदे च हेत्वैक्यं परिशिष्यते । दृष्टहानिरदृष्टस्य, कल्पनं चातिबाधकम् ।।१७- १४॥
“તે તે ફળની પ્રત્યે કાલવિશેષને લઈને માત્ર કર્મને (દૈવને) કારણ માનવામાં આવે તો કારણનું ઐક્ય જ માનવાનું
૧૯
Page #27
--------------------------------------------------------------------------
________________
રહે છે. એ રીતે કષ્ટ કારણોની હાનિ અને અદષ્ટ કારણની કલ્પના અત્યંત દુષ્ટ છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે કાર્યમાત્રની પ્રત્યે માત્ર દેવને જ કારણ માનવામાં આવે તો ભિન્ન ભિન્ન કાળમાં થનારાં તે તે કાર્યની પ્રત્યે કાલવિશેષને લઈને તે તે કાર્યની ઉત્પત્તિને ઉપપન્ન કરી શકાય છે. અર્થાત્ તે તે કાળની અપેક્ષાએ દેવથી તે તે કાળે તે તે કાર્યની ઉત્પત્તિ થાય છે-આ પ્રમાણે માનીને ફળની પ્રત્યે કેવળ કર્મની કારણતાને કેટલાક લોકો માને છે. પરંતુ એમ માનવાથી તે તે કાલમાં થનાર છે તે કાર્યની પ્રત્યે તે તે ક્ષણને જ કારણ માનવાથી કોઈ દોષ નહીં આવે. તેથી કાર્યની પ્રત્યે એક જ(ક્ષણને જ) કારણ માનવાનો પ્રસંગ આવશે.
* યદ્યપિ તે તે કાળમાં થનાર કાર્ય તે તે દેશમાં (સ્થાનમાં) જ (સર્વત્ર નહિ) થતું હોવાથી તે તે કાર્યની પ્રત્યે તે તે દેશને પણ કારણ માનવાનું આવશ્યક હોવાથી કારઐક્યના પરિશેષનો પ્રસર્ગ આવતો નથી. પરંતુ તે તે ક્ષણનો સ્વભાવ જ છે કે તે પોતાના કાર્યને તે તે દેશમાં જ કરે છે. આ પ્રમાણે સ્વભાવથી જ દેશનું નિયમન(તે તે દેશમાં જ કાર્યનું થવું) શક્ય હોવાથી કારણના ઐક્યના પરિશેષનો પ્રસદ્ગ છે જ.
કથંચિત્ તે; દેવમાત્રકારણતાવાદીને ઈષ્ટ છે-એમ માનવામાં આવે તો તેમને જે દોષ આવે છે તે આ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે ફળની પ્રત્યે માત્ર દૈવ-કર્મને કારણ માનવામાં આવે તો નજરે દેખાતાં
Page #28
--------------------------------------------------------------------------
________________
એવા યત્ન વગેરે કારણોનો ત્યાગ કરાય છે અર્થાત્ તેમાં કારણતાનો નિષેધ કરાય છે અને અદષ્ટ એવા દૈવ-પ્રધાન(કર્મ)ની કલ્પના કરાય છે, એ અત્યંત દુષ્ટ છે. દષ્ટનો અપલાપ અને અદષ્ટની કલ્પના અત્યંત દોષાવહ છે-એ સમજી શકાય છે. તેથી સાખ્યોએ જણાવેલી વાત બરાબર નથી... એ સ્પષ્ટ છે. ૧૭-૧૪
દૈવ-કર્મ અદષ્ટ-અતીન્દ્રિય હોવાથી દષ્ટ કારણોના સમુદાય વડે જ કાર્યની ઉત્પત્તિ ઉપપન્ન થતી હોય તો તેને (દેવને) ફળની પ્રત્યે કારણ માનવાની આવશ્યક્તા નથી.આ નાસ્તિક જેવાની માન્યતાનું નિરાકરણ કરાય છેदृष्टेनैवोपपत्तौ च, नादृष्टमिति केचन । फले विशेषात् तदसत्, तुल्यसाधनयोर्द्वयोः ॥१७-१५॥
દષ્ટ એવાં કારણોના સમુદાયથી જ કાર્યની ઉપપત્તિ થતી હોય તો અદષ્ટ એવા દૈવને કારણ માનવાની આવશ્યકતા નથી-આ પ્રમાણે કેટલાક કહે છે. પરંતુ એકસરખાં કારણો હોવા છતાં ફળમાં વિશેષતા દેખાતી હોવાથી તે કથન અસત્ છે.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે તે તે સુખદુઃખાદિ કાર્યોની પ્રત્યે નજરે દેખાતાં તેનાં સાધનોથી જ આ જગતની વ્યવસ્થાનો નિર્વાહ થઈ જાય છે. તેથી તે તે કાર્યોની પ્રત્યે અતીન્દ્રિય-અદષ્ટ કર્મને કારણ માનવાની આવશ્યક્તા નથી-આ પ્રમાણે નાસ્તિક જેવા લોકો
Page #29
--------------------------------------------------------------------------
________________
કહે છે.
તેમનું કથન એ છે કે વિધાન કરાયેલાં પૂજાદિ કર્મથી અને નિષેધ કરાયેલાં હિંસાદિ કર્મથી ભવાંતરમાં જે સુખ અને દુઃખ વગેરે સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ વખતે (તેની અવ્યવહિત પૂર્વક્ષણે) તે તે પૂજા અને હિંસાદિ સ્વરૂપ કર્મ-અનુષ્ઠાન ન હોવાથી તે અનુષ્ઠાનજન્ય અદષ્ટ (પુણ્ય-પા૫)-કર્મની કલ્પના કરાય છે, જેથી પૂર્વજન્મનાં તે તે અનુષ્ઠાનો પોતાથી જન્ય એવા અદટ(ધર્માધર્મ)-કર્મ દ્વારા પરલોકમાં સુખ-દુઃખાદિનાં જનક બને છે. પરંતુ એ માટે અદષ્ટ-દૈવની કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે પૂજાદિ તે તે અનુષ્ઠાનોથી પોતાના ધ્વંસ દ્વારા તે તે સુખદુઃખાદિ કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. “આ રીતે અદષ્ટકર્મને કારણ માનવામાં આવે નહિ અને તે તે અનુષ્ઠાનના ધ્વસને કારણ માનવામાં આવે તો પૂજાદિ અનુષ્ઠાનોથી, તેનો ધ્વસ સર્વદા વિદ્યમાન હોવાથી નિરંતર સુખ-દુઃખાદિ ફળ પ્રાપ્ત થયા જ કરશે, ક્યારેય ય તેનો વિરામ નહીં થાય. અદષ્ટને કારણ માનવાથી જ્યારે ચરમ સુખદુઃખાદિના ભોગથી અદષ્ટનો નાશ થશે એટલે ત્યારે ફળનો ઉપરમ થશે. ધ્વસનો નાશ થતો ન હોવાથી ફળનો ઉપરમ(વિરામ) નહીં થાય. તેથી ફળના ઉપરમની અનુપપત્તિ ન થાય એ માટે અદષ્ટની કલ્પના કરવી જોઈએ.”-આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે અદષ્ટનો સ્વીકાર કર્યા પછી પણ કાલાંતરે જ(વિવક્ષિત કાળે) ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભિન્ન કાળમાં તો અદષ્ટ
Page #30
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં ફળનો વિરામ જ હોય છે. તેમ ધ્વંસની વિદ્યમાનતામાં પણ ફળનો વિરામ શક્ય છે. આ પ્રમાણે કેટલાક લોકોનું કહેવું છે, તેની અયુક્તતાને શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવાય છે.
એનો આશય એ છે કે એકસરખા દૃષ્ટ કારણસ્વરૂપ યત્ન વગેરે હોવા છતાં બે આત્માઓને એકસ્વરૂપ ફળ મળતું નથી. પરંતુ તેમનાં ફળોમાં વિશેષતા હોય છે. એ બંન્ને આત્માઓના અદષ્ટમાં ફરક માન્યા વિના ફળવિશેષની સિદ્ધિ શક્ય નથી. લોકમાં પણ આવું જોવા મળે છે કે એકસરખું જ દુગ્ધપાન હોવા છતાં કોઈને તેનાથી દુ:ખ થાય છે અને કોઈને તેથી સુખ થાય છે. આ ફળવિશેષમાં નિયામક, તે તે આત્માનું અદવિશેષ જ છે. ‘કાકડી વગેરેની જેમ કોઈ વાર દૂધ પીવાથી પિત્તાદિ રસ ઉત્પન્ન થવાના કારણે દુગ્ધપાનાદિથી સુખ-દુ:ખાદિની ઉત્પત્તિ થતી હોય છે. તેથી અદૃષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી.’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે અદષ્ટ માનવામાં ન આવે તો સર્વત્ર દુગ્ધપાનાદિના કારણે પિત્તાદિરસનો ઉદ્ભવ માનવાનો પ્રસંગ આવશે.
“રોગીને જેમ ઔષધાદિથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ સહકારી દટકારણોથી સુખદુ:ખાદિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી અદષ્ટ-કર્મની કલ્પના કરવાની જરૂર નથી.’’ આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તેથી ઔષધનું સેવન કરનારાદિ સૌને સુખાદિની પ્રાપ્તિ સમાનપણે થવાનો પ્રસંગ આવશે.
૨૩
Page #31
--------------------------------------------------------------------------
________________
“ઔષધાદિનું સેવન કરનારના શરીરની ધાતુઓની વિષમતાદિના કારણે તેમને સરખી રીતે સુખાદિની પ્રાપ્તિ થતી નથી.” આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે ધાતુની વિષમતાદિના ઉત્તરકાળમાં જ ઔષધાદિનું સેવન હોવાથી તેનાથી તુરત જ સુખાદિની પ્રાપ્તિ થવી જોઈએ. આથી સ્પષ્ટ છે કે તુલ્યસાધનવાળાં બન્નેના ફળમાં જે વિશેષતા છે, તે દકારણને લઈને નથી. પરંતુ અદકારણને લઈને છે. એ મુજબ ભાષ્યકાશ્રીએ (૧૬૧૩ ગાથા) ફરમાવ્યું છે કે તુલ્યસાધનવાળાઓના ફળમાં જે વિશેષતા છે; તે, ઘડાની જેમ કાર્ય હોવાથી હે ગૌતમ ! કારણથી રહિત નથી. તે કારણ કર્મ છે. ૧૭-૧૫ના
અદષ્ટ-કર્મને કારણ માનવામાં ન આવે તો જે દોષ પ્રાપ્ત થાય છે તે જ જણાવાય છેन चापि क्षणिकं कर्म, फलायादृष्टमन्तरा । वैयर्थ्यञ्च प्रसज्येत, प्रायश्चित्तविधेरपि ॥१७-१६॥
“અદેટ-કર્મ(દેવ) વિના ક્ષણિક એવું કર્મ (અનુષ્ઠાનક્રિયા), ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ નહીં બને. તેમ જ અદષ્ટ વિના પ્રાયશ્ચિત્તનું વિધાન પણ વ્યર્થ બને છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવપૂજાદિસ્વરૂપ જે અનુષ્ઠાનો છે, તે અનુષ્ઠાનોનું સ્વર્ગાદિ સ્વરૂપ ફળ કાલાન્તરે બીજા ભવમાં જ્યારે પ્રાપ્ત થાય છે
Page #32
--------------------------------------------------------------------------
________________
ત્યારે તે અનુષ્ઠાનોનો નાશ થયેલો હોય છે. આ રીતે ફળની પ્રાપ્તિ થાય એ પહેલાં જ જે અનુષ્ઠાનો નષ્ટ થઈ જાય છે, એવાં તે ક્યિાકાશમાત્રથી ઉપરત થયેલાં અનુષ્ઠાનોને ક્ષણિક કર્મ કહેવાય છે. જેનાથી જે કાર્ય થવાનું છે, તે કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે તે કારણનું અસ્તિત્વ હોવું જોઈએ. ક્ષણિક કર્મોનું એવું સાક્ષાદ્ અસ્તિત્વ બાધિત હોવાથી સ્વજન્ય અદર દ્વારા તેનું અસ્તિત્વ ફળની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વેક્ષણે માનવામાં આવે છે. અન્યથા અદષ્ટની કલ્પના કરવામાં ન આવે તો કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ માનવી પડશે. આથી સમજી શકાશે કે અદષ્ટ(ધર્માધર્મ)ના અભાવે દેવપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનાત્મક ક્ષણિક કર્મ, (ર્યા પછી તુરત જ નષ્ટ થનાર) ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી.
કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણને ભાવસ્વરૂપ વ્યાપાર દ્વારા જ કારણ માનવામાં આવે છે. અર્થાત્ તેવા કારણમાં ભાવવ્યાપારકત્વેન વ્યાપકતા (કાર્યનિષ્ઠવ્યાપ્યતાનિરૂપિતવ્યાપકતા) માનવામાં આવે છે. યદ્યપિ કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણના વ્યાપાર તરીકે તેના ધ્વસને જ માની લેવાથી તાદશ ધ્વસ દ્વારા પણ કાલાંતરે સ્વર્ગાદિ ફળની ઉત્પત્તિ શક્ય છે. તેથી તે માટે ભાવસ્વરૂપ અદષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે તો સ્મૃતિની પ્રત્યે સંસ્કાર દ્વારા અનુભવને કારણ માનવાની જરૂર નહીં રહે. કારણ કે
Page #33
--------------------------------------------------------------------------
________________
અનુભવને તેના ધ્વસ દ્વારા જ સ્મૃતિની પ્રત્યે કારણ માનવાથી પણ સ્મૃતિની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સંસ્કારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. આ વાત ન્યાયકુસુમાગ્રલિમાં ઉદયનાચાર્યું પણ કરી છે કે “ર્મના અતિશય વિના (દ્વાર વિના) લાંબા કાળથી ધ્વસ્ત થયેલાં કારણ, ફળની ઉત્પત્તિમાં સમર્થ નથી.
ઉપર જણાવ્યા મુજબ ચિરધ્વસ્ત કારણોને ફળની ઉત્પત્તિની પ્રત્યે સ્વધ્વંસ દ્વારા કારણ માનવામાં આવે તો અનુભવને પણ તેના ધ્વસ દ્વારા સ્મૃતિની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવવાથી જે સંસ્કારના ઉચ્છેદનો પ્રસટ્ટ આવે છે તે ઈષ્ટ જ છે એમ કહેવામાં આવે તો અદષ્ટને ન માનવામાં દૂષણાંતર જણાવાય છે, વૈવસ્થ ર...ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે જે અદષ્ટાત્મક કર્મ (દેવપ્રધાન) માનવામાં ન આવે તો પ્રાયશ્ચિત્તનું વિધાન નિરર્થક બને છે. અધર્મનો નાશ કરવાથી જ પ્રાયશ્ચિત્તની સફળતા છે. “હિંસાદિના આચરણથી તેના ધ્વંસ દ્વારા પ્રાપ્ત થનારાં નરકાદિ દુઃખોનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે.'-આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે પ્રાયશ્ચિત્તના વિષયભૂત હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુઃખો પ્રાયશ્ચિત્તના વિધાન વખતે પ્રસિદ્ધ ન હોવાથી તેનો નાશ પ્રાયશ્ચિત્તથી શક્ય નથી. પ્રાયશ્ચિત્તથી તાદશ દુઃખોનો પ્રાગભાવ થાય છે' –એ કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે તે દુઃખાદિનો પ્રાગભાવ સાધ્ય નથી, અનાદિનો છે. 'પ્રાયશ્ચિત્તથી તે નરકાદિ દુ:ખોના પ્રાગભાવનો નાશ થતો નથી, પરંતુ તે જળવાઈ રહે છે. તે
૨ ૬
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ જ તેની સાધ્યતા છે. આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તે તે પ્રાગભાવ પોતાના તે તે પ્રતિયોગી(જેનો અભાવ હોય છે તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે.)નો જનક હોવાથી કાલાંતરે દુ:ખ પ્રાગભાવથી નરકાદિ દુઃખોની અવશ્ય ઉત્પત્તિ થશે. પ્રાયશ્ચિત્ત કરવાથી, હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુ:ખના પ્રાગભાવની સ્થિતિ ટકી રહે તો તે દુઃખપ્રાગભાવ પોતાના પ્રતિયોગી દુઃખનો નિયમા જનક હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ-ઉત્પત્તિ ચોક્કસ જ થવાનો પ્રસદ્ગ આવશે... ઈત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર-સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઈએ. ૧૭-૧દો.
આ રીતે દૈવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે ફળની પ્રત્યે સમાનરૂપે કારણ છે-તે જણાવ્યું. તે અંગે જે વિશેષ છે તે હવે જણાવાય છેविशेषश्चात्र बलवदेकमन्यनिहन्ति यत् । व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ॥१७-१७॥
દેવ અને પુરુષકાર બંન્ને, ફળની પ્રત્યે સમાનસ્વરૂપે કારણ હોવા છતાં તેમાં વિશેષતા છે કે એમાં જે બલવ છે તે બીજાને હણે છે. આમ છતાં પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો
Page #35
--------------------------------------------------------------------------
________________
સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહીં દેવ અને પુરુષકારની વિચારણામાં એ વિશેષ છે કે એ બેમાં જે એક બળવાન છે તે બીજા નિર્બળને હણે છે અર્થાત્ પોતાના ફળને આપવા દેતું નથી. જે નિર્બળ છે, તેનાથી જે ફળ ઉત્પન્ન થવાનું હોય તેને બળવાન થવા દેતું નથી.
“આથી તો કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષકાર એ બંન્નેમાંથી જે બળવાન છે તે એક જ કારણ બને છે. તેથી નિર્બળમાં કારણતા વ્યભિચારી થવાથી બન્ને પરસ્પર સાપેક્ષ કારણ છે'-આ વાતમાં તથ્ય નથી.” એ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી. આશય એ છે કે-દૈવ અને પુરુષકારમાં જે બળવાન છે અને બીજા નિર્બળને હણે છે, તે બળવાન પણ હનનના પ્રતિયોગી એવા નિર્બળના હનન માટે નિર્બળની અપેક્ષા કરે છે. જો નિર્બળ ન હોય તો બળવાન કોને હણે ? તેથી આ રીતે નિર્બળની અપેક્ષા હોવાથી દેવ અને પુરુષકાર બન્ને પરસ્પર સાપેક્ષ જ કારણ બને છે. માત્ર બળવાન દેવાદિના કારણે નિર્બળ એવા પુરુષકારાદિનો પ્રતિઘાત થતો હોવાથી પ્રતિઘાતના પ્રતિયોગી એવા પુરુષકારાદિને ગૌણ કારણ મનાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. મહામંત્રી કલ્પકના બળવાન પુરુષકારથી સ્વકુટુંબના વધને પ્રાપ્ત કરાવનારું કર્મ પ્રતિહત થયું હતું. અને દ્વારિકાનગરીના દાહની પ્રવૃત્તિ વખતે તે કર્મથી વાસુદેવ-બળદેવનો પુરુષાર્થ પ્રતિહત થયો હતો. દેવ અને પુરુષકારનું પરસ્પર તુલ્ય બળ
Page #36
--------------------------------------------------------------------------
________________
ન હોય તો આ રીતે એકબીજાથી એકબીજાનો ઉપઘાત શક્ય નથી. ૧૭-૧ળા
ઉપર જણાવ્યા મુજબ દેવ અને પુરુષકારમાં પરસ્પર ઉપઘાત્યોપઘાતકભાવ સિદ્ધ થવાથી જે સિદ્ધ થાય છે, તે જણાવાય છેकर्मणा कर्ममात्रस्य, नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु, तस्यैतदपि युज्यते ॥१७-१८॥
“મારા કર્મથી માત્ર કર્મના ઉપઘાતાદિ તાત્વિક રીતે થતા નથી. આત્માના પોતાના વ્યાપાર(ક્રિયા)થી કર્મ પ્રતિબદ્ધ હોય તો તેના પરસ્પર ઉપઘાતાદિ પણ સદ્ગત થાય છે.'આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કર્મને પોતાના ફળની ઉત્પત્તિની પ્રત્યે જીવના વ્યાપાર(યત્ન)ની અપેક્ષા ન હોય તો માત્ર કર્મથી માત્ર કર્મનો ઉપઘાત અથવા અનુગ્રહ સદ્ગત નહીં થાય. કારણ કે કર્મને સહાય ન હોવાથી તે કેવલ કર્મમાત્ર કર્મને હણવા માટે કે તેની ઉપર અનુગ્રહ કરવા માટે સમર્થ બનતું નથી. આત્મવ્યાપાર-પુરુષકારથી પ્રતિબદ્ધ-સાપેક્ષ હોય તો તે કર્મના ઉપઘાતાદિ શક્ય બને છે. કારણ કે ત્યારે તેને આત્મવ્યાપારની સહાય પ્રાપ્ત થતી હોય છે.
|૧૭-૧૮
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવેલી વાતને જ સ્પષ્ટ રીતે જણાવાય છેउभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्, सम्यग्न्यायाविरोधतः ॥१७-१९॥
તે તે કાલાદિ સહકારી કારણની અપેક્ષાએ દેવ અને પુરુષકાર-બંન્નેનો બાધ્યબાધક સ્વભાવ હોય તો તે બંન્નેનો ઉપઘાત્યોપઘાતક ભાવ; સયુક્તિના અવિરોધથી થઈ શકે છે.''-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જણાવાયો છે. દેવ અને પુરુષકાર બન્નેનો એકબીજાથી બાધિત થવાનો અને એકબીજાનો બાધ કરવાનો સ્વભાવ હોય તો જ કલાદિ સહાયકની અપેક્ષાએ દેવાદિ ઉપઘાત્ય કે ઉપઘાતક વાસ્તવિક રીતે થઈ શકે છે. - દેવ અને પુરુષાર્થ બંન્નેનો પરસ્પર બાધ્ય તેમ જ બાધક બનવાનો સ્વભાવ જ ન હોય તો બળવાન હોય કે ન હોય તોપણ તે ઉપઘાત્ય કે ઉપઘાતક બની શકશે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ વગેરે સહકારી કારણોનો ગમે તેટલો સહકાર પ્રાપ્ત થાય તોપણ તંતુનો ઘટોત્પાદક સ્વભાવ ન હોવાથી તંતુથી જેમ ઘટ થતો નથી તેમ દૈવાદિનો તેવો બાધ્ય-બાધક-સ્વભાવ ન હોય તો કોઈ પણ રીતે તેનો ઉપઘાત અને અનુગ્રહ નહીં થાય. તેથી દૈવ અને પુરુષકાર : બંન્નેનો બાધ્યબાધકસ્વભાવ માનવો જોઈએ. જેથી વિના વિરોધે સદ્ભક્તિથી એ બંન્નેમાં પરસ્પર ઉપઘાત્યઉપઘાતકભાવ સદ્ગત થાય છે. I૧૭૧૮
Page #38
--------------------------------------------------------------------------
________________
દૈવ અને પુરુષકારના પરસ્પર બાધ્યબાધકભાવને આશ્રયીને બીજી રીતે જણાવાય છેप्रतिमायोग्यतातुल्यं, कर्मानियतभावकम् । बाध्यमाहुः प्रयत्नेन, सैव प्रतिमयेत्यपि ॥१७-२०॥
“પ્રતિમાની યોગ્યતા જેવું અનિયતપણે ફળની પ્રત્યે કારણ બનનારું કર્મ, પ્રયત્નથી બાધ્ય બને છે. પ્રતિમાથી પ્રતિમાની યોગ્યતા જ બાધ્ય બને છે. આ પ્રમાણે પણ આચાર્યો કહે છે.”-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાની યોગ્યતાની જેમ ફળને ઉત્પન્ન કરવામાં કર્મ અનિયતભાવવાળું છે. ફળની પ્રત્યે નિયતભાવવાળું કર્મ હોય તો તે બાધ્ય નહીં બને. જે કર્મ ચોક્કસ નિયત સમયે પોતાના ફળને આપનારું છે, તે કર્મ કોઈ પણ રીતે ફળની પ્રત્યે બાધિત નહીં બની શકે. દરેક કાષ્ઠમાં પ્રતિમા થવાની યોગ્યતા હોવા છતાં ક્યારે ક્યા કાષ્ઠથી પ્રતિમા થવાની છે એ ચોક્કસ નથી, તેમ અનિયતભાવવાળું કર્મ છે. પ્રયત્નથી એવું કર્મ બાધ્ય બને છે અર્થાત્ સ્વજન્ય એવા ફળને ઉત્પન્ન કરવાથી નિવૃત્ત બને છે. પ્રતિમાથી જેમ પ્રતિમાની યોગ્યતા નિવૃત્ત થાય છે, તેમ પ્રયત્નથી અહીં કર્મ નિવૃત્ત થાય છે.
આ રીતે કર્મનો બાધ કરતી વખતે, તે ફળની ઉત્પત્તિની અનિયતતા(ગમે ત્યારે થવા સ્વરૂપ)ની વ્યાપક એવી જે નિયતિ(અનિયતપણે ચોક્કસ થવા સ્વરૂપ અવસ્થા) છે તે પુરુષકારને સહકારી કારણ બને છે. આથી સમજી શકાશે કે
Page #39
--------------------------------------------------------------------------
________________
કર્મથી અનિયતપણે જે કાર્ય ચોક્કસ થવાનું છે એવા કાર્યની પ્રત્યે પ્રયત્ન કર્મને બાધ્ય કરે છે. જે કાર્ય ચોક્કસપણે (નિયત) કર્મથી થવાનું છે, તે કાર્યને આશ્રયીને પ્રયત્નથી કર્મનો બાધ થતો નથી. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે-‘‘સુખ-દુ:ખાદિ ફળની પ્રત્યે, અનિયત-સ્વભાવવાળું ભિન્ન ભિન્ન પ્રકારવાળું જે કર્મ છે, તે અહીં પ્રયત્નથી બાધ્ય બને છે. જે કાષ્ઠાદિની પ્રતિમાની યોગ્યતા જેવું છે.'
1190-2011
અહીં દૈવ અને પુરુષકાર : બંન્નેની પરસ્પર બાધ્યબાધકતાના વિચારમાં, દૃષ્ટાંત(પ્રતિમાની યોગ્યતા) અને દાર્યાન્તિક(કર્મ-દૈવ)ની બાધકતાનું સામ્ય શબ્દના સામ્યથી જ છે અથવા વિકાર અને નાશ : ઉભયસાધારણ રૂપાંતર સ્વરૂપ પરિણતિને લઈને જ છે, એ અભિપ્રાયથી જણાવાય છે
प्रतिमायोग्यतानाशः, प्रतिमोत्पत्तितो भवेत् । कर्मणो विक्रिया यत्नाद्, बाध्यबाधकतेत्यसौ ॥१७- २१॥
“પ્રતિમાની ઉત્પત્તિના કારણે પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે અને પ્રયત્નના કારણે કર્મની વિક્રિયા થાય છે. આ બાધ્ય-બાધકતા છે.’’-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પ્રતિમાની ઉત્પત્તિ થવાથી કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો જે નાશ થાય છે
૩૨
Page #40
--------------------------------------------------------------------------
________________
તે જ બાધ છે. કાર્યની ઉત્પત્તિ થવાથી તેની પૂર્વેના અનાદિકાલીન પ્રાગભાવનો નાશ થાય : એ સમજી શકાય છે. આવી જ રીતે પ્રયત્નથી, વિવક્ષિત ફળને ઉત્પન્ન કરનારી કર્મમાં રહેલી શક્તિનો જે ભંગ થાય છે, તે ભંગસ્વરૂપ જ કર્મની વિક્રિયાને કર્મનો બાધ કહેવાય છે. તેથી આ બાધ્યબાધકતા(બાધ્યબાધકભાવ) છે. દૃષ્ટાંત અને દાર્થાન્ત : બંન્નેમાં આ રીતે બાધ શબ્દના સામ્યના કારણે ઐક્ય છે, બીજી રીતે નહિ.
તેથી, “પ્રતિમાના કારણે અથવા તેના કારણભૂત પ્રયત્નના કારણે પ્રતિમાની યોગ્યતાનો બાધ થયે છતે જેમ પ્રતિમાની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મની યોગ્યતાનો બાધ થયે છતે કર્મથી જન્ય એવા ફળની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.’’આ પ્રમાણેના કથનનું નિરાકરણ થાય છે. ઉપાદાન(સમવાયિ)કારણ જ પોતાના નાશથી અભિન્ન એવી ફ્લોત્પત્તિની પ્રત્યે નિયત(વ્યાપક) છે. નિમિત્તકારણ માટે એવો નિયમ નથી. સુખદુઃખાદિની પ્રત્યે કર્મની યોગ્યતા તો નિમિત્તકારણ છે. તેથી જેમ દંડના નાશથી ઘટની ઉત્પત્તિનો સંભવ નથી, તેમ કર્મની યોગ્યતાના નાશથી તજજન્ય લોત્પત્તિનો સંભવ નથી. કાષ્ઠ પ્રતિમાનું ઉપાદાનકારણ છે. આ રીતે દષ્ટાંત અને દાર્થાંતમાં વિશેષ છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ।।૧૭-૨૧
ઉપર જણાવ્યા મુજબ યત્નથી કર્મનો બાધ થયે છતે
૩૩
Page #41
--------------------------------------------------------------------------
________________
જો કર્મથી ફળની ઉત્પત્તિ જ થતી ન હોય તો તે કર્મમાં ફળને ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી-એમ માનવું જોઈએ. પ્રયત્નને કર્મના બાધક તરીકે માનવાની આવશ્યકતા નથી... આ શંકાનું સમાધાન કરાય છે
प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा । फलस्यानियमेऽप्येवमक्षता कर्मयोग्यता ||१७-२२॥
“જેમ પ્રતિમાના અનિયમમાં પણ પ્રતિમાની યોગ્યતા અક્ષત હોય છે. તેમ ફળના અનિયમમાં પણ કર્મની યોગ્યતા અક્ષત હોય છે.'' આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દરેક કાષ્ઠથી પ્રતિમા થાય જ છે એવો નિયમ ન હોવાથી દાર્વાદિદલમાં (કાષ્ઠ, પાષાણાદિ ખંડમાં) પ્રતિમાનું ઐકાન્ત્ય નથી. છતાં જે પણ કાષ્ઠાદિથી પ્રતિમા થઈ નથી તેમાં પ્રતિમાની યોગ્યતા રહેલી જ છે. એવો લોકવ્યવહાર પ્રસિદ્ધ છે. તેવી જ રીતે પુરુષકારથી બાધ્ય થવાથી જે પણ કર્મથી સુખદુ:ખાદિ સ્વરૂપ ફળની ઉત્પત્તિ થઈ નથી; એવા પણ કર્મમાં ફળની યોગ્યતા રહેલી જ છે. કર્મમાં રહેલી એ યોગ્યતા કર્મના શુભાશુભ રસ અને સ્થિતિ વિશેષ સ્વરૂપ છે, જે અધ્યવસાયવિશેષથી પ્રયુક્ત છે. આશય એ છે કે તે તે ફળને ઉત્પન્ન કરનારું કર્મ સામાન્ય રીતે સ્થિતિ અને રસને અનુસાર તે તે ફળને આપનારું બને છે. તેવા પ્રકારની સ્થિતિવિશેષ અને તેવા પ્રકારનો રસવિશેષ સ્વરૂપ યોગ્યતા કર્મમાં ન હોય તો તે કર્મ તે તે ફળનું કારણ નહીં બને. કર્મની તેવી યોગ્યતા પ્રામાણિક લોકમાં
૩૪
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ છે. ફળના અભાવમાં પણ પ્રયત્નથી બાધ્ય એવા કર્મમાં યોગ્યતાનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
એ પ્રમાણે “યોગબિંદુમાં જણાવ્યું છે કે-અહીં કાષ્ઠ કે પાષાણાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવા છતાં નિયમે કરી પ્રતિમા થાય છે-એવું નથી. છતાં પ્રતિમા ન થવાના કારણે કાષ્ઠાદિમાં અયોગ્યતા જ છે-એમ મનાતું નથી. કારણ કે પ્રતિમા માટે અયોગ્ય એવા જલ વગેરેના લક્ષણ(સ્વરૂપ)નો કાષ્ઠાદિમાં અભાવ હોવાથી લોકમાં એમ મનાય છે. તેથી પ્રતિમાની ઉત્પત્તિથી કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતાનો જેમ બાધ થાય છે, તેમ પુરુષકાર કર્મની યોગ્યતાનો બાધક બને છે. જેમ કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાનો વ્યવહાર ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી પ્રતિમાનું કાર્ય કરાતું હોય છે. કાર્ય ઉત્પન્ન થયા પછી તો સર્વત્ર કારણ, અકારણભૂત તરીકે વ્યવહારનો વિષય બને છે. આવી જ રીતે જ્યાં સુધી પુરુષકારથી, ભિન્ન પરિણતિ સ્વરૂપ વિડ્યિાને કર્મ પ્રાપ્ત કરાતું નથી, ત્યાં સુધી તે કર્મ અબાધિતસ્વરૂપે જ રહે છે. પરંતુ પુરુષકાર પ્રવૃત્ત થયે છતે કર્મ અને પુરુષકારનો બાધ્યબાધક ભાવ થાય છે... ઈત્યાદિ વિચારવું. I૧૭-૨૨ા
કાષ્ઠ વગેરેમાં રહેલી પ્રતિમાની યોગ્યતા જ પ્રતિમાને સ્વરૂપ કાર્યને ખેંચી લાવે છે. પ્રતિમા, તેની યોગ્યતાનો બાધ કરે છે એમ માનવાની જરૂર નથી. તેથી કર્મ જ પુરુષાર્થનું આક્ષેપક છે એમ માનવું જોઈએ, કર્મના બાધક
Page #43
--------------------------------------------------------------------------
________________
તરીકે પુરુષકારને માનવાની જરૂર નથી-આ શંકાનું સમાધાન કરાય છે
નારેિ પ્રતિમાક્ષેપે, તદ્ભાવ: સર્વતો ધ્રુવઃ । योग्यस्याsयोग्यता वेति, न चैषा लोकसिद्धितः ॥१७- २३॥
“કાજ વગેરે. પોતામાં રહેલી પ્રતિમાની યોગ્યતાના કારણે જ પ્રતિમાની ઉત્પત્તિના આક્ષેપક થતા હોય તો દરેક કાજ વગેરેથી નિશ્ચિતપણે પ્રતિમાની ઉત્પત્તિ થવાનો પ્રસઙ્ગ આવશે. અથવા યોગ્ય એવા કાષ્ઠાદિથી પ્રતિમાની ઉત્પત્તિનો આક્ષેપ ન થાય તો પ્રતિમા માટે કાષ્ઠાદિને અયોગ્ય માનવાનો પ્રસઙ્ગ આવશે. એ પ્રસઙ્ગ લોકપ્રસિદ્ધ નથી.’’–આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે.
ન
એનો આશય સ્પષ્ટ જ છે કે દરેક કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવાથી તે પ્રતિમાની આક્ષેપક હોય તો દરેક કાષ્ઠથી પ્રતિમા ચોક્કસ જ થવી જોઈએ. પરંતુ એમ બનતું નથી. અમુક જ કાષ્ઠાદિથી પ્રતિમા થાય છે. એ મુજબ અમુક કાષ્ઠાદિથી પ્રતિમા થતી ન હોવાથી યોગ્ય એવાં પણ તે કાજ વગેરેને પ્રતિમા માટે અયોગ્ય માનવાં પડશે. યદ્યપિ આ રીતે પ્રતિમાની ઉત્પત્તિ જે કાષ્ઠાદિથી થતી નથી એવાં કાષ્ઠાદિને યોગ્ય માનવાની જરૂર જ નથી, જેથી યોગ્યને અયોગ્ય માનવાનો પ્રસફ્ળ નહીં આવે, પરંતુ આવી અયોગ્યતા લોકમાં સિદ્ધ નથી. પ્રતિમાની ઉત્પત્તિ ન થવા છતાં પણ કાષ્ઠાદિ, પ્રતિમા માટે અયોગ્ય છે-આવો વ્યવહાર પ્રસિદ્ધ નથી. પ્રતિમાની ઉત્પત્તિ ન થાય ત્યારે પણ ‘કાષ્ઠાદિ પ્રતિમાયોગ્ય
૩૬
Page #44
--------------------------------------------------------------------------
________________
છે' આવો વ્યવહાર રૂઢ છે. તેથી ‘યોગ્યતા જ પ્રતિમાની આક્ષેપક છે.' આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી.
1190-2311
ઉપર જણાવેલી વાતની સદ્ગતિ ચાલુ-પ્રસ્તુત વાતમાં કરાય છે. અર્થાત્ પ્રસ્તુત વાત એ હતી કે દૈવ અને પુરુષકાર બંન્ને સાપેક્ષ રીતે પરસ્પર સમાનપણે ફળની પ્રત્યે કારણ છે અને છેલ્લા એ વાત થઈ છે કે ‘કર્મ જ પુરુષાર્થનો આક્ષેપક છે’-આ વાત બરાબર નથી. એ વાતને આશ્રયીને પ્રસ્તુત વાત કઈ રીતે સફ્ળત છે, તે જણાવાય છે
कर्मणोऽप्येतदाक्षेपे, दानादौ भावभेदतः । फलभेदः कथं नु स्यात्, तथा शास्त्रादिसङ्गतः १ ॥१७- २४ ॥
‘‘કર્મ(દેવ), પુરુષકારનું આક્ષેપક હોય તો; દાનાદિ ધર્મ કરાયે છતે ભાવની તરતમતાએ શાસ્ત્રાદિસઙ્ગત ફળવિશેષ પણ કઈ રીતે સફ્ળત થશે ?’’–આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે ‘કર્મ-દૈવનો ફળની પ્રત્યે કારણભૂત એવા પુરુષકારથી આક્ષેપ થાય છે’-એમ માનવાથી જ તેવીસમા શ્લોકમાં જણાવ્યા મુજબ સકલ કાષ્ઠથી પ્રતિમા થવાનો પ્રસંગ આવે છે, એવું નથી. ઉપર જણાવ્યા મુજબ માનવાથી પણ દોષ છે, તે આ શ્લોકથી જણાવાય છે.
દાનાદિ સુકૃત કરવામાં આવે ત્યારે બાહ્ય અનુષ્ઠાન
૩૭
Page #45
--------------------------------------------------------------------------
________________
સરખું હોવા છતાં આંતરિક પરિણામવિશેષની તરતમતાએ ફળમાં જે વિશેષતા વર્તાય છે તે કોઈ પણ રીતે સઙ્ગત નહીં થાય. પ્રયત્નના સામ્યથી ફળનું પણ સામ્ય જ હોવું જોઈએ. ફળનો પ્રકર્ષાપકર્ષ સ્વરૂપ વિશેષ, શાસ્ત્રથી અને લોકવ્યવહારથી સફ્ળત છે. તેવા પ્રકારના પુરુષાર્થથી રહિત એવા માત્ર કર્મને જ કારણ માનવામાં આવે તો તે તે ફળમાં વિશેષતા (પ્રકર્ષાપકર્ષસ્વરૂપ વિચિત્રતા) સફ્ળત નહીં થાય. કારણ કે ફળના કારણભૂત કર્મને પુરુષાર્થની અપેક્ષા ન હોય તો ફળની અંદર સમાનતા જ આવશે. તેથી કર્મ અને પુરુષકાર બંન્નેને પરસ્પર બીજાની અપેક્ષા છે એમ માનવું જોઈએ... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૧૭-૨૪૫
દાનાદિ ધર્મ કરતી વખતે જે રીતે ભાવની તરતમતા હોય છે અને તેને લઈને ફળની તરતમતા હોય છે : તે જણાવાય છે
शुभात् ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो ह्यदः ॥१७- २५ ।।
“શુભ કર્મથી જ ભિન્ન ભિન્ન પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે અને આ ફળવિશેષ, તે ભાવની જેમાં અપેક્ષા છે એવી ઉત્પત્તિના સ્વભાવવાળો છે. આ રીતે ચાલુ પ્રકરણમાં શું સિદ્ધ થયું ? તો આ ભાવથી જ શુભ કર્મ સિદ્ધ છે.’આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ
૩૮
Page #46
--------------------------------------------------------------------------
________________
છે કે-અનેક નિમિત્તોથી ઉપાર્જન કરેલા શુભ કર્મના કારણે, તે તે દાનાદિ સુકૃત કરતી વખતે ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રવર્તેલો ભાવ હોય છે. તે તે નિમિત્તોથી ઉપાર્જન કરેલા પૂર્વકાળમાં બદ્ધ એવા તે તે શુભ કર્મના ઉદય વખતે અનેક પ્રકારના ભાવો(આત્મપરિણામ) ઉત્પન્ન થતા હોય છે. તેને લઈને ફળવિશેષનો પ્રાદુર્ભાવ થતો હોય છે. કારણ કે તેને ભાવવિશેષની અપેક્ષા હોય છે. અર્થાદ્ ભાવવિશેષની અપેક્ષા છે જેમાં એવી ઉત્પત્તિના વિચિત્ર સ્વભાવવાળો એ ફળવિશેષ છે.
અહીં બીજા પ્રશ્ન કરે છે કે દાનાદિ કરતી વખતે કર્મથી ભાવવિશેષના કારણે ફળવિશેષ થાય છે તેથી શું સિદ્ધ થાય છે ? તેના જવાબમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રા(પૂર્વે) ઉપાર્જિત કર્મથી ભલે ભાવ થાય, તેવી જ રીતે એ જ ભાવથી કર્મ થાય. આ રીતે કર્મથી ભાવ અને ભાવથી કર્મ, આ પ્રમાણે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર : બંન્ને પરસ્પર સાપેક્ષ છે. તેવા પ્રકારના કર્મથી પુરુષકાર અને એ પુરુષકારથી કર્મ - આ પ્રમાણેના પ્રવાહથી બંન્નેમાં પરસ્પર સાપેક્ષપણું સિદ્ધ થાય છે. આવી પરસ્પર સાપેક્ષતાના કારણે પરસ્પર બાધ્યબાધભાવ પણ એક્બીજાના પ્રાધાન્યાદિની અપેક્ષાએ સિદ્ધ બને છે... ઈત્યાદિ ‘યોગબિંદુ’થી સમજી લેવું જોઈએ.
-
||૧૭-૨૫મા
દૈવાદિની પરસ્પર સાપેક્ષતામાં પણ પરસ્પર બાધ્ય
૩૯
Page #47
--------------------------------------------------------------------------
________________
બાધકભાવ કઈ રીતે સંગત થાય છે તે જણાવીને કાળવિશેષે તેની બાધ્યબાધતા જણાવાય છે
इत्थं परस्परापेक्षावपि द्वौ बाध्यबाधकौ । प्रायोऽत्र चरमावर्ते, दैवं यत्नेन बाध्यते ॥१७-२६॥
આ રીતે પ્રવાહની અપેક્ષાએ દેવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષ હેતુ હોવા છતાં બન્ને પરસ્પર બાધ્ય અને બાધક બને છે. પ્રાયે કરી ચરમાવર્તકાળમાં પ્રયત્નથી દૈવ બાધિત થાય છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે અત્યાર સુધી પૂર્વ શ્લોકોથી જણાવ્યા મુજબ દૈવ અને પુરુષકાર : બંન્ને પરસ્પર સાપેક્ષ રીતે ફળની પ્રત્યે કારણ હોવાથી જ ઉપર જણાવ્યા મુજબ પોતાના પ્રાધાન્યની અપેક્ષાએ બીજાના બાધક પણ થાય છે. અન્યથા બેમાંથી એક જ કારણ હોય અને તેને બીજાની અપેક્ષા ન હોય તો તે અકારણનો બાધ થવાનો પ્રસગ્ન જ નહીં આવે. કારણ કે જે કારણ જ ન હોય તો તેનો કોઈ કઈ રીતે બાધ કરે ? જે; એમાં પ્રધાન કારણ હોય છે, તે; બીજા અપ્રધાનનો બાધ કરે છે.
ચરમાવર્તકાળમાં પ્રાયે કરી દૈવનો બાધ પુરુષકાર(પ્રયત્ન)થી થાય છે. ગમે તેવું કર્મ હોય તો પણ મોટા ભાગે પુરુષકારથી તેનો બાધ થતો હોય છે. કોઈ વાર શ્રીનંદિષણ મુનિ વગેરેની જેમ તેવા પ્રકારની કર્મની સફલિષ્ટ અવસ્થામાં પુરુષકારથી કર્મનો બાધ થતો નથી. તેને લઈને વ્યભિચાર ન આવે એ માટે શ્લોકમાં પ્રાયઃ આ પદનું ઉપાદાન કર્યું છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
તેથી કોઈ વાર ચરમાવર્ત્તકાળમાં પણ શ્રી નંદિષેણમુનિ વગેરે મહાત્માઓના પુરુષકારથી કર્મનો બાધ ન થવા છતાં દોષ નથી. ।।૧૭–૨૬।।
આ રીતે સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પોતાના કાર્ય કરતી વખતે ધ્રુવ અને પુરુષકાર પોતે પ્રધાન જ હોય છે. તેથી બંન્નેમાં તેને લઈને તુલ્યતા જ છે. તેમ જ વ્યવહારનયની અપેક્ષાએ ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ રીતે બંન્ને કારણ બને છે અને ક્રમે કરી પ્રધાન-અપ્રધાનભાવને પ્રાપ્ત કરે છે તેમ જ બાધ્યબાધકભાવાપન્ન પણ બને છે. તેથી તે મુજબ દૈવ અને પુરુષકારમાં તુલ્યતા છે. આથી જ ચરમાવર્ત્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ જ નહીં, ફળવિશેષ પણ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે
एवं च ग्रंथिभेदोऽपि यत्नेनैव बलीयसा । औचित्येन प्रवृत्तिः स्यादूर्ध्वं तस्यैव चोदनात् ।।१७-२७।।
"
“આ પ્રમાણે બળવાન પ્રયત્ન વડે ગ્રંથિભેદ પણ થાય છે. ત્યાર પછી બળવાન એવા જ પ્રયત્નથી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થાય છે.’’-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્ત્તકાળમાં યત્ન બળવાન હોવાથી ગ્રંથિ(રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ)નો ભેદ પણ થાય છે. માત્ર કર્મનો બાધ જ થતો નથી. પરંતુ ગ્રંથિનો ભેદ પણ થાય છે. બળવાન-અત્યંત પ્રયત્ન વડે ગ્રંથિ ભેદ થયા પછી
૪૧
Page #49
--------------------------------------------------------------------------
________________
ધર્મ-અર્થ વગેરે સંબંધી ચાચ્ચ કોટિની પ્રવૃત્તિની મુખ્યપણે પ્રવૃત્તિ થાય છે. કારણ કે ગ્રંથિભેદ થયા પછી પ્રયત્ન બલવત્તર બને છે.
ચરમાવર્તકાળમાં અપુનર્બન્ધકાદિ દશાની પ્રાપ્તિ થવાથી બળવાન એવા પુરુષકારથી, દુર્બળ એવા મિથ્યાત્વમોહનીયકર્માદિનો બાધ થાય છે, જેથી રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ પણ થાય છે. એથી પ્રાપ્ત સમ્યગ્દર્શનાદિના અચિત્ય સામર્થ્યથી પ્રયત્ન બલવત્તર બને છે, જેથી ધર્માદિના વિષયમાં પરસ્પર બાધ ન થાય એ રીતે નાચ્ય પ્રવૃત્તિ થાય છે એ સ્પષ્ટ છે. ૧૭-૨છા
જો આ રીતે ગ્રંથિભેદ પછી પોતાના(આત્માના) પરિણામના કારણે જ ઉચિત પ્રવૃત્તિ સિદ્ધ થતી હોય તો તેવા આત્માઓની પ્રત્યે ઉપદેશ આપવાનું નિરર્થક છે : આવી શક્કાનું સમાધાન કરાય છેउपदेशस्त्वनेकान्तो, हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य, पततो वा स्थितस्य न ॥१७-२८॥ - “અહીં ગ્રંથિભેદ જેણે કરી લીધો છે એવાઓની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ, એકાંતે હેતુ નથી. ગુણને પ્રાપ્ત કરવાનો આરંભ કરનારાને અથવા ગુણસ્થાનકેથી પડતા એવા આત્માઓ માટે ઉપદેશ છે. પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં સ્થિત આત્માઓ માટે ઉપદેશ સાર્થક નથી.”-આ પ્રમાણે
૪૨.
Page #50
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે.
કહેવાનો આશય સમજી શકાય છે કે જેણે ગ્રંથિભેદ કર્યો છે તેની ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે અનિયતપણે ઉપદેશ ઉપયોગી બને છે. ભૂમિનો સરસભાવ(સરસત્વ)જેમાં કારણ છે એવી જલોત્પત્તિની પ્રત્યે પવન કે ખનન વગેરે જેમ ઉપયોગી બને છે, તેમ અહીં ઉપદેશ ઉપયોગી બને છે. પવન કે ખનન(ખોદવું) વગેરે જલોત્પત્તિનાં કારણ નથી. પરંતુ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જલના અભિવ્યક છે. આવી જ રીતે શુભભાવ, શુદ્ધપુરુષકારથી સમુદ્દભૂત છે. ઉપદેશ તેની અભિવ્યક્તિનો હેતુ છે. આ રીતે ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશની હેતુતા અનૈકાન્તિક છે, નિયત નથી.
ઉપદેશમાં અનિયતહેતુતા હોવા છતાં ક્વચિત્ તેની નિયતતાને શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. આશય એ છે કે પ્રથમાદિ ગુણસ્થાનWી ચતુર્થાદિ ગુણસ્થાનકે જવાનો આરંભ કરનારા માટે અથવા ઉપરના ગુણસ્થાનથી (સમાદિ ગુણસ્થાનકથી) નીચેના ગુણસ્થાનકે પડતા એવા આત્માઓ માટે ઉપદેશ ઉપયોગી બને છે. અર્થા ઉપરના ગુણસ્થાનકે જવા માટે અને નીચેના ગુણસ્થાનકે પડતા અટકાવવા માટે ઉપદેશ નિયતપણે ઉપયોગી બને છે. પરંતુ પ્રાપ્ત થયેલા છે તે પરિણામમાં જેઓ વિશ્રાંત (સ્થિર રહેલા) છે તેવા આત્માઓ માટે ઉપદેશ ઉપયોગી નથી. I૧૭-૨૮
ઉપર જણાવ્યા મુજબ ઉપદેશ, અનિયતપણે ઉપયોગી
૪૩
Page #51
--------------------------------------------------------------------------
________________
બનતો હોય તો શાસ્ત્રોમાં શા માટે તેનું વિસ્તારથી વર્ણન આ શંકાનું સમાધાન કરાય છે. અર્થાર્ ઉપદેશનું
કરાય છે ? ફળ વર્ણવાય છે.
आधिक्यस्थैर्यसिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् । અસૌ વજ્રતાપ્યસ્વ, તોપનતિક્રિયા ॥o૭-૨શા
,
“ચક્રને ફેરવનાર દંડની જેમ અધિકતાની અને સ્થિરતાની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી છે. તેની વ્યગ્રતા પણ તેનાથી જન્ય એવા પરિણામ વડે કાર્યની ઉત્પત્તિ પૂર્વે રહેવા સ્વરૂપ છે.'' આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે ઉચિત પ્રવૃત્તિની અધિકતા માટે ઉપદેશ ઉપયોગી બને છે. સમાનજાતીય પરિણામની પ્રચુરતા સ્વરૂપ અધિકતા છે. પૂર્વે જે પરિણામને લઈને પ્રવૃત્તિ ચાલતી હતી, તે પરિણામમાંની જે પ્રકૃષ્ટતા છે, તે સ્વરૂપ અહીં પ્રવૃત્તિની અધિકતા છે. અને જે પરિણામને લઈને ઉચિત પ્રવૃત્તિ ચાલતી હતી; તે પરિણામનું પતન ન થાય એ રીતે પ્રવર્તાવા સ્વરૂપ સ્વૈર્ય છે. આધિક્ય અને થૈર્ય : એ બંન્નેની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી બને છે.
જેમ કુંભારના ફરતા ચક્રના દૃઢ ભ્રમણ માટે તેમ જ ફરતું અટકી જતાં ચક્રને ફરતું કરવા માટે જેમ દંડ ઉપયોગી છે પરંતુ યોગ્ય રીતે ફરતા ચક્રના માટે તે ઉપયોગી નથી તે જ રીતે ગુણસ્થાનકના પ્રારંભ માટે અને ગુણસ્થાનથી પતન ન થાય
એ માટે ઉપદેશ પણ ઉપયોગી બને છે. જેમના પરિણામ સ્થિર છે, તેમના માટે ઉપદેશ ઉપયોગી નથી. એ પ્રમાણે ઉપદેશ
૪૪
Page #52
--------------------------------------------------------------------------
________________
પદમાં ફરમાવ્યું છે કે “ગુણસ્થાનક(ચતુર્થાદિ ગુણસ્થાનક)નો આરંભ કરનારા ભવ્યજીવોને માટે તેમ જ ગુણસ્થાનથી પતન પામતા આત્માઓને અટકાવવા માટે પ્રાય: ઉપદેશ સફળ છે. પરંતુ સ્થિરપરિણામવાળા માટે તે ઉપયોગી નથી.'
આ પૂર્વે અઠ્ઠાવીસમા શ્લોકમાં; ‘જલોત્પત્તિમાં જેમ પવન-મનનાદિ અભિવ્યગ્ર છે, પણ કારણ નથી; તેમ ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશ પણ અભિવ્યઙ્ગક છે'-આ પ્રમાણે જણાવ્યું છે. એ ઉપદેશની વ્યગ્રતા પણ વસ્તુતઃ કારણતાસ્વરૂપ છે. ઉપદેશના કારણે ઉચિતપ્રવૃત્તિજનક પરિણામ પ્રાપ્ત થાય છે અને તેથી તે તે ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ થાય છે. પરિણામબળથી અર્થાત્ સ્વજન્ય પરિણામવત્ત્વ(પરિણામ)સંબંધથી ઉપદેશ, પ્રવૃત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન છે. આવા પ્રકારના સન્નિધાન સ્વરૂપ જ અહીં ઉપદેશમાં વ્યગ્રતા છે. આવી વ્યગ્રતા, કે જે તાદશ કારણતા સ્વરૂપ છે; તેને માનવામાં ન આવે તો ઘટાદિ કાર્યની પ્રત્યે ઠંડાદિને પણ વ્યગ્રક જ માનવા પડશે. કારણ કે ઘટાદિની પ્રત્યે પણ દંડાદિ પોતાથી જન્ય એવા ભ્રમણાદિ(ચક્રભ્રમણાદિ)ના સંબંધથી જ ત્યાં ઘટાદિની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન હોય છે... ઈત્યાદિ અધ્યાપકો પાસેથી સમજી લેવું જોઈએ.
ઉચિત પ્રવૃત્તિના ફળનું વર્ણન કરાય છે
૪૫
।।૧૭-૨૯૦
Page #53
--------------------------------------------------------------------------
________________
औचित्येन प्रवृत्त्या च सुदृष्टिर्यत्नतोऽधिकात् । पल्योपमपृथक्त्वस्य, चारित्रं लभते व्ययात् ॥१७- ३०॥
“ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિથી સમ્યગ્દષ્ટિ આત્મા અધિક પ્રયત્નના કારણે બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થયે છતે ચારિત્ર(દેશવિરતિ)ને પ્રાપ્ત કરે છે.’-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પોત-પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી મર્યાદાનું અતિક્રમણ કર્યા વિના કરાતી ઉચિત પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેને લઈને પુરુષકાર-પ્રયત્નાતિશય થાય છે.
એ પ્રયત્નાતિશયથી ચારિત્રમોહનીયકર્મની, બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ક્ષીણ થાય એટલે તે આત્માને દેશવિરતિસ્વરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એક યોજન (૮ માઈલ) પ્રમાણ ઊંડા, પહોળા અને લાંબા, વાલાગ્રંથી ભરેલા ખાડામાંથી સો સો વર્ષે એક વાલાગ્રનો અપહાર કરવાથી જેટલા કાળે તે ખાડો ખાલી થાય તે કાળને એક પલ્યોપમ કહેવાય છે. એવા બેથી નવ પલ્યોપમને પલ્યોપમપૃથક્ત્વ કહેવાય છે. દશકોટાકોટિ (એક કરોડ X એક કરોડ = કોટાકોટી) પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. આવા સંખ્યાત સાગરોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિ ઘટે (ક્ષીણ થાય) ત્યારે આત્માને સર્વવિરતિધર્મની પ્રાપ્તિ થાય છે. ||૧૭-૩૦ના
ઉચિત પ્રવૃત્તિના યોગે ચારિત્રને પામેલા આત્માનાં
૪૬
Page #54
--------------------------------------------------------------------------
________________
લિો જણાવાય છે
मार्गानुसारिता श्रद्धा, प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि, शक्यारम्भोऽपि चास्य हि ॥१७-३१॥
“ચારિત્રવત આત્માનાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાશની દેશનામાં રતિ, ગુણરાગ અને શક્યમાં પ્રવૃત્તિ : આ લિડ્યોલક્ષણો છે.”-આ પ્રમાણે એક્ઝીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યત્વની પ્રાપ્તિથી જ્યારે બેથી નવ પલ્યોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિનો હાસ થાય તે પછી જ સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્રવંત આત્માનાં ઉપર જણાવ્યા મુજબ માર્ગાનુસારિતા વગેરે લક્ષણો આ શ્લોથ્થી જણાવ્યાં છે.
એમાં સઍધન્યાયે, અજ્ઞાનથી પણ મોક્ષમાર્ગને અનુસરવાના સ્વભાવને માર્ગાનુસારિતા કહેવાય છે. જેને અશાતાવેદનીયકર્મનો ઉદય નથી એવો મહાટવીમાં પડેલો અંધ માણસ જેમ ખાડા વગેરેમાં પડ્યા વિના ત્યાં સારી રીતે ચાલે છે, તેમ આ ભવ-અટવીમાં પડેલો આત્મા પાપાદિનો ત્યાગ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપ ચક્ષુથી વિહીન હોવા છતાં સાતવેદનીયકર્મના ઉદયથી સંયુક્ત બની મોક્ષમાર્ગે સારી રીતે ચાલે છે. જે આ રીતે માર્ગને અનુસરતા નથી તેમનું ચારિત્ર નામથી જ છે, વાસ્તવિક નથી. કોઈ વાર માર્ગાનુસારી એવા પણ આત્માને ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તે તેમના નિકાચિત કોટિના વિચિત્ર ચારિત્રમોહનીયર્મના ઉદયના કારણે છે.”આ પ્રમાણે યોગબિંદુ' (શ્લો. નં. ૩૫૪-૩૫૫-૩૫૬)માં
Page #55
--------------------------------------------------------------------------
________________
જણાવ્યું છે. -
અનુષ્ઠાનના વિષયમાં જે તીવ્ર રુચિ છે, તેને શ્રદ્ધા કહેવાય છે. મહાટવી પાર કરીને આવેલા બ્રાહ્મણને ઘીથી પૂર્ણ એવા ઘેબર વગેરે ખાવામાં જે રુચિ છે તેની અપેક્ષાએ પણ તીવ્ર એવી ધર્માચરણની ઈચ્છાને અહીં શ્રદ્ધા તરીકે વર્ણવી છે. પંડિત જનની જે અર્થવિશેષની દેશના છે, ત્યાં જે રતિ; તેને પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ કહેવાય છે. એ દેશનાના શ્રવણમાં અને ત્યાર પછી તેમાં જણાવેલા અર્થના પાલનમાં આસક્તિસ્વરૂપ અહીં રતિ છે. જ્ઞાનાદિ ગુણવાન આત્માઓની પ્રત્યેની આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનને ગુણરાગ કહેવાય છે અને પોતાના પ્રયત્નથી શક્ય એવી ધર્મ-અર્થ વગેરેની પ્રવૃત્તિને શક્યારંભ કહેવાય છે. આ બધાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા વગેરે ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો છે-એમ પૂર્વાચાર્યભગવંતો કહે છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૭-૩૧ાા
ચારિત્રની પ્રાપ્તિનાં લિોનું વર્ણન કરીને હવે તેના ફળનું નિરૂપણ કરવા દ્વારા પ્રકૃતાર્થનો ઉપસંહાર કરાય છે
योगप्रवृत्तिरत्र स्यात्, परमानंदसङ्गता । देशसर्वविभेदेन, चित्रे सर्वज्ञभाषिते ॥१७-३२॥
“અહીં શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા ચિત્ર (અનેક પ્રકારના) દેશચારિત્ર અને સર્વચારિત્રને વિશે પૂર્વે જણાવેલા, મોક્ષની સાથે જોડી આપનારા ધર્મવ્યાપારસ્વરૂપ યોગની પ્રવૃત્તિ
Page #56
--------------------------------------------------------------------------
________________
પરમાનંદસ્વરૂપ મોક્ષની સાથે સઙ્ગત બને છે... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘યોગશતક’ વગેરે ગ્રંથમાં જણાવ્યા મુજબ અપુનર્બન્ધક અવસ્થાને પામેલા જીવો, સમ્યગ્દષ્ટિ આત્માઓ અને ચારિત્રવંત આત્માઓ યોગના અધિકારી છે. એમાં ચારિત્રવંત આત્માઓને નિયમે કરી હોય છે અને બીજાઓને બીજમાત્ર જેટલો યોગ હોય છે.
તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માએ પ્રરૂપેલા જુદા જુદા પ્રકારના દેશવિરતિ કે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રને વિશે જ યોગની પ્રવૃત્તિ થાય છે. મોક્ષની સાથે યોગ કરાવનાર ચારિત્રસંપન્ન આત્માના તે તે આત્મવ્યાપાર સ્વરૂપ યોગ છે. તે યોગથી પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ચારિત્રને વિશે થનારી યોગની પ્રવૃત્તિ પરમાનંદથી સદ્ગત છે.
શ્રી સર્વજ્ઞપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ચારિત્રધર્મની આરાધનાને છોડીને બીજો કોઈ જ મોક્ષમાર્ગ નથી. એની આરાધનાના કાળ દરમ્યાન તે તે આરાધક આત્માઓને આનંદનો જે અનુભવ થાય છે, તે વર્ણનાતીત છે. એક અપેક્ષાએ કહીએ તો તે મોક્ષના સુખનો જ સ્વાદ છે. નિરીહતાના પરમાનંદના અનુભવનો અહીં પ્રારંભ છે. ‘કશું જ જોઈતું નથી. આ અધ્યવસાય નિરીહતાનો
{
પરમાનંદના સૌધનભૂત ચારિત્રની-સાધનામાં જ યોગની સાધના શક્ય છે. સાધને સાધ્ય સિદ્ધપદની પ્રામિનું એ એકમાત્ર સાધન છે. તેની સાધના પરમાનંદથી સદ્ગત છે :
૪૯
Page #57
--------------------------------------------------------------------------
________________
એ રસષ્ટ છે. અંતે પરમાનંદની મૂળભૂત ઉચિત પ્રવૃત્તિની ઉપયોગિતાને સમજી એના આચરણ દ્વારા આપણે પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા.૧૭-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां दैवपुरुषकारद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૫૦
Page #58
--------------------------------------------------------------------------
_