________________
યોગની પ્રવૃત્તિ પરમાનંદ-મોક્ષથી સત બને છે... ઈત્યાદિ જણાવીને આ બત્રીશી પૂર્ણ કરી છે.
સર્વાપરમાત્માઓએ દર્શાવેલો મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં વિદ્વાનો; નહીં જેવી સામાન્ય બાબતોમાં કઈ રીતે ઉન્માર્ગે જાય છે-એ આ બત્રીશીના અધ્યયનથી આપણે સમજી શકીએ છીએ. અજ્ઞાન દૂર કરવાની ભાવના હોય અને કદાગ્રહપૂર્વકનું વલણ ન હોય તો ખૂબ જ સરળતાથી સહજપણે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે. અન્યદર્શનકારોની અજ્ઞાન અને આગ્રહ પૂર્ણ વાતો તરફ ધ્યાન આપ્યા વિના આ બત્રીશીના પરિશીલન દ્વારા શ્રી સર્વાપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસનું સંપાદન કરી પરમાનંદસદ્ગત યોગની પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા..
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ