________________
પ્રામિથી ગ્રંથિભેદ થતો હોય છે. તેનાથી ફરી પાછો ઉત્કટ પુરુષાર્થ કરાય છે, જેથી ધર્માદિવિષયમાં ઉચિત પ્રવૃત્તિ થાય
છે.
આ રીતે ગ્રંથિભેદથી જ જે ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો ઉચિત પ્રવૃત્તિ માટે શાસ્ત્રમાં જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક છે- આવી શક્કાનું સમાધાન કરતાં આ બત્રીશીમાં ફરમાવ્યું છે કે ગુણઠાણાનો પ્રારંભ કરનારા માટે અને ગુણઠાણેથી પડતા એવા આત્માઓ માટે અનુક્રમે તેમને ચઢાવવા અને અટકાવવા ઉપદેશ ઉપયોગી બને છે. ઘડો બનાવનાર કુંભારના ચક્રના ભ્રમણ માટે જેમ દંડ ઉપયોગી બને છે તેમ અહીં ગ્રંથિભેદથી થતી ઉચિત પ્રવૃત્તિ માટે ઉપદેશ ઉપયોગી બને છે.
ઉચિત પ્રવૃત્તિથી બલવત્તર પુરુષાર્થ દ્વારા કર્મસ્થિતિનો હાસ થવાના કારણે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો વર્ણવતાં અંતે ફરમાવ્યું છે કે-માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ, ગુણરાગ અને શક્યારંભ : આ ચારિત્રીઓનાં લક્ષણો છે. એનું વર્ણન અહીં ખૂબ જ સંક્ષેપથી છે. વિસ્તારથી એનું વર્ણન યોગશતક'માં ઉપલબ્ધ છે. એ લક્ષણોથી વિશિષ્ટ ચારિત્રવંત આત્માઓને