________________
નિરાકરણ કરીને દૈત્ર અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે યોગની સિદ્ધિમાં કારણ છે-એ આ બત્રીશીમાં મુખ્યપણે જણાવ્યું છે.
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દેવ અને પુરુષકારમાં પરસ્પર સાપેક્ષતા કઈ રીતે સદ્ગત છે : એ અહીં સ્પષ્ટપણે જણાવાયું છે. લોકવ્યવહારથી પ્રસિદ્ધ દૈવાદિની ઉત્કટતાદિનું સમર્થન કરીને કાલભેદે દેવાદિનું પ્રાધાન્ય વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી પ્રાય: દેવ બાધિત બને છે. એથી સમજી શકાય છે કે યોગની સિદ્ધિમાં પ્રયત્નનું જ પ્રાધાન્ય છે. કોઈ વાર શ્રી નંદિષેણમુનિ આદિના પ્રબળ પુરુષાર્થથી દૈવનો બાધ ન થવા છતાં મોટા ભાગે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ થતો હોય છે. કર્મનો એ રીતે બાધ (ફળ આપવા માટે અસમર્થ બનાવવા સ્વરૂપ અહીં બાધ છે.) ન થાય તો ચરમાવર્તકાળમાં પણ યોગની સિદ્ધિ શક્ય નહીં બને.
ગ્રંથના અંતિમ ભાગમાં ઉત્કટ પ્રયત્નના ફળસ્વરૂપે ગ્રંથિભેદ વર્ણવ્યો છે. અનાદિકાલીન રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ આત્મપરિણામને ગ્રંથિ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુત્યદ્વેષ સ્વરૂપ યોગની પૂર્વસેવાની