________________
પરિશીલનની પૂર્વે.
અનંતોપકારી શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મોક્ષની પ્રાપ્તિ માટે યોગની સાધનાનો ઉપદેશ આપી આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ ર્યો છે. એ પરમતારક યોગની સિદ્ધિ માત્ર પરમાત્માના અનુગ્રહથી થાય છે : એવી માન્યતાનું નિરાકરણ આ પૂર્વેની બત્રીશી દ્વારા કરીને હવે આ સત્તરમી બત્રીશીમાં માત્ર દૈવ(ભાગ્ય-કર્મ)થી અને માત્ર પુરુષકાર- (પુરુષાર્થપ્રયત્નોથી યોગની સિદ્ધિ થાય છે : એવી માન્યતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
કોઈ વાર પુષ્કળ પ્રયત્ન કરવા છતાં દેવના અભાવે ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી નંદિષણ આદિ મહાત્માઓના દષ્ટાંતથી એ સમજી શકાય છે. આથી તદ્દન વિપરીત રીતે કોઈ વાર સાવ જ અલ્પ એવા પ્રયત્ન દેવયોગે ફળની સિદ્ધિ થતી હોય છે. શ્રી ભરત મહારાજાદિ મહાત્માઓના દષ્ટાંતથી એ સમજી શકાય છે. આવી વિચિત્રતાના કારણે પૂરતો વિચાર કર્યા વિના કેટલાક વિદ્વાનોએ યોગની સિદ્ધિની પ્રત્યે માત્ર દૈવને અથવા માત્ર પુરુષાર્થને કારણ માનવાનું ઉચિત માન્યું છે. તેમની એ માન્યતાનું સ્પષ્ટ રીતે વિસ્તારથી