SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સરખું હોવા છતાં આંતરિક પરિણામવિશેષની તરતમતાએ ફળમાં જે વિશેષતા વર્તાય છે તે કોઈ પણ રીતે સઙ્ગત નહીં થાય. પ્રયત્નના સામ્યથી ફળનું પણ સામ્ય જ હોવું જોઈએ. ફળનો પ્રકર્ષાપકર્ષ સ્વરૂપ વિશેષ, શાસ્ત્રથી અને લોકવ્યવહારથી સફ્ળત છે. તેવા પ્રકારના પુરુષાર્થથી રહિત એવા માત્ર કર્મને જ કારણ માનવામાં આવે તો તે તે ફળમાં વિશેષતા (પ્રકર્ષાપકર્ષસ્વરૂપ વિચિત્રતા) સફ્ળત નહીં થાય. કારણ કે ફળના કારણભૂત કર્મને પુરુષાર્થની અપેક્ષા ન હોય તો ફળની અંદર સમાનતા જ આવશે. તેથી કર્મ અને પુરુષકાર બંન્નેને પરસ્પર બીજાની અપેક્ષા છે એમ માનવું જોઈએ... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૧૭-૨૪૫ દાનાદિ ધર્મ કરતી વખતે જે રીતે ભાવની તરતમતા હોય છે અને તેને લઈને ફળની તરતમતા હોય છે : તે જણાવાય છે शुभात् ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो ह्यदः ॥१७- २५ ।। “શુભ કર્મથી જ ભિન્ન ભિન્ન પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે અને આ ફળવિશેષ, તે ભાવની જેમાં અપેક્ષા છે એવી ઉત્પત્તિના સ્વભાવવાળો છે. આ રીતે ચાલુ પ્રકરણમાં શું સિદ્ધ થયું ? તો આ ભાવથી જ શુભ કર્મ સિદ્ધ છે.’આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ ૩૮
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy