SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છે' આવો વ્યવહાર રૂઢ છે. તેથી ‘યોગ્યતા જ પ્રતિમાની આક્ષેપક છે.' આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. 1190-2311 ઉપર જણાવેલી વાતની સદ્ગતિ ચાલુ-પ્રસ્તુત વાતમાં કરાય છે. અર્થાત્ પ્રસ્તુત વાત એ હતી કે દૈવ અને પુરુષકાર બંન્ને સાપેક્ષ રીતે પરસ્પર સમાનપણે ફળની પ્રત્યે કારણ છે અને છેલ્લા એ વાત થઈ છે કે ‘કર્મ જ પુરુષાર્થનો આક્ષેપક છે’-આ વાત બરાબર નથી. એ વાતને આશ્રયીને પ્રસ્તુત વાત કઈ રીતે સફ્ળત છે, તે જણાવાય છે कर्मणोऽप्येतदाक्षेपे, दानादौ भावभेदतः । फलभेदः कथं नु स्यात्, तथा शास्त्रादिसङ्गतः १ ॥१७- २४ ॥ ‘‘કર્મ(દેવ), પુરુષકારનું આક્ષેપક હોય તો; દાનાદિ ધર્મ કરાયે છતે ભાવની તરતમતાએ શાસ્ત્રાદિસઙ્ગત ફળવિશેષ પણ કઈ રીતે સફ્ળત થશે ?’’–આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે ‘કર્મ-દૈવનો ફળની પ્રત્યે કારણભૂત એવા પુરુષકારથી આક્ષેપ થાય છે’-એમ માનવાથી જ તેવીસમા શ્લોકમાં જણાવ્યા મુજબ સકલ કાષ્ઠથી પ્રતિમા થવાનો પ્રસંગ આવે છે, એવું નથી. ઉપર જણાવ્યા મુજબ માનવાથી પણ દોષ છે, તે આ શ્લોકથી જણાવાય છે. દાનાદિ સુકૃત કરવામાં આવે ત્યારે બાહ્ય અનુષ્ઠાન ૩૭
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy