SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ એવા યત્ન વગેરે કારણોનો ત્યાગ કરાય છે અર્થાત્ તેમાં કારણતાનો નિષેધ કરાય છે અને અદષ્ટ એવા દૈવ-પ્રધાન(કર્મ)ની કલ્પના કરાય છે, એ અત્યંત દુષ્ટ છે. દષ્ટનો અપલાપ અને અદષ્ટની કલ્પના અત્યંત દોષાવહ છે-એ સમજી શકાય છે. તેથી સાખ્યોએ જણાવેલી વાત બરાબર નથી... એ સ્પષ્ટ છે. ૧૭-૧૪ દૈવ-કર્મ અદષ્ટ-અતીન્દ્રિય હોવાથી દષ્ટ કારણોના સમુદાય વડે જ કાર્યની ઉત્પત્તિ ઉપપન્ન થતી હોય તો તેને (દેવને) ફળની પ્રત્યે કારણ માનવાની આવશ્યક્તા નથી.આ નાસ્તિક જેવાની માન્યતાનું નિરાકરણ કરાય છેदृष्टेनैवोपपत्तौ च, नादृष्टमिति केचन । फले विशेषात् तदसत्, तुल्यसाधनयोर्द्वयोः ॥१७-१५॥ દષ્ટ એવાં કારણોના સમુદાયથી જ કાર્યની ઉપપત્તિ થતી હોય તો અદષ્ટ એવા દૈવને કારણ માનવાની આવશ્યકતા નથી-આ પ્રમાણે કેટલાક કહે છે. પરંતુ એકસરખાં કારણો હોવા છતાં ફળમાં વિશેષતા દેખાતી હોવાથી તે કથન અસત્ છે.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે તે તે સુખદુઃખાદિ કાર્યોની પ્રત્યે નજરે દેખાતાં તેનાં સાધનોથી જ આ જગતની વ્યવસ્થાનો નિર્વાહ થઈ જાય છે. તેથી તે તે કાર્યોની પ્રત્યે અતીન્દ્રિય-અદષ્ટ કર્મને કારણ માનવાની આવશ્યક્તા નથી-આ પ્રમાણે નાસ્તિક જેવા લોકો
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy