Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ તેથી કોઈ વાર ચરમાવર્ત્તકાળમાં પણ શ્રી નંદિષેણમુનિ વગેરે મહાત્માઓના પુરુષકારથી કર્મનો બાધ ન થવા છતાં દોષ નથી. ।।૧૭–૨૬।। આ રીતે સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પોતાના કાર્ય કરતી વખતે ધ્રુવ અને પુરુષકાર પોતે પ્રધાન જ હોય છે. તેથી બંન્નેમાં તેને લઈને તુલ્યતા જ છે. તેમ જ વ્યવહારનયની અપેક્ષાએ ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ રીતે બંન્ને કારણ બને છે અને ક્રમે કરી પ્રધાન-અપ્રધાનભાવને પ્રાપ્ત કરે છે તેમ જ બાધ્યબાધકભાવાપન્ન પણ બને છે. તેથી તે મુજબ દૈવ અને પુરુષકારમાં તુલ્યતા છે. આથી જ ચરમાવર્ત્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ જ નહીં, ફળવિશેષ પણ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે एवं च ग्रंथिभेदोऽपि यत्नेनैव बलीयसा । औचित्येन प्रवृत्तिः स्यादूर्ध्वं तस्यैव चोदनात् ।।१७-२७।। " “આ પ્રમાણે બળવાન પ્રયત્ન વડે ગ્રંથિભેદ પણ થાય છે. ત્યાર પછી બળવાન એવા જ પ્રયત્નથી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થાય છે.’’-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્ત્તકાળમાં યત્ન બળવાન હોવાથી ગ્રંથિ(રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ)નો ભેદ પણ થાય છે. માત્ર કર્મનો બાધ જ થતો નથી. પરંતુ ગ્રંથિનો ભેદ પણ થાય છે. બળવાન-અત્યંત પ્રયત્ન વડે ગ્રંથિ ભેદ થયા પછી ૪૧

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58