________________
છે કે-અનેક નિમિત્તોથી ઉપાર્જન કરેલા શુભ કર્મના કારણે, તે તે દાનાદિ સુકૃત કરતી વખતે ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રવર્તેલો ભાવ હોય છે. તે તે નિમિત્તોથી ઉપાર્જન કરેલા પૂર્વકાળમાં બદ્ધ એવા તે તે શુભ કર્મના ઉદય વખતે અનેક પ્રકારના ભાવો(આત્મપરિણામ) ઉત્પન્ન થતા હોય છે. તેને લઈને ફળવિશેષનો પ્રાદુર્ભાવ થતો હોય છે. કારણ કે તેને ભાવવિશેષની અપેક્ષા હોય છે. અર્થાદ્ ભાવવિશેષની અપેક્ષા છે જેમાં એવી ઉત્પત્તિના વિચિત્ર સ્વભાવવાળો એ ફળવિશેષ છે.
અહીં બીજા પ્રશ્ન કરે છે કે દાનાદિ કરતી વખતે કર્મથી ભાવવિશેષના કારણે ફળવિશેષ થાય છે તેથી શું સિદ્ધ થાય છે ? તેના જવાબમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રા(પૂર્વે) ઉપાર્જિત કર્મથી ભલે ભાવ થાય, તેવી જ રીતે એ જ ભાવથી કર્મ થાય. આ રીતે કર્મથી ભાવ અને ભાવથી કર્મ, આ પ્રમાણે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર : બંન્ને પરસ્પર સાપેક્ષ છે. તેવા પ્રકારના કર્મથી પુરુષકાર અને એ પુરુષકારથી કર્મ - આ પ્રમાણેના પ્રવાહથી બંન્નેમાં પરસ્પર સાપેક્ષપણું સિદ્ધ થાય છે. આવી પરસ્પર સાપેક્ષતાના કારણે પરસ્પર બાધ્યબાધભાવ પણ એક્બીજાના પ્રાધાન્યાદિની અપેક્ષાએ સિદ્ધ બને છે... ઈત્યાદિ ‘યોગબિંદુ’થી સમજી લેવું જોઈએ.
-
||૧૭-૨૫મા
દૈવાદિની પરસ્પર સાપેક્ષતામાં પણ પરસ્પર બાધ્ય
૩૯