________________
સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહીં દેવ અને પુરુષકારની વિચારણામાં એ વિશેષ છે કે એ બેમાં જે એક બળવાન છે તે બીજા નિર્બળને હણે છે અર્થાત્ પોતાના ફળને આપવા દેતું નથી. જે નિર્બળ છે, તેનાથી જે ફળ ઉત્પન્ન થવાનું હોય તેને બળવાન થવા દેતું નથી.
“આથી તો કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષકાર એ બંન્નેમાંથી જે બળવાન છે તે એક જ કારણ બને છે. તેથી નિર્બળમાં કારણતા વ્યભિચારી થવાથી બન્ને પરસ્પર સાપેક્ષ કારણ છે'-આ વાતમાં તથ્ય નથી.” એ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી. આશય એ છે કે-દૈવ અને પુરુષકારમાં જે બળવાન છે અને બીજા નિર્બળને હણે છે, તે બળવાન પણ હનનના પ્રતિયોગી એવા નિર્બળના હનન માટે નિર્બળની અપેક્ષા કરે છે. જો નિર્બળ ન હોય તો બળવાન કોને હણે ? તેથી આ રીતે નિર્બળની અપેક્ષા હોવાથી દેવ અને પુરુષકાર બન્ને પરસ્પર સાપેક્ષ જ કારણ બને છે. માત્ર બળવાન દેવાદિના કારણે નિર્બળ એવા પુરુષકારાદિનો પ્રતિઘાત થતો હોવાથી પ્રતિઘાતના પ્રતિયોગી એવા પુરુષકારાદિને ગૌણ કારણ મનાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. મહામંત્રી કલ્પકના બળવાન પુરુષકારથી સ્વકુટુંબના વધને પ્રાપ્ત કરાવનારું કર્મ પ્રતિહત થયું હતું. અને દ્વારિકાનગરીના દાહની પ્રવૃત્તિ વખતે તે કર્મથી વાસુદેવ-બળદેવનો પુરુષાર્થ પ્રતિહત થયો હતો. દેવ અને પુરુષકારનું પરસ્પર તુલ્ય બળ