________________
જો કર્મથી ફળની ઉત્પત્તિ જ થતી ન હોય તો તે કર્મમાં ફળને ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી-એમ માનવું જોઈએ. પ્રયત્નને કર્મના બાધક તરીકે માનવાની આવશ્યકતા નથી... આ શંકાનું સમાધાન કરાય છે
प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा । फलस्यानियमेऽप्येवमक्षता कर्मयोग्यता ||१७-२२॥
“જેમ પ્રતિમાના અનિયમમાં પણ પ્રતિમાની યોગ્યતા અક્ષત હોય છે. તેમ ફળના અનિયમમાં પણ કર્મની યોગ્યતા અક્ષત હોય છે.'' આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દરેક કાષ્ઠથી પ્રતિમા થાય જ છે એવો નિયમ ન હોવાથી દાર્વાદિદલમાં (કાષ્ઠ, પાષાણાદિ ખંડમાં) પ્રતિમાનું ઐકાન્ત્ય નથી. છતાં જે પણ કાષ્ઠાદિથી પ્રતિમા થઈ નથી તેમાં પ્રતિમાની યોગ્યતા રહેલી જ છે. એવો લોકવ્યવહાર પ્રસિદ્ધ છે. તેવી જ રીતે પુરુષકારથી બાધ્ય થવાથી જે પણ કર્મથી સુખદુ:ખાદિ સ્વરૂપ ફળની ઉત્પત્તિ થઈ નથી; એવા પણ કર્મમાં ફળની યોગ્યતા રહેલી જ છે. કર્મમાં રહેલી એ યોગ્યતા કર્મના શુભાશુભ રસ અને સ્થિતિ વિશેષ સ્વરૂપ છે, જે અધ્યવસાયવિશેષથી પ્રયુક્ત છે. આશય એ છે કે તે તે ફળને ઉત્પન્ન કરનારું કર્મ સામાન્ય રીતે સ્થિતિ અને રસને અનુસાર તે તે ફળને આપનારું બને છે. તેવા પ્રકારની સ્થિતિવિશેષ અને તેવા પ્રકારનો રસવિશેષ સ્વરૂપ યોગ્યતા કર્મમાં ન હોય તો તે કર્મ તે તે ફળનું કારણ નહીં બને. કર્મની તેવી યોગ્યતા પ્રામાણિક લોકમાં
૩૪