Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ તરીકે પુરુષકારને માનવાની જરૂર નથી-આ શંકાનું સમાધાન કરાય છે નારેિ પ્રતિમાક્ષેપે, તદ્ભાવ: સર્વતો ધ્રુવઃ । योग्यस्याsयोग्यता वेति, न चैषा लोकसिद्धितः ॥१७- २३॥ “કાજ વગેરે. પોતામાં રહેલી પ્રતિમાની યોગ્યતાના કારણે જ પ્રતિમાની ઉત્પત્તિના આક્ષેપક થતા હોય તો દરેક કાજ વગેરેથી નિશ્ચિતપણે પ્રતિમાની ઉત્પત્તિ થવાનો પ્રસઙ્ગ આવશે. અથવા યોગ્ય એવા કાષ્ઠાદિથી પ્રતિમાની ઉત્પત્તિનો આક્ષેપ ન થાય તો પ્રતિમા માટે કાષ્ઠાદિને અયોગ્ય માનવાનો પ્રસઙ્ગ આવશે. એ પ્રસઙ્ગ લોકપ્રસિદ્ધ નથી.’’–આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. ન એનો આશય સ્પષ્ટ જ છે કે દરેક કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવાથી તે પ્રતિમાની આક્ષેપક હોય તો દરેક કાષ્ઠથી પ્રતિમા ચોક્કસ જ થવી જોઈએ. પરંતુ એમ બનતું નથી. અમુક જ કાષ્ઠાદિથી પ્રતિમા થાય છે. એ મુજબ અમુક કાષ્ઠાદિથી પ્રતિમા થતી ન હોવાથી યોગ્ય એવાં પણ તે કાજ વગેરેને પ્રતિમા માટે અયોગ્ય માનવાં પડશે. યદ્યપિ આ રીતે પ્રતિમાની ઉત્પત્તિ જે કાષ્ઠાદિથી થતી નથી એવાં કાષ્ઠાદિને યોગ્ય માનવાની જરૂર જ નથી, જેથી યોગ્યને અયોગ્ય માનવાનો પ્રસફ્ળ નહીં આવે, પરંતુ આવી અયોગ્યતા લોકમાં સિદ્ધ નથી. પ્રતિમાની ઉત્પત્તિ ન થવા છતાં પણ કાષ્ઠાદિ, પ્રતિમા માટે અયોગ્ય છે-આવો વ્યવહાર પ્રસિદ્ધ નથી. પ્રતિમાની ઉત્પત્તિ ન થાય ત્યારે પણ ‘કાષ્ઠાદિ પ્રતિમાયોગ્ય ૩૬

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58