________________
ન હોય તો આ રીતે એકબીજાથી એકબીજાનો ઉપઘાત શક્ય નથી. ૧૭-૧ળા
ઉપર જણાવ્યા મુજબ દેવ અને પુરુષકારમાં પરસ્પર ઉપઘાત્યોપઘાતકભાવ સિદ્ધ થવાથી જે સિદ્ધ થાય છે, તે જણાવાય છેकर्मणा कर्ममात्रस्य, नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु, तस्यैतदपि युज्यते ॥१७-१८॥
“મારા કર્મથી માત્ર કર્મના ઉપઘાતાદિ તાત્વિક રીતે થતા નથી. આત્માના પોતાના વ્યાપાર(ક્રિયા)થી કર્મ પ્રતિબદ્ધ હોય તો તેના પરસ્પર ઉપઘાતાદિ પણ સદ્ગત થાય છે.'આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કર્મને પોતાના ફળની ઉત્પત્તિની પ્રત્યે જીવના વ્યાપાર(યત્ન)ની અપેક્ષા ન હોય તો માત્ર કર્મથી માત્ર કર્મનો ઉપઘાત અથવા અનુગ્રહ સદ્ગત નહીં થાય. કારણ કે કર્મને સહાય ન હોવાથી તે કેવલ કર્મમાત્ર કર્મને હણવા માટે કે તેની ઉપર અનુગ્રહ કરવા માટે સમર્થ બનતું નથી. આત્મવ્યાપાર-પુરુષકારથી પ્રતિબદ્ધ-સાપેક્ષ હોય તો તે કર્મના ઉપઘાતાદિ શક્ય બને છે. કારણ કે ત્યારે તેને આત્મવ્યાપારની સહાય પ્રાપ્ત થતી હોય છે.
|૧૭-૧૮