________________
દૈવ અને પુરુષકારના પરસ્પર બાધ્યબાધકભાવને આશ્રયીને બીજી રીતે જણાવાય છેप्रतिमायोग्यतातुल्यं, कर्मानियतभावकम् । बाध्यमाहुः प्रयत्नेन, सैव प्रतिमयेत्यपि ॥१७-२०॥
“પ્રતિમાની યોગ્યતા જેવું અનિયતપણે ફળની પ્રત્યે કારણ બનનારું કર્મ, પ્રયત્નથી બાધ્ય બને છે. પ્રતિમાથી પ્રતિમાની યોગ્યતા જ બાધ્ય બને છે. આ પ્રમાણે પણ આચાર્યો કહે છે.”-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાની યોગ્યતાની જેમ ફળને ઉત્પન્ન કરવામાં કર્મ અનિયતભાવવાળું છે. ફળની પ્રત્યે નિયતભાવવાળું કર્મ હોય તો તે બાધ્ય નહીં બને. જે કર્મ ચોક્કસ નિયત સમયે પોતાના ફળને આપનારું છે, તે કર્મ કોઈ પણ રીતે ફળની પ્રત્યે બાધિત નહીં બની શકે. દરેક કાષ્ઠમાં પ્રતિમા થવાની યોગ્યતા હોવા છતાં ક્યારે ક્યા કાષ્ઠથી પ્રતિમા થવાની છે એ ચોક્કસ નથી, તેમ અનિયતભાવવાળું કર્મ છે. પ્રયત્નથી એવું કર્મ બાધ્ય બને છે અર્થાત્ સ્વજન્ય એવા ફળને ઉત્પન્ન કરવાથી નિવૃત્ત બને છે. પ્રતિમાથી જેમ પ્રતિમાની યોગ્યતા નિવૃત્ત થાય છે, તેમ પ્રયત્નથી અહીં કર્મ નિવૃત્ત થાય છે.
આ રીતે કર્મનો બાધ કરતી વખતે, તે ફળની ઉત્પત્તિની અનિયતતા(ગમે ત્યારે થવા સ્વરૂપ)ની વ્યાપક એવી જે નિયતિ(અનિયતપણે ચોક્કસ થવા સ્વરૂપ અવસ્થા) છે તે પુરુષકારને સહકારી કારણ બને છે. આથી સમજી શકાશે કે