Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ સાખ્યોનું કથન અયુક્ત છે, તે જ જણાવાય છેभवान्तरीयं तत्कार्य, कुरुते नैहिकं विना । द्वारत्वेन च गौणत्वमुभयत्र न दुर्वचम् ॥१७-१३॥ પૂર્વભવમાં ઉપાર્જેલું તે કર્મ આ લોક સંબંધી કર્મ (યત્ન) વિના કાર્ય કરતું નથી. દ્વાર હોવાના કારણે યત્ન ગૌણ છે, આ પ્રમાણે બંન્ને સ્થાને કહેવાનું અશક્ય નથી.”આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ભવાંતરમાં ઉપાર્જેલું શુભાશુભ કર્મ જ્યારે પણ ધનની પ્રાપ્તિ વગેરે જે ફળને આપવાનું કાર્ય કરે છે, તે આ લોક સંબંધી વ્યાપાર કે રાજ્યસેવાદિ સ્વરૂપ કર્મ(યત્ન) વિના કરતું નથી. તેથી જ્યાં દેવ છે ત્યાં ફળ છે અને જ્યાં દેવ નથી ત્યાં ફળ પણ નથી'-આ અન્વયવ્યતિરેકની જેમ, “જ્યાં ઐહિક કર્મ (યત્ન) છે, ત્યાં ફળ છે અને જ્યાં ઐહિક કર્મ (વાણિજ્યાદિ સ્વરૂ૫)-યત્ન નથી. ત્યાં ફળ પણ નથી'-આ અન્વયવ્યતિરેક પણ સમાન હોવાથી પૌર્વદેહિક કર્મ-દૈવની જેમ ઐહિક પણ કર્મ-પત્નને કાર્યની પ્રત્યે કારણ માનવું જોઈએ. જેથી દેવ અને પુરુષકાર બંન્ને પરસ્પર સાપેક્ષપણે કાર્યની પ્રત્યે કારણ છે-એ સ્પષ્ટ છે. યોગબિંદુમાં એ અંગે જણાવ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વગેરે હેતુઓથી આત્માએ કરેલું જે પૂર્વભવના શરીરમાં થયેલું કર્મ છે તેને દૈવ તરીકે જાણવું તેમ જ આ ભવમાં વ્યાપારી લોકો વગેરે દ્વારા વાણિજ્યાદિ (ધંધો વગેરે) જે કર્મ કરાય છે તે પુરુષકાર છે. પૂર્વભવનું કર્મ હોવા છતાં

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58