Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ હોવા છતાં ફળનો વિરામ જ હોય છે. તેમ ધ્વંસની વિદ્યમાનતામાં પણ ફળનો વિરામ શક્ય છે. આ પ્રમાણે કેટલાક લોકોનું કહેવું છે, તેની અયુક્તતાને શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવાય છે. એનો આશય એ છે કે એકસરખા દૃષ્ટ કારણસ્વરૂપ યત્ન વગેરે હોવા છતાં બે આત્માઓને એકસ્વરૂપ ફળ મળતું નથી. પરંતુ તેમનાં ફળોમાં વિશેષતા હોય છે. એ બંન્ને આત્માઓના અદષ્ટમાં ફરક માન્યા વિના ફળવિશેષની સિદ્ધિ શક્ય નથી. લોકમાં પણ આવું જોવા મળે છે કે એકસરખું જ દુગ્ધપાન હોવા છતાં કોઈને તેનાથી દુ:ખ થાય છે અને કોઈને તેથી સુખ થાય છે. આ ફળવિશેષમાં નિયામક, તે તે આત્માનું અદવિશેષ જ છે. ‘કાકડી વગેરેની જેમ કોઈ વાર દૂધ પીવાથી પિત્તાદિ રસ ઉત્પન્ન થવાના કારણે દુગ્ધપાનાદિથી સુખ-દુ:ખાદિની ઉત્પત્તિ થતી હોય છે. તેથી અદૃષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી.’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે અદષ્ટ માનવામાં ન આવે તો સર્વત્ર દુગ્ધપાનાદિના કારણે પિત્તાદિરસનો ઉદ્ભવ માનવાનો પ્રસંગ આવશે. “રોગીને જેમ ઔષધાદિથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ સહકારી દટકારણોથી સુખદુ:ખાદિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી અદષ્ટ-કર્મની કલ્પના કરવાની જરૂર નથી.’’ આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તેથી ઔષધનું સેવન કરનારાદિ સૌને સુખાદિની પ્રાપ્તિ સમાનપણે થવાનો પ્રસંગ આવશે. ૨૩

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58