Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ નથી..’ઈત્યાદિ વ્યવહાર ઉપર જણાવ્યા મુજબ ઉત્કટ પુરુષકારકૃતત્વાભાવનું અવગાહન કરે છે-એમ જણાવીને તેની પ્રામાણિકતાને જણાવી. હવે પ્રકારાંતરે તે ભ્રમસ્વરૂપ છે તે જણાવાય છે. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારનું સામર્થ્ય સમાન છે-એમ માનનાર વ્યવહારનય ‘કોઈ પણ કાર્યમાં પુરુષકારકૃતત્વ નથી' એવા વ્યવહારને ઉચિત ના માને. તેથી વિધિ અને નિષેધ વિષયક એ વ્યવહાર, અહંકારસ્વરૂપ દોષના કારણે થયો હોવાથી આભિમાનિક ભ્રમાત્મક છે. અહંકારનું કારણ પણ એ છે કે એક વાર બુદ્ધિ જે વિષયને તીવ્ર અભિલાષથી ગ્રહણ કરી તેમાં ઉપરક્ત બને છે ત્યારે તે વિષયને છોડીને બીજા વિષયને ગ્રહણ કરવા તત્પર બનતી જ નથી. આથી જ એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાના કારણે તેનાથી બીજા ધર્મનો ગ્રહ થતો નથી. આમાંથી જ આહાર્યજ્ઞાન ઉત્પન્ન થતું હોય છે, જે એક જાતિનો ભ્રમ જ હોય છે. જ્ઞાતાને ચોક્કસ ખબર હોય છે કે શાખ પીળો હોતો નથી. એમ છતાં ‘શફ્ટે વીતત્ત્વજ્ઞાન નાયતામ્' આવી ઉત્કટ ઈચ્છાથી થતું શવ: પીતઃ એવું જ્ઞાન જેમ પ્રમાણ મનાતું નથી તેમ દૈવ અને પુરુષકાર : બંન્ને, કાર્યમાત્રની પ્રત્યે સમાનપણે કારણ છે-એમ માનનારા અવિશેષગ્રાહી વ્યવહારનયની અપેક્ષાએ ‘વૈવતમિવું, ન પુરુષારતમ્'... ઈત્યાઘાકારક વિધિનિષેધવિષયક જ્ઞાન પ્રમાણ મનાતું નથી, પરંતુ ભ્રમાત્મક મનાય છે. કારણ કે તે સ્વારસિક છે... ૧૧

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58