Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 9. 1190-901| દૈવ(ભાગ્ય) પ્રબળ હોય તો ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; તેથી ફળની પ્રત્યે દૈવને જ કારણ માનવામાં આવે છે, પ્રયત્નને નહીં-આ વાત બરાબર નથી, તે જણાવાય છે क्वचित्कर्मेव यत्नोऽपि, व्यापारबहुलः क्वचित् । अन्ततः प्राग्भवीयोऽपि, द्वावित्यन्योन्यसंश्रयौ ॥१७- ११ ॥ “કોઈ કાર્યમાં જેમ કર્મ ઉત્કટ હોય છે તેમ કોઈ કાર્યમાં પ્રયત્ન પણ ઉત્કટ હોય છે. કોઈ વાર વર્તમાનમાં પ્રયત્નની પ્રચુરતા(ઉત્કટતા) જણાતી ન પણ હોય તો તે ઉત્કટ પ્રયત્ન પૂર્વભવનો છે-એ ચોક્કસ છે. આ રીતે ફળની પ્રત્યે દૈવ(કર્મ) અને પુરુષકાર(પ્રયત્ન) બંન્ને પરસ્પર સાપેક્ષપણે પ્રયોજક મનાય છે.''-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે દૈવ પ્રબળ હોય તો ખૂબ જ અલ્પ પ્રયત્ને ચિકાર ફળ પ્રાપ્ત થાય છે અને ચિકાર પ્રયત્ન કરવા છતાં ભાગ્યની મંદતાએ અલ્પ-નહીંજેવું ફળ પ્રાપ્ત થાય છે-આવું ઘણીવાર જોવા મળતું હોય છે. આથી એમ જ લાગે કે ફળના ઉત્કર્ષથી દૈવમાં જ ફળપ્રયોજક્તા છે અને પુરુષકારમાં તે નથી. પરંતુ આ વાત ઉચિત નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ દૈવની પ્રચુરતાની જેમ કોઈ વાર પ્રયત્નની પણ પ્રચુરતા જોવા મળે છે. જ્યાં પણ દૈવાધિક્ય ૧૫

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58