Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ अथ प्रारभ्यते देवपुरुषकारद्वात्रिंशिका । પરમાત્માના અનુગ્રહથી જ યોગની સિદ્ધિ થાય છેઆ માન્યતાનું નિરાકરણ કરીને દૈવથી જ આ યોગની સિદ્ધિ થાય છે; તેમ જ પુરુષાર્થથી જ યોગની સિદ્ધિ થાય છેઆવી એકાંતે જે માન્યતા છે, તેનું નિરાકરણ કરવા માટે આ બત્રીશીનો પ્રારંભ છે दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः ।। निश्चयव्यवहाराभ्यामत्र कुर्मी विचारणाम् ॥१७-१॥ “દેવ અને પુરુષકાર(પુરુષાર્થ) બન્ને યોગની સિદ્ધિમાં તાત્ત્વિક રીતે એકસરખા જ ઉપયોગી છે. વ્યવહાર અને નિશ્ચય નયની અપેક્ષાએ તેની અહીં વિચારણા કરાય છે.”આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માનો અનુગ્રહ જ યોગની સિદ્ધિમાં કારણ છે. આવી માન્યતાનું આ પૂર્વે સોળમી બત્રીશીમાં નિરાકરણ ક્યું. કેટલાક લોકો યોગની સિદ્ધિ દૈવ(ભાગ્ય)થી જ થાય છેએમ માને છે અને કેટલાક લોકો પુરુષકાર(પુરુષાર્થ)થી જ યોગની સિદ્ધિ થાય છે-એમ માને છે. આ બન્ને એકાંત માન્યતાનું આ બત્રીશીમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે તાત્ત્વિક રીતે યોગની સિદ્ધિમાં દૈવ અને પુરુષાર્થ બન્ને સમાન રીતે જ હેતુ છે. એ વિષયમાં વ્યવહાર અને નિશ્ચય : એ બન્ને નયની અપેક્ષાએ અહીં વિચારણા કરવામાં આવી છે. I૧૭-૧

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58