________________
દાદા ગુરુદેવ ચરિત્ર ગયા. એમની વ્યાખ્યાનશૈલી તો અતિ અદ્ભુત હતી. વ્યાખ્યાનકલાની પ્રસંશા તો દિદિગંતોમાં પણ થવા લાગી. તેમનામાં તપ-જપ તથા મેધા આ ત્રણેનો વિશિષ્ટરૂપે સંગમ થયો હતો. તેમની આવી અદ્ભુત પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેક સાધુ મહારાજો તેમની પાસે જ્ઞાનાર્જન હેતુ આવવા લાગ્યા.
અભયદેવમુનિમાં સર્વ પ્રકારની યોગ્યતા તથા બહુમુખી પ્રતિભાને જોઇને આચાર્ય શ્રી જિનેશ્વરસૂરીજી એ શ્રી સંઘ સમક્ષ તેમને આચાર્યપદ આપ્યું.
આચાર્ય અભયદેવસૂરિજી વિશે એવું પણ જાણવા મળે છે કે એક દિવસ રાત્રિના પ્રતિક્રમણ કર્યા બાદ તેઓ મુનિઓને અજિશાંતિ સ્તવનના અર્થ સંભળાવતા હતા. તેમાં યોગાનુયોગ શૃંગારરસનું વર્ણન કરવાનો પ્રસંગ આવ્યો. બાજુમાં જ અંતઃપુર હતું. તેમાં રાજરાણીઓ અને રાજકુમારીઓ હતાં તેનું ધ્યાન ના રહ્યું અને અદ્ભુત વર્ણન કરતાં કરતાં સંગીતના સૂરોથી સ્તવન ગાયું, તેમનો રાગ અતિમધુર અને શાસ્ત્રીય સંગીત યુકત હતો તે સાંભળીને અંતઃપુરમાં રહેલી રાજકુમારી એકદમ આકર્ષિત થઈ, ને ઉપાશ્રયમાં આવીને બેસી ગઈ. રાજકુમારીના આગમનની ખબર પડતાં જ અભયદેવસૂરિજી સફાળા સાવધ થઈ ગયા અને પછી તો કાયાના વિભત્સરસનું એવું વર્ણન કર્યું કે રાજકુમારી ત્યાંથી ઊઠીને સ્વતઃ ચાલી ગઈ. બલા ટળી ગયાનો મુનિઓ સહિત આચાર્યશ્રીને સંતોષ થયો.
'એક સમયે વ્યાખ્યાનમાં અભયદેવસૂરિજીએ વીરરસનું