Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti Prakashan View full book textPage 7
________________ જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજી ) એ હતા આચાર્યભગવંત શ્રી જિનેશ્વરસૂરિજીના સુવિનીતશિષ્ય આચાર્ય અભયદેવસૂરિજીના જીવન સંબંધમાં “પ્રભાવક ચરિત્ર “નામના ગ્રંથમાં ઉલ્લેખ મળે છે કે આચાર્ય જિનેશ્વરસૂરિજી વિહાર કરતા કરતા મધ્યપ્રદેશની ધારાનગરીમાં પધાર્યા. ત્યાં આપશ્રીનું નિત્ય પ્રવચન થતું હતું. તે ધારાનગરીમાં શ્રેષ્ઠિ મહીધર નામના વેપારી તથા તેમનાં ધર્મપત્ની ધનદેવી રહેતાં હતાં, તેમને અભયકુમાર નામનો અતિ સુન્દર, પ્રખર બુદ્ધિશાળી પુત્ર હતો. તે - આચાર્ય શ્રી જિનેશ્વરસૂરીશ્વરની વૈરાગ્યરસયુકત અમૃતવાણીનું શ્રવણ કરવા મહીધર શ્રેષ્ઠિ પોતાના પુત્ર સહિત નિત્ય આવવા લાગ્યા. આચાર્ય શ્રી જિનેશ્વરસૂરીની ઉત્કૃષ્ટ સંયમ-સાધના તથા તપ જપના પ્રભાવથી અભયકુમાર પ્રભાવિત થયો. તેણે વિચિત્ર સંસારના સ્વરૂપને સમજી માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી દીક્ષા અંગિકાર કરી. આચાર્યશ્રીએ તેમનું નામ અભયદેવમુનિ સ્થાપિત કર્યું. અભયદેવમુનિ ગુરુભકિતને જ પોતાના જીવનમાં પ્રમુખસ્થાન આપી જપ-તપ અને સ્વાધ્યાયની સાધનામાં સંલગ્ન થયા. આચાર્ય શ્રી જિનેશ્વરસૂરી પાસેથી તેમણે સ્વ-પર શાસ્ત્રોનું વિધિવત્ અધ્યયન કર્યું અને અતિ અલ્પ સમયમાં અનેક વિદ્વાનોની ગણનામાં તેમણે પ્રમુખસ્થાન પ્રાપ્ત કર્યું. જ્ઞાનાર્જનની સાથે સાથે વિવિધ ઉગ્ર તપશ્ચર્યાઓમાં પણ તે આગળ વધીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 88