Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti Prakashan View full book textPage 6
________________ નામથી પ્રસિદ્ધ છે.) જીવનચરિત્ર પણ એટલું જ પ્રભાવશાળી અને કલ્યાણકારી છે. આ પાંચેય ગુરુદેવોનું મહાન વ્યકિતત્વ તથા જીવનચરિત્ર જાણવાની અનેક શ્રદ્ધાવાન ગુરુભકતોની જિજ્ઞાસા હતી. તેમની અનેકવારની માગણીથી પ્રેરાઇને ૫. પૂજય સા. શ્રી, મનોહરશ્રીજી મ. સાહેબે પાંચેય ગુરુદેવોનું પવિત્ર જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં લખવા માટે મને આજ્ઞા આપી. તથા આ અંગાઉ (પહેલાં) ચારેય ગુરુદેવોનું જીવનચરિત્ર હિન્દી ગુજરાતી ભાષામાં અનેક વાર બહાર પડેલું છે. પરંતુ વર્તમાનમાં અનુપલબ્ધ હોવાથી હું અલ્પજ્ઞ હોવા છતાં ભકિતથી પ્રેરાઇને પાંચેય ગુરુદેવોનું જીવનચરિત્ર સ્વ. અનુયોગાચાર્ય કેશરમુનિજી મ.સા. ના અંતેવાસી મુનિ બુદ્ધિસાગરજી મ.સા. દ્વારા તથા અગસ્પંદજી નાહટા, ભવરલાલજી નાટા દ્વારા લેખિત ગુરુદેવોના જીવનચરિત્રના આધારે અતિ સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવાનો આ પ્રયાસ ગુરુકૃપાથી કર્યો છે. આ ચરિત્ર લખવામાં કોઇ પણ પ્રકારની ત્રુટિ કે ઊણપ અથવા ક્ષતિ રહી ગઇ હોય અથવા જિનાજ્ઞા તથા ગુરુદેવના ચિરત્રથી જુદું (વિરૂદ્ધ) કંઇ પણ લખાયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્. આ પુસ્તકનું સંપાદન કાર્ય શતાવધાની શાસનજયોતિ શ્રી મનોહરશ્રીજી મ. સાહેબે કરીને તેમણે ગુરુદેવો પ્રત્યે અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો છે તેમનો હું આભાર વ્યકત કરું છું. તથા ૫. પૂજય, વિનયગુણસંપન્ના વિનીતાશ્રીજી મ.સા.ના આશીર્વાદથી આ દાદા ગુરુદેવ ચરિત્ર પુસ્તક સંપૂર્ણ થયું છે. ગુરુ વિચક્ષણ પદરજ સાધ્વી મુકિતપ્રભાશ્રીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 88