Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 4
________________ આશીર્વચન દાદા પૂર્વાચાર્યોએ આજ સુધી જિન શાસનની શ્રૃંખલાને અખંડરૂપે રાખેલ છે તેમાં ખરતર ગચ્છ નભો મણિ જં.યુ. પ્ર. જિનદત્તસૂરિ, મણિધારી જિનચંદ્રસૂરિ, જિનકુશળસૂરિ, અને અકબર પ્રતિબોધક જિનચંદ્રસૂરિ આ ચાર દાદાસાહેબ પણ એક રૂપે છે જેઓએ લાખો નૂતન જૈન બનાવી ચર્તુર્વિધ સંઘની અભિવૃદ્ધિ કરી છે. તેઓનું જિનશાસનમાં અદ્વિતીય સ્થાન છે. આજના ભૌતિકવાદના યુગમાં ત્યાગ તપપૂત આવા મોંઘેરા મહાપુરુષોના પ્રેરણાપ્રદ જીવનચરિત્રની સંસારને અત્યધિક આવશ્યકતા છે. પ.પૂ. પ્ર. સ્વ. જૈન કોકિલા સમતામૂર્તિ વિચક્ષણ શ્રીજી મ.સા. ની શિષ્યા મમ અનુજા વિદુષી શતાવધાની મનોહર શ્રીજીની પ્રેરણાથી તેઓના લઘુભગિની વિદુષી મુક્તિપ્રભાશ્રીજીએ શ્રી દાદા ગુરુદેવ ચરિત્રનું ગુજરાતી ભાષામાં આલેખન કર્યું છે. તેનું વાંચન કરી મુમુક્ષુઓ લાભાન્વિત બને. ગુરુદેવ લેખિકાને લેખનકામમાં શકિત અર્પે જેથી તેઓ સાહિત્યકોષમાં અભિવૃદ્ધિ કરે એજ અભ્યર્થના. પ.પૂ. સ્વ. પ્ર. જૈન કોકિલા વિચક્ષણશ્રીજી મ.સા. ની શિષ્યા કોકિલકંઠી વિદુષી મનોહરશ્રીજી, મુક્તિપ્રભાશ્રીજીની પરમપ્રેરણાથી દાદાસાહેબના પગલાં, નવરંગપુરામાં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર જિનદત્તસૂરિ ખરતર·ગચ્છ જૈન ભવન, ઉપાશ્રય અને લાયબ્રેરી આદિનું નવનિર્માણ થયું છે અને દાદાસાહેબની ચરણ પાદુકાઓ અતિપ્રાચીન અને ચમત્કારી છે તેનો જીર્ણોદ્ધાર તેમની જ પ્રેરણાથી અતિ શીઘ્ર થશે. આશા છે કે આ સ્થાન અતિ રમણીય અને દર્શનીય બનશે. તા. ૧-૧૦-૯૦ અમદાવાદ વિચક્ષણ ગુરુચરણરજ વિનીતાશ્રી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 88