Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાકથન કલકત્તા યુનિવર્સિટીમાં દીધેલાં ૧૯૩૨ના વર્ષનાં અધરચંદ્ર મુખરજી વ્યાખ્યાનરૂપે આ થોડાંક પૃષ્ઠો લખાયેલાં. પિતાની સમક્ષ ઉપસ્થિત સમસ્યાનો જે ઉકેલ બુધે શેાધી કાઢેલે તેને દર્શાવવાને અહીં મેં પ્રયત્ન કર્યો છે. આ દેશની દર્શન અને ધર્મની બધી જ પરંપરાઓ આગળ દુઃખમુક્તિની એક સમાન સમસ્યા હતી. અને આ દુઃખમુક્તિ તૃષ્ણક્ષયથી જ થાય છે એમ ઉપનિષદના ઋષિમુનિઓએ પિકારી પોકારીને કહ્યું છે. બુદ્ધેય આ મતને સ્વીકાર કર્યો, પરંતુ ઉપાયની બાબતમાં ધરમૂળથી તેમનાથી વિરુદ્ધ જઈને તેમણે એક હિંમતભર્યું પગલું ભર્યું અને અનાત્મવાદનું તેમણે પ્રતિપાદન કર્યું. અને તેમ છતાં તેઓ એક જ ચેચે પહોંચ્યા. જે મિત્રો અને શિષ્યોએ એક યા બીજી રીતે મને સહાય કરી છે તેમને હું આભાર માનું છું. સૂચીઓ તૈયાર કરવા બદલ મારા એક શિલ્ય અને વિદ્યાભવનમાં અમારી સાથે કામ કરનારા શ્રી જયન્તીલાલ આચાર્ય, બી. એ., મારા આભારના અધિકારી બન્યા છે. વિધશેખર ભટ્ટાચાર્ય વિશ્વભારતી શાતિનિકેતન સપ્ટેમ્બર ૧૦, ૧૯૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82