Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પુરવચન પ્રખર વિદ્વાન મહામહોપાધ્યાય વિધુશેખર ભટ્ટાચાર્યજીનું The Basic Conception of Buddhism જ્યારે મેં વાંચ્યું ત્યારે મને તે ગમી ગયું. મને તેનો ગુજરાતી અનુવાદ કરવાની ઈચ્છા થઈ. અને મેં તરત જ તેને ગુજરાતી અનુવાદ કર્યો. આજે સાત-આઠ વર્ષ પછી તેનું પ્રકાશન થાય છે. ભગવાન બુદ્ધને મૂળ ઉપદેશ શો છે, એનું વિશદ તેમ જ સરળ નિરૂપણ ભટ્ટાચાર્યજીએ આ નાનકડા પુસ્તકમાં કર્યું છે. ભારતીય ધર્મો અને દર્શનની પાયાની સમસ્યા તે દુઃખમુક્તિની જ હતી. દુઃખમુક્તિનો ઉપાય તૃષ્ણાક્ષય લગભગ બધા ધર્મચિંતકે એ સ્વીકાર્યો છે. પરંતુ તૃષ્ણને ક્ષય કરવા કરવું શું ? તૃષ્ણાક્ષયના વિવિધ માર્ગો દર્શાવી ભટ્ટાચાર્યજીએ ભગવાન બુદ્ધે દેખાડેલા માર્ગની વિશિષ્ટતા કુશળતાથી તારવી આપી છે. તૃણાલય એ જ દુઃખમુક્તિને ઉપાય છે એવો સર્વમાન્ય મત પ્રાચીન ભારતના ચિંતકોને હતો એ સ્પષ્ટ કરવા અથર્વવેદ, વેદ, ઉપનિષદ, બ્રાહ્મણો, મહાભારત, રામાયણ, ભાગવત, ધમ્મપદ, કાલિદાસની કૃતિઓ, વગેરે મહામૂલા ગ્રંથમાંથી ભટ્ટાચાર્યજીએ રસપ્રદ ઉચિત ઉદાહરણ આપ્યાં છે. સામાન્ય લોકોને પણ રુચે એવું ધર્મતત્ત્વ આમાં સારા પ્રમાણમાં છે. વળી, ધર્મ-દર્શનના વિદ્યાથીઓને ઉપયોગી સામગ્રી પણ એ પૂરી પાડે છે. તેથી, અંગ્રેજી ન જાણનાર ગુજરાતી વાચકો માટે આ અનુવાદ કર્યો છે. પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી સમગ્ર અનુવાદ સાંભળી ગયા હતા. મુ. શ્રી દલસુખભાઈ માલવણિયા અને મુ. શ્રી હરિવલ્લભ ભાયાણું આ અનુવાદ વાંચી ગયા હતા. તેમણે કરેલાં સૂચનેને મેં અમલ કર્યો છે. ત્રણેય વિદ્વાનેને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જ્ઞાનોદય ટ્રસ્ટે આ અનુવાદ છપાવવા કલકત્તા યુનિવર્સિટીની પરવાનગી મેળવેલી અને અનુવાદ કરાવવાનું મહેનતાણું ચૂકવેલું. પરંતુ છેવટે તેણે અનુવાદને પ્રકાશનાથે વિદ્યામંદિરને ઉદારતાપૂર્વક આપી દીધો અને વધારામાં એક હજાર રૂપિયા પ્રકાશન ખર્ચ માટે આપ્યા, તે બદલ વિદ્યામંદિર ટ્રસ્ટનું ઋણી છે. લા. દ. વિદ્યામંદિર અમદાવાદ ૩૮૦૦૦૮ ૧૫ મે ૧૯૭૭ નગીન જી. શાહ અધ્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82