Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ ર બોધસાર અને અર્થની વ્યવહારજીવનમાં મુખ્યતા છે. આ જીવનમાં આજીવિકાની પ્રાપ્તિ માટે કંઈક ને કંઈક હુન્નર, ઉદ્યોગ, ખેતી, નોકરી, વ્યાપાર કે ધંધાકીય પ્રવૃત્તિ (ડૉક્ટર -વકીલ-એન્જિનિયરની) કરવામાં આવે છે. આ અંગે સામાન્યપણે તો પોતે નિષ્ઠાથી પોતાની ફરજ પ્રામાણિકપણે બજાવવી તે યોગ્ય કહેવાય, પણ તેમ કરવાથી અમુક પ્રકારની સફળતા પ્રાપ્ત થશે જ એમ નિશ્ચિતપણે કહી શકાતું નથી. હોંશિયાર અને પ્રામાણિક ડૉક્ટર ઓછું કમાય અને ઓછી ગુણવત્તાવાળો વધારે કમાય એમ ઘણીવાર જોવામાં આવે છે. એવી જ રીતે પોતાના કુટુંબને વિસ્તૃત, વ્યવસ્થિત અને સંપન્ન બનાવવાના દરેક મનુષ્યના પ્રયત્નો છતાં તેમાં પણ ઉપરોક્ત પ્રમાણેની અનિયમિતતાઓ અને વિસંગતિઓ વારંવાર નજરે પડે છે. આવા સંજોગોમાં એમ જરૂર માનવું પડે છે કે ઘણા પ્રયત્નો અને તકેદારી રાખવા છતાં પણ ઇસિદ્ધિ જેવી જોઈએ તેવી થતી નથી. અહીં શું સમજવું ? અહીં આવા પ્રકારની વિશ્વવ્યવસ્થામાં જરૂરથી કોઈ એક અદૃષ્ટ તત્ત્વનો સ્વીકાર વિચા૨ક મનુષ્ય કરવો જ પડે છે અને તેને જ પ્રારબ્ધ, નસીબ કે ભાગ્ય કહેવામાં આવ્યું છે. પરમાર્થ જીવન ઃ આ જીવનમાં પોતાના જીવનમાં રહેલી ત્રુટિઓને વિવેક-વિચારસદાચાર દ્વારા દૂર કરીને એ દિવ્ય-પવિત્ર-પ્રસન્ન-આનંદમય જીવનને પ્રાપ્ત કરવાની મુખ્યતા છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો અહીં ‘સ્વ’સુધારણાની (Self Purificationની) મુખ્યતા છે. જેનાથી પોતાનું સમસ્ત વ્યક્તિત્વ ઉન્નત, સદ્ગુણસભર, પ્રબુદ્ધ, દિવ્ય અને પ્રભાવશાળી બને તેવો ઉદ્યમ સતતપણે કરવામાં આવી રહ્યો છે, અર્થાત્ મુખ્યપણે આમાં બાહ્ય દખલગીરી ઓછી છે અને પોતાના નિજતત્ત્વની સુધારણા મુખ્ય છે. દરેક મનુષ્ય જેમ વ્યવહારજીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82