Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 75
________________ [૧૩] શુદ્ધ સમાધિમાર્ગ ગદ્ય વિભાગ : મહાવીરના બોધને પાત્ર કોણ ? (૧) સત્પુરુષના ચરણનો ઇચ્છક, (૨) સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, (૩) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, (૪) બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, (૫) જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર (૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર (૭) એકાંતવાસને વખાણનાર (૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી (૯) આહાર, વિહાર, નિહારનો નિયમી, (૧૦) પોતાની ગુરુતા દબાવનાર. આવા થઇએ તો સન્માર્ગની પ્રાપ્તિ થાય. * * * ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાનીઓના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાયમાં તન્મય રહેવું તથા એકાંત શાંત સ્થાનમાં બેસીને શાસ્ત્રના અર્થનું ચિંતવન કરવું અને સંયમની સાધનામાં ધૈર્યપૂર્વક સ્થિર રહેવું એ જ મુક્તિનો માર્ગ છે. જગતમાં સત્ પરમાત્માની ભક્તિ સદ્ગુરુ-સત્સંગ સત્શાસ્ત્રાધ્યયન સભ્યદૃષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત Jain Eથયાં નથી થયાં હોત તો આવી દશા હોત. નહીં. પણ જાગ્યા..org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82