Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 74
________________ બોધસાર પ () કર્મોનો ક્ષય થવાથી જ મોક્ષ થાય છે, તે (મોક્ષ)ની પ્રાપ્તિ સમ્યજ્ઞાનથી થાય છે અને તે સમ્યજ્ઞાન)ની સિદ્ધિ ધ્યાનથી થાય છે. માટે તે (ધ્યાન) આત્માને હિતરૂપ છે. (૭) ચિત્ત અને ઇન્દ્રિયોની સૌમ્યતા, આરોગ્ય, કરૂણાશીલતા, શરીરનું સુગંધીપણું, મળમૂત્રની અલ્પતા, કાંતિવાળું શરીર, ચિત્તપ્રસન્નતા અને સૌમ્યવાણી – આ ધ્યાનારૂઢ પુરુષનાં લક્ષણ હોય (૮) ગુરુના ઉપદેશને ગ્રહણ કરીને શાંત ચિત્તથી ધ્યાન કરવાવાળો, અનંત શક્તિનો સ્વામી આ આત્મા મુક્તિ અને ભક્તિ બંનેને પામે છે. જ્ઞાન, લક્ષ્મી, આયુષ્ય, આરોગ્ય, તુષ્ટિ, પુષ્ટિ, તૃપ્તિ, સૌન્દર્ય અને સંસારમાં જે કાંઈ પ્રશંસનીય ગણાય છે તે બધુંય . ધ્યાન કરનારને આવી મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82