Page #1
--------------------------------------------------------------------------
________________
| Hૉપસાર
ધ સાધન છે.
અાધ્યામિ,
સદસંગ
માજિક Hકેમ
લીમદ્ રાજચં.
A૯૨
૮૨ ૦૦૯,
૧ વિઘા-ભકિત-આનંદ ધામ -
શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
lain Education International
For Pre Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
બોધસાર
‘તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય; એક વાર જો સમાધિમરણ થયું તો સર્વકાળનાં અસમાધિમરણ ટળશે.....
શ્રીમદ્ રાજચંદ્ર
સંક્લન-સંપાદન પૂ. સંત શ્રી આત્માનંદજી
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
જયંતભાઈ એમ. શાહ, મે. ટ્રસ્ટી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા–૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર)
પ્રથમ આવૃત્તિ : ૧૯૭૫ : પ્રત ૧૦૦૦ બીજી આવૃત્તિ : ૧૯૭૬ : પ્રત ૨૦૦૦ ત્રીજી આવૃત્તિ : ૧૯૮૨ : પ્રત ૧૧૦૦ ચોથી આવૃત્તિ : ૧૯૯૦ : પ્રત ૨૨૦૦ પાંચમી આવૃત્તિ : ૧૯૯૪ : પ્રત ૨૨૦૦
મૂલ્ય : રૂ. ૫-૦૦
મુદ્રક :
શારદા મુદ્રણાલય (લેસર વિભાગ) ગાંધી માર્ગ, જુમ્મા મસ્જિદ સામે,
અમદાવાદ-૩૮૦ ૦૦૧.
પ્રાપ્તિસ્થાન :
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર મુ. પો. કોબા-૩૮૨૦૦૯. (જિ. ગાંધીનગર)
Page #4
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જેઓએ પોતે વિનય, સરળતા, વિવેકજ્ઞાન અને સમતાપ્રાપ્તિનો ઉદ્દેશ રાખીને જીવન પુરુષાર્થ આદર્યો છે
તેવા વિશ્વના સમસ્ત સાધક મહાનુભાવોને તેમના તે પરમ પરાક્રમને અભિનંદવા માટે
આ પાયારૂપ તત્ત્વજ્ઞાનની પુસ્તિકા સાદર સમર્પણ કરીએ છીએ.
Page #5
--------------------------------------------------------------------------
________________
WWWWWWWWW
પ્રવેશ
શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર તરફથી આ નાની પુસ્તિકા જિજ્ઞાસુઓના કરકમળમાં અર્પણ કરતાં ચિત્ત પ્રસરતા અનુભવીએ છીએ
સાધનાનાં મુખ્ય-મુખ્ય અંગોનું નિરૂપણ કરનારાં સંત-મહાત્માઓનાં વચનામૃતોનો આ સંગ્રહ મુમુક્ષુઓને આત્મ-સાધના કરવાના વિકટ માર્ગમાં, પ્રેરણા અને ઉત્સાહ આપી, નિરાશામય અને ડામાડોળ મનોવૃત્તિ થાય ત્યારે તેમને ફરીથી માર્ગારૂઢ થવામાં સહાયક થાઓ તેવી ભાવના છે. - સંતોનાં આ વચનો માત્ર વાંચવા માટે નથી, પરંતુ મનન-પરિશીલન માટે છે, અને તેમાંનાં પદ્યાત્મક વચનામૃતો પ્રાર્થના, જાપ અને ભાવનામાં ખૂબ ઉપયોગી હોઈ કંઠસ્થ કરવા યોગ્ય છે.
આ વચનો પહેલાં વાંચ્યાં હોય તો પણ તેમાં અપૂર્વતા આણી ફરી ફરીને વાંચવાથી તેમાંથી નવા નવા ભાવોનું હુરણ થશે અને સાધનાનો માર્ગ સરળ થશે. જ્ઞાનીઓનો માર્ગ સદાય જયવંત વર્તો !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-
-
Page #6
--------------------------------------------------------------------------
________________
સંસ્થાકીય
સદ્ભુત-સેવા-સાધના કેન્દ્રની સ્થાપના ભગવાન મહાવીરસ્વામીના કેવળજ્ઞાનદિન-વૈશાખ સુદ ૧૦ (સં. ૨૦૩૧)ના મંગળ દિને કરવામાં આવેલી, જેનો ઉદ્દેશ નીચે દર્શાવેલ શુભ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે : (૧) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ
અને સંવર્ધન. (૨) અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન
સંશોધન-પ્રકાશન-અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો પ્રાયોગિક અભ્યાસ અને સમાજના સ્વચ્છ
માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ
આપવો. (૫) સમર્પણ યોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ
સાધક-મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન.
આ ઉદેશોને લક્ષમાં રાખી સંસ્થામાં એક ગ્રંથાલય પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હાલમાં લગભગ ૧૦,૦૦૦ ઉપરાંત ગ્રંથોનો સંગ્રહ છે.
આ પુસ્તિકાની ચાર આવૃત્તિઓ ક્રમશઃ સને ૧૯૭૫,૧૯૭૬, ૧૯૮૨ તથા ૧૯૯૦માં (આમૂલ પરિવર્તિત અને પરિવર્ધિત આવૃત્તિ) પ્રગટ કરવામાં આવી હતી. હવે તેની આ પાંચમી, આવૃત્તિ પ્રગટ થાય છે, જે આત્માર્થીજનોને ઉપયોગી નીવડો !
Page #7
--------------------------------------------------------------------------
________________
બે શબ્દ
આ સંસ્થા છેલ્લાં ૧૯ વર્ષોથી સમાજને, સાધકોને અને વિદ્વાનોને ઉપયોગી થાય તેવું આધ્યાત્મિક સાહિત્ય નિયમિત પ્રકાશિત કરે છે.
આ પ્રકાશનોની પરંપરામાં આજે આ એક નવું પ્રકાશન ઉમેરીએ છીએ, જે પૂર્વે પ્રકાશિત થયેલા પ્રકાશનમાં ધરમૂળ ફેરફારો સહિત નવા રૂપે અને નવા નામે પ્રગટ થાય છે.
આ પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ અને મધ્યમ કક્ષાના સાધક-અભ્યાસીઓને પાયારૂપ તત્ત્વજ્ઞાન એક જ જગ્યાએથી મળી રહે તે છે. આ પુસ્તક “સાધના માટેના પાયારૂપ તત્ત્વજ્ઞાનના ત્રીજા અને છેલ્લા મણકારૂપે પ્રગટ થાય છે અને તેથી આ માળા હવે પૂરી થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા તથા અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી સાથે હવે આ સેટ પ્લાસ્ટિકના કવરમાં તૈયાર જ મળી શકશે.
સામાન્ય સત્પાત્રતાથી માંડીને સત્સંગ-ભક્તિ-સ્વાધ્યાયતત્ત્વનિર્ણય-ધ્યાન અને આત્મસાક્ષાત્કાર સુધીની સાધના માટેનું જરૂરી લગભગ બધું જ પાયારૂપ પાથેય આ શ્રેણિમાં સમાવી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે.
આશા છે કે આજ સુધીનાં પ્રકાશનોની માફક આ પ્રકાશન પણ અભ્યાસી સાધકોમાં લોકપ્રિય થશે અને તેનું વાંચન-મનનઅનુસરણ કરી તેઓ પોતાના જીવનને ઉન્નતિના માર્ગે આગળ લઈ જશે.
વિદ્વાનોને વિનંતી કે તેઓ આ પ્રકાશનોમાં રહેલી કોઈ પણ ત્રુટિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે, કે જેથી તેમાં સુધારણા કરી વધારે ઉપયોગી બનાવી શકાય. કોબા
% આત્માનંદ તા. ૨૨-૭-૯૪ ગુરુપૂર્ણિમા
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
૧. પુરુષાર્થ અને પ્રારબ્ધ . . . . . . . . . . . . . .૧ ૨. ધર્મ-આરાધનામાં પ્રેરક વચનો ૩. સત્સંગ . . . . . . . . . . ૪. વૈરાગ્યપ્રેરક વચનો . . . . . ૫. ભક્તિપ્રેરક વચનો . . . . . . . . . ડ, પ્રમાદ . . . . . . . . . . . . . . . ૭. જ્ઞાનપ્રેરક વચનો . . . . . . ૮. ગુરુમહિમાનાં વચનો ૯. સ્વચ્છંદનિરોધથી સત્પાત્રતા .
. . . . . ૧૦. સનાતન ધર્મ ૧૧. સંયમપ્રેરક વચનો . . . . ૧૨. ચિત્તધૈર્યની કેડીએ . . . ૧૩. શુદ્ધ સમાધિમાર્ગ
. . . . . ૬
* * S $ 8 8 8 8 8 8 8 8
wwwwwww
યા
કે
કપાયારૂપ તત્ત્વજ્ઞાન-શ્રેણિક
(૧) અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા (૨) અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી (૩) બોધસાર
આવા ગ
પ્રકાશક : શ્રીમદ્ રાજચન્દ્ર
આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા (જિ. ગાંધીનગર) પિન : ૩૮૨૦૦૯
અવાજ અવારનવાર નજીક
જન્મ
WWW.jainelibrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનાં પ્રકાશનો
૨.૦૦
(૧) ભક્તામર-સ્તોત્ર (૨) બોધસાર
૫.૦૦
૫.૦૦
(૩) સાધના–સોપાન (આત્મોન્નતિનો ક્રમ) (૪) ચારિત્ર્ય-સુવાસ (પ્રેરણાત્મક પ્રસંગો)
૫.૦૦
(૫) સાધક–સાથી ભાગ ૧-૨
૨૦.૦૦
(૬) અધ્યાત્મને પંથે
૭.૦૦
(૭) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા
૩.૦૦
(૮) ભક્તિમાર્ગની આરાધના
૧૦,૦૦
(૯) શાંતિપથ-દર્શન ખંડ ૧-૨ (ગુજરાતી અનુવાદ) ૧૦ + ૧૫
(૧૦) દૈનિક ભક્તિ-સ્વાધ્યાય
૧૦.૦૦
5.00
૨૫.૦૦
૧.૦૦
5.00
૧૫.૦૦
૧૫.૦૦
૧૦.૦૦
૨૫.૦૦
૩.૦૦
20.00
૨.૦૦
૧.૦૦
(૧૧) Adhyatmagnan Praveshika (૧૨) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
(૧૩) શ્રી ગુરુમાહાત્મ્ય (૧૪) સાધક-ભાવના
(૧૫) ‘દિવ્યધ્વનિ' આચાર્ય વિદ્યાસાગર વિશેષાંક (૧૬) ‘દિવ્યધ્વનિ' શ્રીમદ્ રાજચન્દ્ર વિશેષાંક (૧૭) ‘દિવ્યધ્વનિ’ આચાર્ય સમન્તભદ્ર વિશેષાંક (૧૮) ‘દિવ્યધ્વનિ' ક્ષુ. ગણેશપ્રસાદ વર્ણી વિશષાંક (૧૯) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા
(૨૦) Sadhak Sathi (Eng.)
(૨૧) પારાયણત્રય
(૨૨) પુષ્પમાળા
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર)
Page #10
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ અને પ્રારબ્ધ
ભૂમિકા :
આ વિષય સાધકે બરાબર સમજવા જેવો છે, કારણ કે એના વિષેની સાચી સમજણ વર્તમાનમાં કોઈક જ જગ્યાએ જોવામાં આવે છે. લેખન દ્વારા તેને પૂર્ણપણે વ્યક્ત કરી શકાતી નથી, તેથી જ્ઞાનગુરુના સાન્નિધ્યમાં તેનાં સૂક્ષ્મ રહસ્યો સમજવાં. અત્રે સાધકને ઉપયોગી થઈ શકાય તે રીતે સંક્ષેપમાં જણાવેલ છે.
પુરુષાર્થ એટલે ઉદ્યમ દ્વારા ઈષ્ટની સિદ્ધિ કરવી તે, અને પ્રારબ્ધ એટલે નસીબ, નિયતિ અથવા ભાગ્યમાં હોય અને આવી મળે છે. સામાન્ય જીવનમાં અને પરમાર્થ જીવનમાં આ અંગે જુદા જુદા નિયમો લાગુ પડે છે; કારણ કે વ્યવહારજીવનમાં પોતાના નહીં એવા જગતના અન્ય પદાર્થોની પ્રાપ્તિની મુખ્યતા છે અને પરમાર્થજીવનમાં પોતાના જ સાચા સ્વરૂપની ઓળખાણ અને અનુભૂતિ મુખ્ય છે.
જરા સૂક્ષ્મતાથી વિચારીએ તો વર્તમાન જે પ્રારબ્ધરૂપે મળેલ છે, તે પૂર્વના કરેલા પુરુષાર્થનું જ ફળ છે અને આજે જે પુરુષાર્થ કરીએ છીએ તેનાથી જ આવતીકાલનું પ્રારબ્ધ ઘડાય છે. આમ સ્થૂળ દૃષ્ટિએ જોતાં જે ભિન્ન ભિન્ન ભાસે છે તેવાં આ પ્રારબ્ધ અને પુરુષાર્થ ખરેખર તો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં અને કથંચિત અન્યોન્યાશ્રિત છે. સામાન્ય જીવન :
જીવનના મુખ્ય ચાર પુરુષાર્થ ગણવામાં આવ્યા છે. તેમાં કામ
Page #11
--------------------------------------------------------------------------
________________
ર
બોધસાર
અને અર્થની વ્યવહારજીવનમાં મુખ્યતા છે. આ જીવનમાં આજીવિકાની પ્રાપ્તિ માટે કંઈક ને કંઈક હુન્નર, ઉદ્યોગ, ખેતી, નોકરી, વ્યાપાર કે ધંધાકીય પ્રવૃત્તિ (ડૉક્ટર -વકીલ-એન્જિનિયરની) કરવામાં આવે છે. આ અંગે સામાન્યપણે તો પોતે નિષ્ઠાથી પોતાની ફરજ પ્રામાણિકપણે બજાવવી તે યોગ્ય કહેવાય, પણ તેમ કરવાથી અમુક પ્રકારની સફળતા પ્રાપ્ત થશે જ એમ નિશ્ચિતપણે કહી શકાતું નથી. હોંશિયાર અને પ્રામાણિક ડૉક્ટર ઓછું કમાય અને ઓછી ગુણવત્તાવાળો વધારે કમાય એમ ઘણીવાર જોવામાં આવે છે. એવી જ રીતે પોતાના કુટુંબને વિસ્તૃત, વ્યવસ્થિત અને સંપન્ન બનાવવાના દરેક મનુષ્યના પ્રયત્નો છતાં તેમાં પણ ઉપરોક્ત પ્રમાણેની અનિયમિતતાઓ અને વિસંગતિઓ વારંવાર નજરે પડે છે. આવા સંજોગોમાં એમ જરૂર માનવું પડે છે કે ઘણા પ્રયત્નો અને તકેદારી રાખવા છતાં પણ ઇસિદ્ધિ જેવી જોઈએ તેવી થતી નથી. અહીં શું સમજવું ? અહીં આવા પ્રકારની વિશ્વવ્યવસ્થામાં જરૂરથી કોઈ એક અદૃષ્ટ તત્ત્વનો સ્વીકાર વિચા૨ક મનુષ્ય કરવો જ પડે છે અને તેને જ પ્રારબ્ધ, નસીબ કે ભાગ્ય કહેવામાં આવ્યું છે. પરમાર્થ જીવન ઃ
આ જીવનમાં પોતાના જીવનમાં રહેલી ત્રુટિઓને વિવેક-વિચારસદાચાર દ્વારા દૂર કરીને એ દિવ્ય-પવિત્ર-પ્રસન્ન-આનંદમય જીવનને પ્રાપ્ત કરવાની મુખ્યતા છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો અહીં ‘સ્વ’સુધારણાની (Self Purificationની) મુખ્યતા છે. જેનાથી પોતાનું સમસ્ત વ્યક્તિત્વ ઉન્નત, સદ્ગુણસભર, પ્રબુદ્ધ, દિવ્ય અને પ્રભાવશાળી બને તેવો ઉદ્યમ સતતપણે કરવામાં આવી રહ્યો છે, અર્થાત્ મુખ્યપણે આમાં બાહ્ય દખલગીરી ઓછી છે અને પોતાના નિજતત્ત્વની સુધારણા મુખ્ય છે. દરેક મનુષ્ય જેમ વ્યવહારજીવનમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
બોધસાર
પોતાના ઘરમાં પોતાનું ધાર્યું કરી શકે છે તેમ અહીં પરમાર્થજીવનમાં અજ્ઞાનને ટાળીને જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ છે, સંશયોને ટાળીને શ્રદ્ધાપ્રાપ્તિનો ઉદ્યમ છે, ક્રોધઅભિમાનાદિ ટાળીને ક્ષમા-વિનયાદિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ છે, વ્યગ્રતા અશાંતિ ટાળીને નિરાકુળતા-શાંતિની પ્રાપ્તિનો ઉદ્યમ મુખ્ય છે. આ પ્રમાણેના પોતાના આંતરિક જીવનની શુદ્ધિની સિદ્ધિ મહદંશે પોતાના સતત વિવેકપૂર્વકના ઉદ્યમથી થઈ શકે છે અને તેથી આવી સ્વસુધારણામાં પુરુષાર્થની મુખ્યતા છે એમ વિવેક મનુષ્યોએ સ્વીકાર કરવો યોગ્ય છે. આમાં પણ કવચિ-કથંચિત જોઈએ તેવી સિદ્ધિ નથી મળતી તો ત્યાં પણ તેટલે અંશે પ્રારબ્ધનો સ્વીકાર સમભાવપૂર્વક સ્વીકારવો યોગ્ય છે.
આમ, જીવનનાં વિવિધ કાર્યોમાં પ્રારબ્ધ-પુરુષાર્થના જોડકાનું કેવું ચલણ કઈ રીતે છે તેનો સંક્ષિપ્ત વિચાર કર્યો. આધ્યાત્મિક - વિકાસ માટે સાચી પ્રભુપ્રાર્થના બંને વચ્ચે એક સુંદર સેતુનું કામ કરે છે માટે તેનો અવશ્ય ઉપયોગ કરી જેમ બને તેમ પુરુષાર્થમુખ્ય દૃષ્ટિ કેળવી તેને ધીરજ, ખંત, વિવેક અને પરાક્રમથી અનુસરતાં માનવજીવનની ઈષ્ટસિદ્ધિ પમાય છે એવો સર્વ જ્ઞાનીઓનો અનુભવ
Page #13
--------------------------------------------------------------------------
________________
દી-આરાધનામાં પ્રેરક પરનો
ગદ્ય વિભાગ :
સુંદર શરીર, દીર્ઘ આયુષ્ય, આજ્ઞાંકિત સેવકો, અઢળક સંપત્તિ, વિશાળ સત્તા, બહોળું કુટુંબ, ઉપકારી મિત્રસમુદાય અને સુયશની પ્રાપ્તિ – આ બધું મળવા છતાં માણસને સાચી શાંતિ અને કૃમિ પ્રાપ્ત થતાં નથી, માટે તે સાધક ! જ્ઞાનીઓએ બોધેલો આત્માના આનંદને પ્રાપ્ત કરવાનો અંતરશુદ્ધિનો માર્ગ તારે ગ્રહણ કરવા યોગ્ય છે.
સ્વાર્થમય વાસનાઓનો નાશ કરી સદ્ગુણોનો જીવનમાં સંચય કરવાથી, શાશ્વત આનંદની પ્રાપ્તિ માટેની યોગ્યતા સાધકમાં ઉત્પન્ન થાય છે.
પરાધીન રહેવું અને સાચા સુખની ઇચ્છા રાખવી તે નહીં બનવા યોગ્ય છે, તેથી સાચા સુખની પ્રાપ્તિ માટે સ્વાધીન થા.
પાપનું મૂળ લોભ છે, રોગનું મૂળ રસલોલુપતા છે, દુઃખનું મૂળ સ્નેહ છે, તે ત્રણનો ત્યાગ કરીને સુખી થવાય છે.
જે અતિશય છે, આત્માથી જ ઉત્પન્ન થયેલું છે, વિષયોની ઈચ્છાથી રહિત છે, ઉપમારહિત છે, અનંત છે અને અવિચ્છિન્ન (છેદ-આંતરા વગરનું) છે તેને બુધ પુરુષો સાચું સુખ કહે છે અને તેવું સુખ મુક્ત પુરુષોને જ સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ શકે છે માટે મુક્તિનો
Page #14
--------------------------------------------------------------------------
________________
બોધસાર
પ્રયત્ન કર્તવ્ય છે.
જ્યાં સુધી વિષયભોગમાં પ્રીતિ અને પ્રવૃત્તિ છે ત્યાં સુધી આકુળતા જ રહ્યા કરે છે, અને શાંતભાવની પ્રાપ્તિ થતી નથી. તેથી સાચા આનંદની પ્રાપ્તિ માટે અતીન્દ્રિય આહૂલાદરૂપી સ્વભાવવાળા આત્માનો અનુભવ કરવાના ઉદ્દેશ્યથી વિષયભોગ પ્રત્યેની પ્રીતિ અને પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
કલ્યાણની પરંપરાઓને સાધનાર ધર્મ જેવી અન્ય વસ્તુ નથી, ધર્મ જ આનંદરૂપી વૃક્ષોનું મૂળ છે, હિતરૂપ છે, પૂજ્ય છે અને મોક્ષદાયક છે તેથી અતીન્દ્રિય આનંદના અભિલાષી, વિવેક કરવામાં નિપુણ અને ધીર પુરુષોએ આળસનો ત્યાગ કરી સ્વકલ્યાણમાં પરમ આદરથી વર્તવું જોઈએ.
સુપાત્રે દાન આપવું, ગુરુઓનો વિનય કરવો, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી, ન્યાયવૃત્તિથી જીવનનિર્વાહ કરવો, પરોપકાર કરવામાં તત્પર રહેવું, શ્રીમંતોનો પરિચય ન કરવો અને સંત પુરુષોનો સંગ સેવવો, આવો સામાન્ય ધર્મ, બુદ્ધિમાન મનુષ્યોએ હે રાજન્ ! સેવવા યોગ્ય છે.
જો આ આત્માએ સત્યધર્મની સાધનાના ક્રમને પ્રીતિપૂર્વક ન સેવ્યો તો સકળ મનોરથ સિદ્ધ કરનારી કામધેનુ જેવી લક્ષ્મીની પ્રાપ્તિથી, વિદ્વાનોનાં મસ્તકોને પોતાના પગમાં નમાવવાથી કે દીર્ઘકાળ સુધી શરીર સ્થિર રહેવાથી શું ફળ થયું ?
Page #15
--------------------------------------------------------------------------
________________
બોધસાર
જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, જ્યાં સુધી ઘડપણ આવી ગયું નથી, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ ગઈ નથી અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થઈ ગયું નથી ત્યાં સુધીમાં જ બુદ્ધિમાન પુરુષોએ આત્મકલ્યાણ અર્થે મહાન ઉદ્યમ કરવો જોઈએ. ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું તે કેવો ઊંધો પુરુષાર્થ ગણાય?
જીવનના અનંત પ્રવાહમાં માનવજીવનને વચ્ચે મળેલા એક સુઅવસર તરીકે લેખીને સાધક એક ક્ષણ જેટલા વખત માટે પણ પ્રમાદ ન સેવે. સત્યની સાધના કરનાર સાધક ચારેબાજુથી દુઃખો વડે ઘેરાયેલો હોવા છતાં ગભરાતો નથી કે બેચેન બની જતો નથી. પર્વે થયેલા મહાન પુરુષોના ચરિત્રને સ્મરણમાં લાવી, તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી, ફરીથી પોતે અપ્રમાદી થઈને આત્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે અને જેમ અગ્નિ સૂકાં લાકડાંને શીધ્ર બાળી નાખે તેમ તે સાધક પોતાને લાગેલાં કર્મોને બાળી નાખે છે.
ધર્મ ગુરુ છે, મિત્ર છે, સ્વામી છે, બાંધવ છે, હિત છે અને ધર્મ જ નિષ્કારણ અનાથોની પ્રીતિપૂર્વક રક્ષા કરનાર છે. આ જીવને ધર્મ વિના બીજું કોઈ શરણ નથી.
આહારદાન ઔષધદાન, શાસ્ત્રદાન અને અભયદાન આમ ચાર પ્રકારના દાનમાં પ્રવર્તવું એ સદ્ગુહસ્થોનો ધર્મ છે.
ઘડપણ અને મૃત્યુના જોશીલા પ્રવાહમાં ઘસડાતાં અને ડૂબતાં પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ (બેટ) છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
બોધસાર
પદ્મવિભાગ :
મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળણંદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી; મહામોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો, ખરેખર ખાંતથી.
*
*
વાસર સુખ ના રૈન સુખ, ના સુખ, ધૂપ ન છાંય ૐ સુખ શરણે રામ કે, કૈ સુખ સંતોમાંય.
*
*
સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય; દોલતનો દોર હોય, એ તો સુખ નામનું, વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું.
*
*
*
અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય-નેત્રને નિહાળ રે ! નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
9
Page #17
--------------------------------------------------------------------------
________________
બોધસાર
સંત સમાગમ પરમસુખ, અન્ય અલ્પ સુખ ઔર, માનસરોવર હંસ હૈ, બગલા ઠૌરે ઠૌર.
જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ તૂઠી.
તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા, અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પર દ્રવ્યો વિષે.
દુ:ખ પાપથી સુખ ધર્મથી, જન જાણતા જગમાં બધા, તેથી સુખાર્થી પાપને તજી ધર્મ આદરજો સદા.
જ્યાં સુધી ધર્મ વસે ઉરે, હણનારને પણ ના હણે, પણ ધર્મ જો ઉરથી ખસ્યો, તો પરસ્પર ચઢતા રણે, નિજ પિતા પુત્ર હણે જુઓ હિંસા અહિંસા ના ગણે, આ વિશ્વની રક્ષા ખરેખર ધર્મ એકજથી બને.
Page #18
--------------------------------------------------------------------------
________________
[૩]
સસંગ
સત્સંગનું સ્વરૂપ ઃ
આત્મજ્ઞાની-આત્માનુભવી સંતના સાન્નિધ્યમાં રહી આત્મકલ્યાણ માટે ઉદ્યમ કરવો તે ખરેખરો સત્સંગ છે, પરંતુ સત્સંગના બીજા પ્રકાર પણ છે. મુમુક્ષુ-આત્માર્થીજનોના સંગમાં રહેવું તે પણ સત્સંગ છે. મુનીશ્વરોના સંગને તો પરમસત્સંગ કહેવામાં આવે છે. આચાર્યો અને સંતોના વચનોનો પરિચય કરવો તે પણ સત્સંગનો એક પ્રકાર કહ્યો છે. જે સંગથી પરમાર્થનો રંગ લાગે તેને જ સત્સંગ સમજવો. નહિતર ગમે તેવો સંગ હોય પણ જો આત્મશુદ્ધિના પુરુષાર્થમાં પ્રેરણા ન મળે તો તેને સત્સંગ ગણી શકાય નહિ.
સત્સંગની સામાન્ય આરાધના
સત્સંગ તે આત્મસાધનાનું મુખ્ય પ્રેરકબળ છે. સામાન્ય કક્ષાના ગૃહસ્થ સાધકે અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર સત્સંગનો યોગ પ્રાપ્ત કરવો રહ્યો. જેનાથી વિશેષ પુરુષાર્થ બની શકે તેણે તો સત્સંગનો લાભ દરરોજ લેવો જોઈએ, જેથી આત્મજાગૃતિનું સાતત્ય જળવાય. નોકરી કરનાર વર્ગે અઠવાડિક રજાને દિવસે જરૂર લાભ લેવો ઘટે, જ્યારે વ્યાપારી વર્ગ તો દરરોજ સત્સંગનો લાભ લઈ શકે કારણ કે તેઓને માટે સવારના લગભગ ૯-૩૦ સુધીનો સમય ફાજલ પાડવો કઠણ નથી.
આ ઉપરાંત મોટા ભાગના ગૃહસ્થો દરરોજ રાતના ૮-૩૦ વાગ્યા પછીનો સમય જો ધારે તો બિનઉપયોગી વાતોમાં ગુમાવવાને બદલે સત્સંગમાં વાળી પોતાના આત્માનું હિત સાધી શકે.
Page #19
--------------------------------------------------------------------------
________________
બોધસાર સમય એક ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. તેની એક ક્ષણ પણ ગયા પછી પાછી આવતી નથી. આવી એક એક ક્ષણનો ઉપયોગ કરતાં આપણે શીખીએ તો આપણી પાસે સત્સંગ માટે ફાજલ સમય ઘણો
છે.
ઉપરની વાત ધ્યાનમાં રાખીએ તો સત્સંગ માટેનો સમય નથી મળતો એમ કહેવાનું આપણી પાસે કોઈ કારણ રહેશે નહિ. વાસ્તવિક વાત તો એ છે કે સમય ક્યાં વાપરવો એની ખબર નહિ હોવાથી આપણો મોટા ભાગનો સમય વિકથામાં તથા પ્રમાદમાં ચાલ્યો જાય છે, તેને સત્સંગમાં વાળી લઈએ તો આત્માનું કેટલું હિત થાય ?
સત્સંગની વિશેષ આરાધના ૧. સમય અને સ્થાન :
જેને આત્મકલ્યાણની જિજ્ઞાસા ઊપજી છે તેવા સાધકે વર્ષમાં ઓછામાં ઓછો બે વાર, ત્રણથી માંડીને સાત દિવસનો સમય સત્સંગ-આરાધનાને માટે ફાજલ પાડવો જોઈએ. આ સમય દરમિયાન પોતાના નોકરી-ધંધાના રોજિંદા વ્યવસાયથી નિવૃત્તિ લઈ, પરિવાર-સહિત અથવા એકલા, એકાંત તીર્થસ્થાનોમાં, મહાત્માઓની તપોભૂમિમાં અથવા સંતો રહેતા હોય તેવાં ગુરુકુળ-આશ્રમાદિ સ્થાનોમાં નિવાસ કરવો જોઈએ. આ પ્રકારની ભૂમિમાં સંતોના યોગબળની અસરથી સહેજે વાતાવરણમાં પવિત્રતાનાં સ્પંદનો વ્યાપી રહ્યાં હોય છે અને સહેજે સાધકને આચારવિચારની શુદ્ધિની આરાધનામાં પ્રેરણાબળ મળ્યા કરે છે. (૨) દિનચર્યા :
નિશ્ચિતતા : જ્યારે ઘેરથી સત્સંગ અર્થે નીકળીએ ત્યારથી માંડીને સત્સંગ સમાપ્ત ન થાય ત્યાં સુધી કુટુંબવ્યાપારાદિ વિષયક સમાચારની આપ-લે, પત્ર, ટેલિફોન કે તાર દ્વારા ન કરવી જોઈએ.
Page #20
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૧૧ જે રીતે સરહદ પર ફરજે રહેલા જવાનને તેના કુટુંબાદિથી છૂટો કરવામાં આવે છે તે રીતે અહીં પણ અધ્યાત્મ-સરહદ ઉપર આત્મશુદ્ધિરૂપી ફરજ પર ગયેલા સાધકે કમર કસવી રહી. કોઈ ખાસ મોટી માંદગી કે અકસ્માત આદિ કારણો બને તો આ નિયમમાં અપવાદ સમજવો.
- નિયમિતતા : જેટલા દિવસ સત્સંગનો યોગ રહે તેટલા દિવસ નિયમિત દૈનિકચર્યા પાળીને રાત્રે સૂતાં પહેલાં ડાયરીમાં તેની નોંધ કરવી જોઈએ જેથી સમયનો કેવો અને કેટલો સદુપયોગ કે વ્યય થયો તેનો તરત જ ખ્યાલ આવી જાય.
સૂર્યોદય પહેલાં ઓછામાં ઓછા એક કલાક વહેલા ઊઠીને ભક્તિ, જાપ કે ધ્યાનમાં લાગી જવું જોઈએ. પોતાની શક્તિ અને સ્થિતિ જોઈને તે સાધના સામૂહિક રૂપમાં પણ હોઈ શકે છે અથવા વ્યક્તિગત રૂપમાં પણ હોઈ શકે છે.
આ પ્રમાણે સવારની સાધનાના પહેલા તબક્કાથી નિવૃત્ત થઈ દાતણ, ચા-પાણી અને સ્નાનાદિ સમાપ્ત થયે પ્રભુદર્શન અથવા પ્રભુપૂજનમાં અથવા સંત-મહાત્માના દર્શનમાં યોજાવું અને લગભગ ૮-૩૦ વાગ્યાના સુમારે સત્સંગ-સ્વાધ્યાય પ્રવચન વગેરે માટે તૈયાર થવું જોઈએ. અહીં પણ એકાગ્ર ચિત્તથી શ્રવણ કરી જે બોધ મળે તેની નોંધ કરી લેવી અને જે કાંઈ વસ્તુ સમજમાં ન આવી હોય તે અન્ય સાધકોને પૂછવી અથવા તો યોગ્ય સમયે પ્રવચનકર્તાને પૂછવી, જેથી તે બાબતનો યથાર્થ નિર્ણય થાય. જો સંભવ હોય તો પોતાની નોંધ પ્રવચનકર્તાને બતાવવી જેથી પોતે યથાર્થ સમજ્યા છે કે નહિ તેનું નિરાકરણ થાય અને પ્રાપ્ત થયેલો બોધ યોગ્ય શુદ્ધિને પામે.
આ પ્રકારે સવારના નિત્યક્રમમાં લગભગ ૧૧-૩૦ વાગી
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
બોધસાર
જાય. ત્યાર પછી આહાર વગેરે માટેની છુટ્ટીનો સમય રાખવો. આહાર લીધા પછી સામાન્ય કક્ષાનો સાધક થોડો આરામ કરી શકે છે. જે સાધક આગળ વધેલો હોય તે હવે સવારના પ્રવચનનું મનન કરે અથવા બપોરના સ્વાધ્યાય પ્રવચનની તૈયારી કરે.
લગભગ બપોરના ૨-૦૦ વાગ્યાથી સત્સંગ-પ્રવચનની બીજી બેઠક ચાલુ થાય છે. તેમાં સમય પહેલાં દસ મિનિટે પહોંચી જવાનો નિયમ રાખવો જેથી એવી જગ્યાએ બેસી શકાય કે જ્યાં શાંત અને એકાગ્ર ચિત્તથી શ્રવણ થઈ શકે અને ઘોંઘાટ કે બાળકોના રોવાથી વિક્ષેપ ન થાય. એક કે દોઢ કલાકના સત્સંગ પછી ઘણું કરીને બપોરના ચા-પાણી માટે રિસેસ પડે છે, અને ત્યાંથી માંડીને સાંજના ૫-૩૦ વાગ્યા સુધીના સમયમાં સામૂહિક કે વ્યક્તિગત ભક્તિ, સાંભળેલા પ્રવચનનું મનન અને લખી લીધેલી નોંધને પાકી કરી ફરીથી લખવારૂપ પુનરાવર્તન કરવું. મનની નિર્મળતા અને થોડી એકાગ્રતા પ્રાપ્ત થઈ હોય તો પોતે એકલા અર્ધો કે એક કિલોમીટર દૂર જઈ અથવા મોટો આશ્રમ હોય તો એકાંત શાંત સ્થળે બેસી ભગવાન કે સદ્ગુરુની ભક્તિપૂર્વક ધ્યાનમાં-તત્ત્વવિચારમાંઆત્મવિચારમાં બેસવું. જો ચિત્તની તેટલી એકાગ્રતા સધાતી ન લાગે તો લેખિત જાપ અથવા સમૂહ-તત્ત્વવાર્તા (Group discussion)માં જોડાવું.
આ પ્રમાણે સાંજના લગભગ ૫-૩૦ વાગે ત્યારે આહાર માટે જવું, અને જેઓને સાંજનો આહાર ન લેવો હોય તે પંદરેક મિનિટનો વિરામ રાખી હાથ-મોં ધોઈ ફરીથી પોતાની સાધનામાં લાગી જાય
- ભક્તિ, જાપ અથવા તત્ત્વચર્ચા. ઘણી વાર આ સમય દરમિયાન જમ્યા પછી અર્ધો કે પોણો ક્લાક સુધી થોડો ફરવા જવાનો નિયમ રાખવાથી શારીરિક અને માનસિક સ્ફૂર્તિનો અનુભવ થશે અને થાક
Page #22
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૧૩ ઊતરી જશે.
લગભગ હવે સાંજના ૭-૦૦ વાગ્યાના સમયે, જો અધિષ્ઠાતા મહાત્મા અથવા આગંતુક મહાત્માને તત્ત્વજ્ઞાન-પ્રશ્નોત્તરી માટે બોલાવી શકાય તેમ હોય તો તેમ કરવાથી ઘણો ફાયદો થશે. એક તો આખા દિવસના પ્રવચનોમાં જો કાંઈ સમજમાં ન આવ્યું હોય તો તે પૂછી શકાય અથવા બીજા પણ આત્મકલ્યાણમાં ઉપયોગી પ્રશ્ન પૂછી શકાય. સંતોના સાન્નિધ્યનો એવો અલૌકિક પ્રતાપ છે કે તેમની હાજરીનો લાભ મળતાં જ અમુક સમાધાન થઈ જાય છે. જે સિદ્ધાંત કે કોયડો દસ વાર વાંચવા છતાં સમજાતો નથી તે વગર સમજાવ્યું અથવા દસેક મિનિટના તેમના ઉપદેશનો લાભ મળે સમજાઈ જાય છે, અને તેમનાં દર્શન, તેમની શાંત મુદ્રા, તેમનું આત્મામય વલણ તેમની પરમશીતળ, પરમ-પ્રેરક, પરમ-ઉદાત્ત અને સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં મુમુક્ષુજન અધ્યાત્મવિકાસને પંથે સારી એવી મજલ કાપી નાખે છે. આવો અગમ્ય, અપૂર્વ અને માનવજીવનને સફળ કરનારો સત્સંગનો યોગ છે !!!
આ પ્રમાણે રાત્રિના લગભગ ૮-૦૦ વાગ્યા પછી દૈનિક સાધનાનો છેલ્લો તબક્કો શરૂ થાય છે, જેમાં ફરીથી સામૂહિક સ્વરૂપે વા વ્યક્તિગતરૂપે ભક્તિ, સ્વાધ્યાય, કીર્તન કે જાપમાં જોડાવાનું હોય છે. આગળ વધેલા સાધકો આ સમય દરમિયાન થોડી મિનિટ એકાંતસ્વાધ્યાયમાં બેસીને (જે દરમિયાન ચિત્તને ધ્યાનમાં બેસવા યોગ્ય બનાવવાનું હોય છે) પછી ધ્યાનમાં બેસવાનું પસંદ કરે છે. લગભગ રાત્રે ૧૦-૦૦ વાગ્યે પ્રભુસ્મરણ સહિત સૂવું યોગ્ય છે.
સત્સંગ-આરાધનાના સમયની વિશેષચર્યાનું વર્ણન આગળ કહ્યા પ્રમાણે જ્યારે સત્સંગ-આરાધના ચાલતી હોય
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
બોધસાર
ત્યારે અમુક ખાસ આચારસંહિતા પાળવાથી સત્સંગ ઘણો વિશેષ ફળદાયી નીવડશે. આ ચર્ચા દરેક સાધકને માટે એકસરખી નથી; પરંતુ મધ્યમ કક્ષાના સાધકને ધ્યાનમાં લઈને નિમ્નલિખિત આચારનું સૂચન છે :
[૧] સત્સંગ ચાલુ થાય તે પહેલાં ત્રણ દિવસથી માંડીને સત્સંગ પૂર્ણ થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન.
[૨] સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આહાર ન લેવો. પાણી પીવાની છૂટ રાખી શકાય.
[૩] સાત્ત્વિક અને સાદો ખોરાક લેવો, અને રસાસ્વાદ પોષનારો તથા તામસિક પ્રકૃતિને ઉત્તેજન આપનારો અને પ્રમાદ વધારનારો ખોરાક-જેવો કે ડુંગળી, લસણ, બટાકા, ઘીની મીઠાઈ, ચટણી-અથાણાં વગેરે વસ્તુઓવાળો ખોરાક ન લેવો.
[૪] રેડિયો, વર્તમાનપત્રો અને અન્ય વ્યાપાર-ફિલ્મ નાટકવિષયક મૅગેઝીન વાંચવાં જોઈએ નહિ તેમ જ સાંભળવા જોઈએ નહિ.
[૫] લૌકિક વાર્તાલાપનો નિષેધ કરવો જોઈએ અને પોતાના વ્યાપાર -ધંધા-નોકરી વિષેની તેમ જ પુત્ર-પુત્રીઓના વિવાહ-લગ્ન-સંબંધ વિશેની વાતો ન કરવી જોઈએ. પુરુષોએ ખાસ કરીને રાજકીય ચર્ચાઓ અને સ્ત્રીઓએ ખાસ કરીને ખાવા-પીવા-રાંધવા અને પહેરવા વિષેની વાતો ન કરવી. આવી વાતો કરવાથી પોતાનું ચિત્ત ચંચળ અને મલિન થાય છે અને સત્સંગના સ્થાનનું વાતાવરણ દૂષિત થવાથી બીજા સાધકોની સાધનામાં પણ વિન ઊપજે છે.
[] સામાન્ય આનંદ-પ્રમોદને માટે કોઈ નિર્દોષ સાધન શોધવું Jai જોઈએ. જેમ કે સાંજના સમયે સમૂહમાં એક-બે કિલોમીટર ખુલ્લી
www.jain&ibrary.org
Page #24
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૧૫
સ્વચ્છ હવામાં ફરવા જવું અથવા નિર્દોષ પદભજન ગાવાં અથવા આસન-વ્યાયામની પ્રવૃત્તિ કરવી ઈત્યાદિ.
[૭] નિદ્રા અને આરામની બાબત પણ ખાસ લક્ષમાં રાખવા જેવી છે અને સરેરાશ સાત કલાકની ઊંઘ સ્વાચ્ય અને સાધનાના સુમેળની રીતે વાજબી ગણાય. જેઓને બપોરના આરામની જરૂર જણાય તેઓએ પણ ૨૦ થી ૩૦ મિનિટમાં જ આરામ પૂરો કરી પોતાને યોગ્ય અને રુચિકર સાધનામાં લાગી જવું જોઈએ.
ઉત્તમ સાધક અને ઘનિષ્ઠ સત્સંગ જેઓએ સાધનામાં સારી પ્રગતિ સાધી છે અને જેઓનું લક્ષ ખરેખરું ઊંચું છે તેઓ નાની નાની વસ્તુઓના ત્યાગનો અભ્યાસ અને નિયમ આ સમય દરમિયાન કરી શકે છે. જેમ કે રસાસ્વાદ-ત્યાગ (મીઠું, ખાંડ, મરચું કે તેલનો ત્યાગ), સૂવા માટે માત્ર ચટાઈ કે શેતરંજી વાપરવાનો નિયમ, અથવા એક આહારનો નિયમ (અઠવાડિયામાં એકબે દિવસ). જ્યારે બીજા સાધકો પણ વ્રત-નિયમ લેતા હોય ત્યારે ઉલ્લાસના વાતાવરણમાં એકબીજાને પ્રેરણા મળે છે અને જો વિવેકથી નિયમ લીધો હોય તો કાયમની કુટેવ જાય છે અને જીવન શિસ્તબદ્ધ બને છે. બ્રહ્મચર્ય વગેરે મોટા વ્રતના નિયમ માટે પોતાનો પૂર્વઅભ્યાસ, વર્તમાન દશા અને સમગ્ર રીતે વ્રતપાલનની શક્તિ જોયા પછી જ નિયમ લેવો યોગ્ય છે.
જેઓએ સત્સંગ દરમિયાન પોતાની વિશિષ્ટ લાયકાતથી સંતને પ્રભાવિત કર્યા હોય અથવા બીજાં યોગ્ય કારણોસર જેના ઉપર સંતની કૃપા ઊતરી હોય તેઓ સંતના “અંતેવાસી' થઈ જાય છે અને તેવા વિશિષ્ટ મુમુક્ષુઓના અધ્યાત્મવિકાસનો ભાર કથંચિત્ સંત સ્વીકારી લે છે; કારણ કે એવો જ સહજ પરોપકારી તેમનો સ્વભાવ છે. તેના સાધકોને તેમની આગળની સાધનાના બધા જ તબક્કામાં
Page #25
--------------------------------------------------------------------------
________________
બોધસાર સંતનું અનુપમ માર્ગદર્શન, પ્રેરણા અને કૃપા આત્મજ્ઞાનપ્રાપ્તિની છેક છેવટની દશા સુધી મળતાં રહે છે.
- સત્સંગથી લાભાન્વિત થવાના ઉપાયો
સત્સંગનો શ્રેષ્ઠ લાભ લેવા માટે, અને સત્સંગ નિષ્ફળ ન જાય તે માટે સત્સંગ કરતા સાધક જીવે નીચેની બાબતો ઉપર ખાસ લક્ષ આપવું જરૂરી છે. (૧) પોતાની માન્યતાને સાથે લઈને જીવે સત્સંગમાં જવું જોઈએ
નહિ. સત્યનો સ્વીકાર કરવાનો જ જીવે આગ્રહ રાખવો.
કુળધર્મને સત્સંગમાં વચ્ચે લાવવો નહિ. (૨) “હું જાણું છું એ અભિમાનને તિલાંજલિ આપી ‘હું કંઈક
મેળવવા માટે જાઉં છું એવો નમ્ર ભાવ રાખવો. (૩) સંત પુરુષની હાજરી હોય તો તેમના પ્રત્યેનો અહોભાવ લાવી,
પરમ વિનયવંતપણે વર્તવું. (૪) કોઈ પણ પ્રકારની લૌકિક ઇચ્છા સ્થાપિત કરી ત્યાં જવું નહિ. (૫) લોકોને દેખાડવા માટે, ધર્મી કોઈ કહે તે માટે સત્સંગ કરવાનો
નથી પરંતુ આત્મકલ્યાણ માટે સત્સંગ છે એ વાત ઉપર બરાબર
ધ્યાન આપવું. (૬) હું કેવો સત્સંગ કરું છું, એ પ્રમાણેનું અભિમાન પણ ઉત્પન્ન
ન થાય તે તરફ ખાસ લક્ષ રાખવું. (૭) સત્સંગ દરમ્યાન, ધનાદિકથી હું મોટો છું, એવો ભાવ રાખી
જવું નહિ, નહિ તો એ મોટાપણાનું અભિમાન નહિ પોષાતાં જીવ ત્યાંથી પાછો વળી જાય છે, અને ગમે તેવો સત્સંગ પણ
નિષ્ફળ જતાં વાર લાગતી નથી. (૮) મુમુક્ષુઓ સર્વ સરખા છે, એવો ભાવ અંતરમાં રાખવાથી
સત્સંગ ઘણો લાભદાયક થશે.
Page #26
--------------------------------------------------------------------------
________________
બોધસાર
સત્સંગનું ફળ જો યથાર્થ રીતે સત્સંગની આરાધના કરવામાં આવે તો તેનું ફળ “સેતુ”નો સાક્ષાત્કાર છે. વિવેકી સાધકને તો અવશ્ય સત્સંગથી લાભ થાય જ છે અને ઘણું કરીને જે મહાત્માના સાન્નિધ્યમાં તેણે સ્તસંગની સાધના કરી છે તે મહાત્માના આત્મજ્ઞાન-આત્મસમાધિ અને તેને સહાયક-પૂરક-પ્રેરક એવા બીજા અનેક સદ્ગુણો તેના જીવનમાં થોડા કાળમાં જ વિકસિત થયેલા જોઈ શકાય છે.
ઉત્તમ સાધકને સત્સંગનું મુખ્ય ફળ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય તે માટે સંતો તેને ધ્યાનાભ્યાસ અને અન્ય સાધના બાબત અને ખાસ ખાસ કૂંચીઓ આપતા રહે છે. જેને બરાબર વાપરતાં,અનાદિથી બંધ રહેલું એવું સ્વધનથી ભરપૂર પોતાનું આત્મારૂપી કબાટ ઊઘડી જાય છે અને જીવનમાં જ્ઞાનાનંદની એક એવી તો લહેર ઊગે છે જે કદાપિ ઝાંખી પડ્યા વિના દિન-પ્રતિદિન વધતી વધતી પૂર્ણ પદની પ્રાપ્તિ કરાવે છે. સંતના અંતરની અંદર રહેલી આવી કૂંચીઓનો લાભ જોકે તેમના પ્રત્યક્ષ સમાગમમાં જ પ્રાપ્ત થઈ શકે છે, તો પણ મુમુક્ષુજનોના હિતાર્થે તેનું આછું દિગ્દર્શન અત્રે કરાવ્યું છે. (ગ) નિરંતર આત્મજાગૃતિ :
સંતો પોતે પ્રબુદ્ધ છે તેથી સાધકને પણ, કોઈ પણ ધર્માનુષ્ઠાન આદરતી વખતે આત્મલક્ષ રહ્યા કરે તેનું પુનઃ પુનઃ સ્મરણ કરાવે છે. કાંઈક નીચેની કક્ષાના સાધકને સર વા ઈષ્ટની મૂર્તિનું સ્મરણ રાખવા આજ્ઞા આપે છે.
(4) દેહાભિમાન, કર્તુત્વબુદ્ધિ, માયાચાર અને ક્રોધાદિ ભાવો સાધનાના કાળ દરમિયાન ન થાય તેની નિરંતર સાવચેતી રખાવે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
બોધસાર (૪) દૈનિક ચર્યામાં પણ તત્ત્વોનુસંધાનનો અભ્યાસ :
ખાતાં, પીતાં, ઊઠતાં, હરતાંફરતાં, પહેરતાં-ઓઢતાં, જાજરૂ-બાથરૂમમાં, સ્નાન કરતાં, પથારીમાં કે વાહનમાં કોઈ પણ નિત્યનૈમિત્તિક ક્રિયા કરતી વખતે તે ક્રિયા કરવામાં અથવા તત્સંબંધી પદાર્થોમાં ચિત્ત તલ્લીન ન થઈ જાય તે શિખવાડે છે. દાખલા તરીકે,
આ માણસે કેવાં સારાં કપડાં પહેર્યા છે.”, “શાક કેવું, સરસ થયું છે.”, ““ઓરડામાં કેવી સરસ ઠંડી હવા આવે છે.', “સૂવા-બેસવાની કેવી સારી સગવડ છે.” એવા વચનાલાપમાં અને વિચારધારામાં ન વહી જવું એમ સાધકને ટકોર કરીને તેને સાવધાન બનાવી દે છે. () સત્સંગના અપૂર્વ-અલૌકિક માહાભ્યનું પોતાની ચર્ચા વડે દિગ્દર્શન :
પૂર્વસંસ્કારને વશ એવા સામાન્ય માનવીને અસત્સંગઅસ...સંગમાં જ રુચિ રહ્યા કરે છે. પરંતુ સંતોને તો અંતરમાં સત્સંગનો મહિમા જ રહ્યા કરે છે. જેથી તેઓ અન્ય સત્સંગીઓ પ્રત્યે અને આગંતુક (સત્સંગાર્થે ખાસ નિમંત્રિત) મહાત્માઓ પ્રત્યે યથાપદવી આદરસત્કાર-વાત્સલ્ય બહુમાનનો ભાવ લાવીને વર્તે છે, તેમની (નિમંત્રિત સંતોની) વાણી પોતે શ્રદ્ધા અને ધ્યાન સહિત સાંભળે છે અને કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા કે સંકુચિતતાને પોતાના આત્મામાં સ્થાન આપ્યા વિના જે જે કાંઈ આત્મકલ્યાણ અર્થે ગ્રહણ કરવા યોગ્ય હોય તેને ગ્રહણ કરે છે અને પૂર્વ-આગ્રહને છોડી દે છે.
આવા સહજ ગુણગ્રાહી મહાત્માઓનો સંગ નિઃસંશય સૌને હિતકારી છે એમ અંતરમાં દૃઢ નિશ્ચય કરીને ચાલો સત્સંગનો લાભ લેવા, જરૂર તે હિતકારી થશે જ.
Page #28
--------------------------------------------------------------------------
________________
[૪]
વૈરાગ્યપ્રેરક વચનો
ગદ્ય વિભાગ :
યૌવન, જીવન, લક્ષ્મી, સ્વામીપણું અને સ્વજન-મિત્રાદિ સર્વ અનિત્ય છે; અનિયતપણે અને ત્વરાથી તેમનો વિયોગ થતો જોવામાં આવે છે માટે તેમના પ્રત્યેની આસક્તિ છોડવી જોઈએ અને ધર્મની આરાધનામાં લાગવું જોઈએ.
*
આ આશારૂપી ખાડો કદાપિ ન પૂરી શકાય તેવો છે. માણસની તૃષ્ણા અનંત છે અને મેળવી શકાય તેવી વસ્તુઓ સાંત (અંત સહિત; મર્યાદિત) છે, તો પછી તૃષ્ણા કેવી રીતે સંતુષ્ટ થશે ? આમ વિચારી વિવેકી પુરુષો તૃષ્ણાને નિયમમાં લાવી સંતોષ ધારણ કરે છે.
*
જેને મોક્ષની ઇચ્છા હોય તેણે દૂરથી જ વિષયોને ઝેર સમાન જાણી તેમનો ત્યાગ કરવો જોઈએ; અને જિતેન્દ્રિયતા, ઉપશાંત ભાવ, સરળતા, ક્ષમા, દયા, સંતોષ આદિ ગુણોને અમૃત સમાન જાણી ધારણ કરવા જોઈએ. કર્મો કરવાથી, પ્રજોત્પત્તિ કરવાથી કે ધનસંચય કરવાથી નહીં, પરંતુ એકમાત્ર સાચા ત્યાગથી જ અમરતાની પ્રાપ્તિ થાય છે.
*
આહાર-વસ્ત્ર,
બંગલા-મોટર,
રેડિયો-ટેલિવિઝન,
સોના-ચાંદીનાં આભૂષણો, હીરા-મોતીના દાગીના વગેરે જડ પદાર્થોમાં
Page #29
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૨૦
તથા સ્ત્રી-પુત્ર, બન્ધુવર્ગ, મિત્ર-સમુદાય, દાસ-દાસી, હાથી-ઘોડા વગેરે ચેતન પદાર્થોમાં મમતાથી બંધાનારા માણસને કાળ તેવી રીતે મારે છે, જેવી રીતે બકરાને વર મારે છે અથવા ઉંદરને બિલાડી મારે છે.
*
*
હાડકાં, માંસ, ચરબી, લોહી, મળ, મૂત્ર, પરુ વગેરે અપવિત્ર વસ્તુઓથી બનેલા એવા શરીરને પવિત્ર જાણીને જે પોતાના કે અન્યના શરીરમાં પ્રીતિ કરે છે તેને કયો વિવેકી પુરુષ બુદ્ધિમાન કહેશે ?
*
*
જ્યાં સુધી શરીરમાં ચેતન છે ત્યાં સુધી જ તેમાં રમણીયતા રહે છે. ચેતનનો વિયોગ થયો કે તરત જ તે વિકૃત થઈને દુર્ગંધયુક્ત થઈ જાય છે, એને અડવાથી પણ અભડાવાય છે. આવું યથાર્થ વસ્તુ-સ્વરૂપ જાણીને દેહ પ્રત્યેની મમતાને જે છોડે છે, તે મહાપુરુષ સરળતાથી મોક્ષમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
*
*
*
*
જગતમાં લોકોને જે વૈરાગ્ય-બુદ્ધિ સ્મશાનમાં જન્મે છે તે બુદ્ધિ જો નિશ્ચળ થઈ જાય તો સંસારમાં કોની મુક્તિ ન થાય ?
*
એકબીજાને મળતાં લોકો શરીરની સુખાકારી પૂછે છે. અહો ! આશ્ચર્ય છે કે દિનપ્રતિદિન આયુષ્ય ઘટતું હોવાની અને મૃત્યુના મુખ તરફ જઈ રહ્યાની જીવોને ખબર છે કે નથી ?
અનંત તાપ, અનંત શોક, અનંત દુ;ખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુ:ખ, દુ:ખ ને દુ;ખ જ છે દુઃખનો એ સમુદ્ર છે, સર્વ પ્રકારના
Page #30
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૨૧
ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ-પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ તેમ વર્યા છે. માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ એમાં સંદ નથી.
દેહાત્મબુદ્ધિવાળા જીવને દુઃખ, દુઃખ અને દુઃખ જ છે; કારણ કે તેને ઈન્દ્રિયોમાં સહજપણે સ્નેહ વર્તે છે. તેવો જીવ ઇન્દ્રિયોને સંતોષવા વિવિધ પ્રકારના ભોગો ભોગવે છે અને રાગદ્વેષ ભાવો વડે રંજિત થાય છે. રાગદ્વેષ કરવાથી તેને નવાં નવાં કર્મોનું ફળ ભોગવવા ફરીથી જન્મ-મરણના ચક્કરમાં પડવું પડે છે. આમ જન્મ-મૃત્યુ જરા-વ્યાધિ-સંયોગ-વિયોગાદિ દીર્ઘ દુઃખપરંપરાને, જીવ પામ્યા જ કરે છે. ચોર્યાશી લાખ યોનિમાં આવા દુઃખમય સંસારમાંથી સાચા સુખની આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવો ઉદ્યમ છે. વિવેકી પુરુષો તેમ કરે નહીં.
જો સાધક જ્ઞાન અને સાવધાનીના બળથી નીચેની પાંચ વસ્તુઓમાં આસક્ત ન થાય તો તેણે મહાન પરાક્રમ કર્યું ગણાય અને તેને સૌથી મોટા ઘર્મધુરંધરની પદવી સહેજે આવીને મળે. તે પાંચેય વસ્તુઓના નામ “કથી ચાલુ થાય છે. કુટુંબ, કાંચન, કામિની કાયા અને કીર્તિ.
ખૂજલીનો રોગી ખંજોળે ત્યારે દુઃખને પણ સુખ માને છે. બરાબર એ પ્રમાણે મોહાતુર મનુષ્ય કામજનિત દુઃખને સુખ માને છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
બોધસાર
જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ, વિરક્ત વ્યક્તિ સંસારનાં બંધનથી છૂટી જાય છે અને આસક્ત વ્યક્તિનો સંસાર અનંત બનતો જાય છે.
૨૨
*
થોડુક દેણું, નાનો ઘાવ, જરા જેટલી આગ અને નહિ જેવો કષાય આ ચારેયનો તમારે વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે અલ્પ હોવા છતાં વધીને મહત્ (મોટું) બની જાય છે.
*
*
પદ્ય વિભાગ :
વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિનયથી આચાર્યની (સની) તથા સત્સંગીઓની આરાધના થાય છે.
અન્ય ભવમાં (પરલોકમાં) ગયેલા બીજા લોકો માટે અજ્ઞાની જીવ શોક કરે છે પરંતુ આ ભવસાગરમાં કષ્ટ ભોગવી રહેલ પોતાના આત્માની ચિંતા કરતો નથી.
*
*
દેહ તારી નથી, જો તું જુગતે કરી, રાખતાં નવ રહે નિશ્ચે જાયે, દેહસંબંધ ત્યજે, અવનવ બહુ થશે, પુત્ર કલત્ર' ફરી વાર વહાયે.
૨
અર્થ : ૧. કલત્ર=સ્ત્રી ૨. વાયે છેતરે
*
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.
*
*
*
Page #32
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૨૩
સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા.
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
વાત પિત્ત કફ મૂત્ર વીટ, ચર્મ રોમ નખ અંત, કહે પ્રીતમ તામે બંધ્યો મૂરખ જડમતિ જંત.
ઊંચ નીચ અવતારમેં વિષય કોટિ વિધ કીન્ડ, કહે પ્રીતમ વૈરાગ્ય વિણ, રહા દીનકા દીન.
સુખ નહીં સંસારમાં, રાજા પ્રજા ને રંક, કહે પ્રીતમ વૈરાગ્ય વિણ, નર નહિ હોય નિઃશંક.
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો એક પળ તમને હવો.
રે ! વિષયલંપટ ! ઘન પરિગ્રહ કાજકષ્ટ અતિ સહે,
રે ! રે ! વિચારરહિત ! ફરી ફરી ક્લેશકારી પથ ચહે, ૧. પતંગ=ક્ષણિક ૧. પુરંદરી ચાપ-કામજનિત સુખ તે મેઘધનુષ્યના રંગ જેવું ક્ષણવર્તી છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
એ કષ્ટમય પ્રવૃત્તિ એક જ વાર પરભવહિત ચહી, જો થાય તો જન્માદિ દુ:ખની પ્રાપ્તિ કદી થાયે નહીં.
*
*
બોધસાર
વસ્તુ સ્વરૂપ યથાર્થ જાણ્યા વિણ કરી સુખ કલ્પના, આસક્તિ ઇષ્ટાનિષ્ટથી, શી વ્યર્થ કાળની ક્ષેપના ? જ્યાં સુધી જ્વાળા ભીષણ, નિર્દય કાળ જઠરાગ્નિ તનેબાળી કરે ના ભસ્મ ત્યાં લગી શાંતિ અંતર સાધ ને ?
Page #34
--------------------------------------------------------------------------
________________
ભક્તિ-પ્રેરક વચનો
ગદ્ય વિભાગ :
આ લોક અને પરલોકની કોઈ પણ સ્પૃહા રાખ્યા વગર, પરમાત્માનું સાચું સ્વરૂપ જાણીને તેમની સાથે પ્રેમ કરવો તે જ ભક્તિનું સાચું અને ઉત્તમ સ્વરૂપ છે.
જે ઇચ્છારહિત છે, પવિત્ર છે, સાવધાન છે, પક્ષપાત રહિત છે, ચિંતારહિત છે અને આરંભ-સમારંભનો ત્યાગી છે તે પરમાત્માનો ઉત્તમ ભક્ત છે.
સર્વ શક્તિમાન હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઇચ્છા સદેવ સુખરૂપ જ હોય
છે.”
સાચા ભક્તના ચિત્તની દશા પ્રભુદર્શન અને પ્રભુસ્મરણ વિના તેવી હોય છે જેવી માછલીની પાણી વિના, પતિવ્રતા સ્ત્રીની પતિ વિના, ગાયની વાછરડા વિના, લોભીની ઘન વિના અને રાત્રિની ચન્દ્ર વિના.
સાધનાના અન્ય માર્ગો કરતાં ભક્તિમાર્ગની આરાધનામાં સરળતા છે; કારણકે ભક્તિમાર્ગ પ્રેમસ્વરૂપ છે અને પ્રેમની વિધિ
તો આ જીવને હસ્તગત થયેલી જ છે. પહેલાં જે પ્રેમ તુચ્છ સંસારી
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
બોધસાર
વસ્તુઓ પ્રત્યે સ્વાર્થમય હેતુથી કરતો હતો તે પ્રેમની દિશા બદલીને હવે પરમાર્થમાં ઉપયોગી અને પ્રેરક એવા સત્સંગ-સન્શાસ્ત્ર આદિમાં કરવા લાગે છે. આમ કરવાથી, ધીરે ધીરે તેનું જીવન ઉન્નત બને
છે.
પ્રભુમાં અતૂટ વિશ્વાસ એ સફળ ભક્ત-જીવનની ચાવી છે. જગતનાં કાર્યો પ્રત્યેથી પોતાની અંતરંગ રુચિ ઓછી કરીને જેમ જેમ એક લયથી પ્રભુ સાથે ચિત્ત જોડવામાં આવે છે તેમ તેમ વિશ્વાસ અને પ્રેમ વધતાં જાય છે અને સાધક છેક આગળની ભૂમિકા સુધી પહોંચી શકે છે.
દેહસુખ પ્રત્યે ઉદાસીન, સદ્ગુણી, પારકાના દુઃખે દુઃખી અને સુખે સુખી, પ્રશાંત, અજાતશત્રુ, અહંકાર અને વાસનાથી રહિત, તૃષ્ણા, અસહિષ્ણુતા, વિજયાનંદ તથા ભયના પરિત્યાગી, અકિંચન પ્રત્યે અનુકંપાશીલ, મન-વચન-કર્મથી પ્રભુને ભજનારા, સૌનું સન્માન કરનારા, પોતાની પ્રતિષ્ઠાની તમા નહીં રાખનારા આવા ભક્તો પરમાત્માની કૃપાને પાત્ર થાય છે.
પદ્ય વિભાગ :
અંતરના એ કોડિયામાં દીપ બળે છે ઝાંખો, જીવનની જ્યોતિર્ધર એહને નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તુમને ઓળખું નાથ નિરંજન, એકવી આપો આંખો, દાદા હારી મુખમુદ્રાને, અમીય નજરે નિહાળી રહ્યો, તારાં નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ ઝીલી રહ્યો.
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭
બોધસાર
ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો તુજ મૂરતિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.
ભવોભવ તુમ ચરણોની સેવા,
હું તો માંગુ છું દેવાધિદેવા. સામું જુઓને સેવક જાણી,
એવી ઉદય રતનની વાણી.
મ
શ્રવણ-કીર્તન-ચિંતવન, વંદન-સેવન-ધ્યાન, લઘુતા-સમતા-એકતા, નવધા-ભક્તિ પ્રમાણ.
જેણે રાગ-દ્વેષ સૌ જીતી, જગ આખાને જાણી લીધું, સર્વ જીવોને નિસ્પૃહ થઈને, મોક્ષમાર્ગનું દાન દીધું બુદ્ધ, વીર, જિન,હરિ, હર, બ્રહ્મા વા તેને સ્વાધીન કહો, ભક્તિભાવથી પ્રેરિત થઈ આ ચિત્ત સદા લીન તેમાં હો.
ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણા તણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા; વીતરાગ વલ્લભ-વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી તને આ હૃદય હું ખાલી કરું.
હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે, ચડી ચાર ચોરોના હાથમાં ચેતન ધણો ચગદાય છે.
.*.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
બોઘસાર અમૃત ઝરે તુજ મુખરૂપી ચન્દ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજમન અરેરે ! શું કરું હું તો વિભુ; પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી પ્રવે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે.
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ઘર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું.
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને દુર્જન તણાં વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને ? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયોનો ઘડો જળથી ભરાયે કેમ કરી?
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ, પદાર્થ એક ત્રણ નામ વિભાગ તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યારે તે એક જ હુવા અનુભવતાં જાણી જે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ સાહિબ તુમ હિ દયાળ હો, તુમ લગ મેરી દૌર; જૈસે કાગ જહાજકો, સૂઝે ઔર ન ઠૌર. મોમેં ગુન કછુ હૈ નહીં, તુમ ગુનભારે જહાજ; ગુન-ઔગુન ન વિચારિયે, બાંય ગ્રહેકી લાજ. કામ, ક્રોધી, લાલચી, ઇનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ-બરન-કુલ ખોય.
જે દેવ-ગુરુના ભક્ત મન વૈરાગ્યશ્રેણી ભાવતા,
નિજ ધ્યાનમાં રત સુચરિત્રી મોક્ષમાર્ગ સુહાવતા.
Page #38
--------------------------------------------------------------------------
________________
બોધસાર
હું નિર્ભાગી રડવડું, ઈહાં શાં કીધાં મેં પાપ ? જ્ઞાની વિનાની ગોઠડી; ક્યાં જઈ કરું વિલાપ ? માત વિનાનો બાળ, જેમ આથડતો કુટાતો; આવ્યો છું તુજ આગળે, રાખો તો કરું વાતો. ક્રોડ ક્રોડ વંદના માહરી, અવધારો જિનદેવ; માગું નિરંતર આપના ચરણકમળની સેવ.
સકળ ભક્ત તુમે ઘણી; જો હોવે અમ નાથ, ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. સયલ સંગ છંડી કરી ચારિત્ર લઈશું. પાય તુમારા સેવીને શિવરમણી વરીશું. એ અળજો મુજને ઘણો એ પૂરો સીમંધર દેવ ! ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ.
*
*
*
સર્વથા સહુ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો, રાગ-દ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગ વરો.
૨૯
Page #39
--------------------------------------------------------------------------
________________
[].
પ્રમાદ
પ્રમાદ એટલે આળસ એમ તેનો સામાન્ય અર્થ છે. ધર્મપ્રવૃત્તિ કરવાનું મન ન થાય, એમાં ઉત્સાહ ન આવે, એમાં આદરબુદ્ધિ ન ઊપજે અને ઊંઘ તથા કંટાળો આવે એવી જે સાધકની સ્થિતિ છે તે પ્રમાદ છે.આમ, આત્મસાધનામાં અરુચિ અને અજાગૃતિ એ અધ્યાત્મદ્રષ્ટિથી પ્રમાદનાં મુખ્ય લક્ષણ છે.
ઉપર પ્રમાદનું જ સ્વરૂપ વિચારમાં આવ્યું છે તે સામાન્ય દૃષ્ટિથી સમજવું. પ્રમાદ એટલો અગત્યનો વિષય છે કે સાધકે તેનું વિશેષ સ્વરૂપ જાણવું જરૂરી છે, જેથી દરેક પ્રકારે કરીને પ્રમાદનાં તે તે વિશેષ સ્વરૂપોથી પણ નિવર્તી શકાય. પૂર્વાચાર્યોએ પ્રમાદના મુખ્ય પંદર પ્રકાર કહ્યા છે. - પાંચ પ્રકારઃ ત્વચા (ચામડી), જીભ, નાક, આંખ અને કાન એમ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ થઈ જવું તે પાંચ પ્રકાર.
ચાર પ્રકાર : ક્રોધ, માન, માયા અને લોભ – આ ચાર આત્માના મહાશત્રુરૂપ વિકારોને આધીન થઈ જવું તે ચાર પ્રકાર.
ચાર પ્રકારઃ પાપવાર્તાઓ અર્થાત્ સાધનામાં વિશ્ન ઉપજાવી સાધકને જ્ઞાન-ધ્યાનથી વ્યુત કરે તેવી સ્ત્રી-વિષયક વાતો, ખાવાપીવાની વાતો, રાજકીય ચર્ચાઓ અને દેશ-વિદેશના રીતરિવાજો, લોકો, સ્થળો વગેરેની વાતો એમ ચાર પ્રકારની વિકથાઓ.
એક પ્રકાર : ઘણા માણસો સાથે સ્નેહ કરી દેવો. એક પ્રકાર : અયોગ્ય સમયે અને અયોગ્ય પ્રમાણમાં ઊંઘવું
Page #40
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૩૧
અતિનિદ્રા.
આ પ્રમાણે પ્રમાદના આ પંદર વિશેષ પ્રકારો કહ્યા છે. જોકે આ બધાય પ્રકારના પ્રમાદથી આપણે નિવર્તવાનું છે, તોપણ વર્તમાનમાં જે પ્રકારના પ્રમાદનું વધારે સેવન થાય છે તેને છોડવા માટે વ્યવહારજીવનમાં આપણે નીચેની ટેવો છોડી દેવી જોઈએ : (૧) ખૂબ રખડવું, (૨) ખૂબ ઊંઘવું, (૩) ખૂબ ખાવું, (૪) ખૂબ ગપ્પાં માર્યા કરવાં.
ગપ્પાં મારવામાં આ જમાના પ્રમાણે ભાઈઓના સમૂહમાં સૌથી વધારે વાતો રાજકારણની, રમતગમતની અને સિનેમાની હોય છે. બહેનોના સમૂહમાં આ વાતો ખાવાપીવાની, નવી નવી વાનગીઓની અને નવી નવી ફેશનોની હોય છે. આ છોડવામાં આવે તો નેવું ટકા ગપ્પાં ઓછાં થઈ જશે. જો સાવધાનીથી આ કુટેવોને ક્રમે કરીને છોડી દઈએ તો પ્રમાદને સામાન્યપણે જીતી લીધો છે એમ કહી શકાય.
પ્રમાદનો જય ઃ
પ્રમાદનો જય કરવો સહેલો નથી, કારણ કે દીર્ઘ કાળથી આપણે પ્રમાદ જ સેવતા આવ્યા છીએ અને તેથી અતિપરિચયને લીધે આપણને તેની સાથે પ્રીતિ થઈ ગઈ છે. પરંતુ સર્વ મહાત્માઓએ તેની સાથે પ્રીતિ તોડીને આત્મસાધના દ્વારા જ ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી છે અને તેથી આપણું પણ તે જ કર્તવ્ય છે. જોકે શરૂઆતના સાધકને તેની સાધનામાં ઘણી વાર અનેક પ્રલોભનો પોતાના સ્વજન મિત્રાદિ તરફથી અથવા પોતાના મનની નિર્બળતાઓને લીધે ઊપજે છે, તોપણ મૂળ ધ્યેયને લક્ષમાં રાખીને વારંવાર ઉદ્યમ કરવાથી તે પ્રમાદને જીતી શકાય છે.
આધ્યાત્મિક ડાયરી નિયમિતપણે લખવાથી પ્રમાદ ઉપર ચોતરફી
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
બોધસાર હુમલો થઈ શકે છે. કારણ કે :
(૧) કેટલા વાગ્યે ઊઠ્યા, (૨) કેટલા વાગ્યે સૂતા, (૩) કેટલો વખત દુન્યવી કાર્યોમાં વિતાવ્યો, (૪) કેટલો વખત સાધનામાં વિતાવ્યો.
આ ચાર બાબતો તેનાથી નક્કી થશે. આ ડાયરી લખનારને થોડા મહિનામાં જ પોતાની અનેક કુટેવો સુધારવા તરફ લક્ષ જશે. સૂર્ય ઊગતા પહેલાં ઓછામાં ઓછા અર્ધા કલાકે ઊઠવાની અને સામાન્ય સંજોગોમાં રાત્રે ઉજાગરા ન કરવા ભણી પણ તેની દૃષ્ટિ તરત જશે. આમ ઊંઘની નિયમિતતા જાળવવા આહારની અને વિહારની બહાર જવાની) નિયમિતતા તેને જાળવવી પડશે. વળી દિવસ દરમિયાન કોના કોના સંગમાં કેટલો કેટલો સમય ગાળ્યો તેની નોંધ લખવાથી કુસંગનો ત્યાગ થશે. સ્વાધ્યાય-ભક્તિમાં કેટલો સમય વિતાવ્યો તેનો હિસાબ રાખવાથી સલ્ફાસ્ત્રનું નિયમિત વાચન ચાલુ થશે અને પરમાત્મા અને સંતો પ્રત્યે આદર-સત્કાર-ભક્તિનો ભાવ વધશે. છેલ્લે આત્મશાંતિના વિરોધી ભાવોનું આલેખન કરવાથી કેટલી વાર ક્રોધ કર્યો, કેટલી વાર અભિમાન કર્યું, કેટલી વાર છેતરપિંડી કરી, કેટલી વાર ઇર્ષ્યા, નિંદા અને ખોટા આળ ચડાવ્યાં વગેરેની નોંધ થવાથી ધીમે ધીમે ક્ષમા, વિનય, સરળતા, મૈત્રી અને સમતાના ઉત્તમ ગુણો જીવનમાં ખીલવા લાગશે.
આમ એક આધ્યાત્મિક ડાયરી લખવાની ટેવ પાડવાથી અધ્યાત્મ સાધનામાં કૂદકે ને ભૂસકે આગળ વધી શકાશે. આધ્યાત્મિક ડાયરીનો સંક્ષિપ્ત નમૂનો :
(૧) કેટલા વાગ્યે ઊઠ્યા? (૨) કેટલી માળાઓનો મંત્રજાપ કર્યો? (૩) વ્યક્તિગત કે સામૂહિક ભક્તિમાં કેટલો સમય પસાર
Page #42
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૩૩ કર્યો ?
(૪) શાસ્ત્ર-સ્વાધ્યાય, શ્રવણ, લેખન, સ્મરણ, ઉપદેશ કે પારાયણ કેટલો સમય કર્યો ?
(૫) સત્સંગ કોનો અને કેટલો થયો ? (૬) ક્રોઘ કેટલી વાર થયો ? (૭) બીજાની નિંદા કેટલી વાર કરી ? (૮) બ્રહ્મચર્ય પાલનમાં કેટલી ત્રુટી આવી ?
(૯) સિનેમા-નાટક-હોટલ-કલબ, ગપ્પાં, રેડિયો, ટી.વી. અને ઈતર વાચનમાં કેટલા સમયનો દુર્વ્યય થયો ?
(૧૦) એકાંતમા-તત્ત્વવિચારણામાં કેટલો સમય ગાળ્યો ? (૧૧) સાધનામાં ઉપયોગી કયો નવો નિયમ લીધો ? (૧૨) કેટલા વાગ્યે સૂતા ?
ઉપરોક્ત પ્રકારે ડાયરી લખવાથી અને બની શકે તો અનુભવી સંતને તે બતાવવાથી પ્રમાદનો જય થશે, થયેલા દોષોનું પ્રાયશ્ચિત્ત સારી રીતે બની શકશે. અનેકવિધ જીવન-સુધારણા અમલમાં આવશે અને થોડા કાળમાં મહાન સાધકની દશા પ્રગટ થશે. જય થાઓ ! પ્રમાદજયમાં પ્રેરણા :
(૧) આળસુ બને તો સમયનો સદુપયોગ ન થઈ શકે અને જીવનની સિદ્ધિ પણ ન બની શકે. માટે આળસને મહાન દુશ્મન ગણીને અને ઉદ્યમને પરમ મિત્ર ગણીને જે કર્તવ્યનિષ્ઠ બને છે તે પુરુષને સર્વ ઈષ્ટકાર્યની સિદ્ધિ થઈ જાય છે.
(૨) મહાપુરુષોએ નિદ્રા અને પ્રમાદને તામસિક સુખ કહી હલકામાં હલકાં ગણી તેનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. નિદ્રાને આળસુની કન્યા, ભોગીની પ્રિયતમા અને રોગીની માતા કહી છે તેથી ધ્યેયનિષ્ઠ સુજ્ઞ પુરુષે તેનો સંગ છોડવો જોઈએ.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
બોધસાર
(૩) “રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે કદી સૂઈ ન રહેવું.”
તથા “જા જા નિદ્રા હું તને વારું, તું છો નાર ધુતારી રે.”
આવા કડક શબ્દોમાં નિદ્રાને ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ પડકારી છે અને તેના નિયમન અર્થે મહાન પ્રેરણા કરી છે.
(૪) નિદ્રા, અર્ધજાગ્રત અવસ્થામાં પડી રહેવું, ભય, ક્રોધ,આળ, અને ઢીલાશને વશ થઈ કાર્ય મુલતવી રાખવું – આ અવગુણોનો ત્યાગ ઉન્નતિશીલ પુરુષોએ નિરંતર કર્તવ્ય છે.
(૫) પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. . (૬) ઊઠો ! જાગ્રત થાઓ ! અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરંતર ઉદ્યમ કર્યા કરો.
(૭) ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. મનોરથોથી નહિ; સૂતેલા સિંહના મુખમાં મૃગો પ્રવેશતાં નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
[૭] જ્ઞાન-પ્રેરક વચનો
ગદ્ય વિભાગ :
આ જગતમાં જ્ઞાન જેવું સુખપ્રાપ્તિનું બીજું કોઈ સાધન નથી; તે જ જન્મ-જરા-રોગ-મરણનો નાશ કરવાવાળું પરમ અમૃત છે. માટે મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક સઅસનો વિવેક કરવા માટે સદ્ગુરુથી જ્ઞાન મેળવવું જોઈએ.
*
આ જગતમાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ કોઈ પણ નથી.
અજ્ઞાનપૂર્વકની દીર્ધકાળની સાધના તેટલું ફળ નથી આપી શકતી, જેટલું ફળ સાચા જ્ઞાનપૂર્વકની થોડી ક્ષણની સાધના પણ આપી શકે છે.
મોટી ઉંમરે પણ જ્ઞાનપ્રાપ્તિનો યત્ન કરવો જોઈએ. નિરાશ થઈ, વીતેલા કાળ પર દૃષ્ટિ ન દેતાં, જ્ઞાની પાસેથી નિયમ લઈ, નિયમપૂર્વક અને ક્રમબદ્ધ રીતે સ્વાધ્યાયરૂપી તપમાં પ્રવર્તી જ્ઞાનપ્રાપ્તિ કરવી.
જ્ઞાન તો તેને કહિયે જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સાચાને સાચું જાણે, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન.
અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા છે તેટલા ભેદજ્ઞાન (સ્વ-પર વિવેક)થી જ સિદ્ધ થયા છે અને જેટલા બંધાયેલા છે તેટલા તેના અભાવથી જ બંધાયેલા છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
બોધસાર | સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
અનેક પ્રકારનું બાહ્ય પદાર્થોનું જ્ઞાન અન્ય અનાર્ય દેશોમાં ઘણું વિકાસ પામેલું જોવામાં આવે છે. અહીં તો તેને યથાર્થ જ્ઞાન ગમ્યું છે કે જે જ્ઞાનને પ્રાપ્ત કરવાથી સાધકમાં શાંતભાવ પ્રગટે, વિવેક પ્રગટે અને ત્યાગવા યોગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોનો યથાર્થ નિર્ણય થઈ તેને અનુસાર જીવન જીવવાનો પુરુષાર્થ બને.
સંસારનાં સુખો અનંતીવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે કારણ, સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે તેને કડવો ગણ્યો, આ પણ અવિવેક છે. જ્ઞાન દર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.
જ્ઞાન સર્વ પ્રકારના સુખનું સાધન છે. જ્ઞાની પુરુષો પાસે જગતના મોટા મોટા રાજા, મહારાજા, શ્રીમંત, ડૉક્ટર, વકીલ, પ્રધાન, ઇજનેર કે હોદ્દેદારો પણ વિનયવાન થઈ સેવામાં રહે છે. આમ બનવા છતાં પણ જેમના અંતરની અંદર અભિમાન કે મમતા ઊપજતાં નથી તે તેમના જ્ઞાનબળનો અને સમાધિબળનો જ પ્રતાપ છે. નમસ્કાર હો તે જ્ઞાનને અને તે સમાધિને અને ફરી ફરી નમસ્કાર હો તે જ્ઞાન-સમાધિના સ્વામી સપુરુષોને !
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૭
બોધસાર
આત્મજ્ઞાન સિવાયના અન્ય કાર્યમાં બુદ્ધિમાન પુરુષોએ પોતાનું ચિત્ત લાંબા સમય માટે જોડવું નહીં; કોઈ ખાસ કારણથી અન્ય કાર્ય કરવું પડે તો કાયા અને વાણીથી કરવું, તન્મય થઈને નહીં.
જ્ઞાનનું ફળ વિરતિ છે વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો તે વાંચવું, તે વિચારવું, તે સમજવું અજ્ઞાન છે, વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવ પ્રવૃત્તિ માટે એવો જિનનો નિશ્ચય છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. - જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર
હો.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
બોધસાર હે સાઘક ! તું જ્ઞાનની આરાધના કર. તે જ્ઞાન પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, મોક્ષલક્ષ્મીને રહેવા માટે કમળ સમાન છે, ઇચ્છારૂપી સાપને વશ કરવા માટે મંત્ર સમાન છે, ચિત્તરૂપી હાથીને જીતવા માટે સિંહ સમાન છે, કષ્ટરૂપી વાદળાંઓને વિખેરવા માટે પવન સમાન છે સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરવામાં દીપક સમાન છે. અને વિષયરૂપી માછલીઓને પકડવા માટે જાળ સમાન છે.
જ્ઞાનની પ્રાપ્તિમાં પાંચ મોટાં વિદ્ધ છે, માટે તે વિદ્ગોને દૂર કરી જ્ઞાનની આરાધનામાં ઉદ્યમવંત થઈને વર્તવું. તે પાંચ વિનો નીચે પ્રમાણે છે :
૧. અભિમાન, ૨. આળસ, ૩. ક્રોધ, ૪ પ્રમાદ, ૫ રોગ.
સર્વત્ર પ્રિય વચન બોલવું; દુરુવચન બોલનારને પણ ક્ષમા આપવી અને બધાના ગુણોને ગ્રહણ કરવા – આ ધર્મ-આરાધનામાં રુચિવાળા સાધકનાં લક્ષણ છે.
જેવી રીતે ધર્મવિહોણો મનુષ્ય સુખ ઇચ્છે છે અથવા કોઈ પાણી વિના પોતાની તરસ છિપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ (અજ્ઞાની) માણસ સાપેક્ષતા (નય)ના અવલંબન વિના વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવા માગે છે. તે
જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા મનુષ્યનું જ્ઞાન સાચું છે, તેવી રીતે બધા નયો (દૃષ્ટિઓ)ના સમુદાય દ્વારા વસ્તુના સમસ્ત ધર્મોને (અથવા અવસ્થાઓને) જાણનારા મનુષ્યનું જ્ઞાન સાચું છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૩૯ પદ્ય વિભાગ :
બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે ! રે ગ્રહણ કર તું નિયત આ જો કર્મમોક્ષેચ્છા તને. જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભભાવના તે ઊતરે ભવપાર.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.
જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવિ જાણું, તિહાં લગે ગુણઠાણું ભલું કિમ આવ્યું તાર્યું. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરિયે જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુધજનનો નિર્ધાર. *આત્મશ્રમોભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય, તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય.
છે દેહાદિથી ભિન્ન આત્મા રે,
ઉપયોગી સદા અવિનાશ. મૂળ મારગ... એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે,
કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ.
દુર્લક્ષ્ય જે આશા અને આત્મા વિષે અંતર અતિ,
જેની મતિ વચમાં પડી એ ભેદ પામી થોભતી. *આત્માની ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું.
+ આત્મા અને આશા પરમાર્થથી જુદાં છે તેવો લક્ષ થવો વિકટ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
બોધસાર
શમરૂપ ધનથી અંતરંગે બાહ્ય વૃત્તિ સ્થિર કરી; તેજ્ઞાનીની પદરજ થજો અમને સદા પાવનકરી.
ખજુઆ સમી ક્રિયા કહી, નાણા ભાણ સમ જોય, કલિયુગ એહ પટંતરો, વિરલા બૂઝે કોય.
જ્ઞાનકળા જે ઘટમાં જાગી
તે જગમાંહિ સહજ વૈરાગી, જ્ઞાની મગન વિષયસુખ માંહિ,
તે વિપરીત તો સંભવે નહિ.
1. આગિયો. ૨. જ્ઞાન. ૩. સૂર્ય.
För Private
Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
[૮]
ગુરુ-મહિમાનાં વચનો
ગધવિભાગ :
ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહાદેવ છે. ગુરુ સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપ પરમાત્મા છે, તે ગુરુદેવને નમસ્કાર હો.
અજ્ઞાનરૂપી અંધારાથી અંધ થયેલાં નેત્રોને જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉઘાડ્યાં તેવા શ્રીસદ્ગુરુદેવને નમસ્કાર હો.
*
જ્ઞાની પુરુષનો આશ્રય ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી સાધક જીવને હિતરૂપ કહ્યો છે તો અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે એમાં સંશય કેમ હોય ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સશાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગયવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રીસદ્ગુરુ માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું - અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.
*
ધ્યાનનું મૂળ ગુરુની મૂર્તિ છે, પૂજાનું મૂળ ગુરુના ચરણકમળ છે, મંત્રનું મૂળ ગુરુનું વચન છે અને મોક્ષનું મૂળ ગુરુની કૃપા છે.
*
*
...તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨
સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના, સદાય રાખવી.
*
બોધસાર
વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સભ્યજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યચારિત્ર ક્યાંથી થાય ? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી.
*
જે સદ્ગુરુના દર્શન માત્રથી પણ અનાદિ મૂર્છા પામેલો એવો સાધક જીવ પ્રેરણા પામે છે. જેમની મન, વચન અને કાયાની કોઈ પણ પ્રવર્તનામાં દિવ્યતા જ ઝળકી રહી છે, જેઓ આ જગતની કોઈ પણ પ્રકારની તૃષ્ણાથી પીડાતા નથી અને માત્ર સ્વ-પર કલ્યાણના હેતુથી જ જેમની જીવનસરિતા સહજપણે વહ્યા કરે છે તેવા ગુરુને હું વારંવાર નમસ્કાર કરું છું.
સદ્ગુરુની વાણીનું શ્રવણ થતાં જાણે કે કાનમાં અમૃતસિંચન થાય છે અને સાધકને આત્મિક જીવન જીવવાની પરમ પ્રેરણા મળે છે, તેવા શ્રી ગુરુદેવની વાણી સહજ છે, તેમના જીવનમાંથી વહે છે, સર્વ જીવોનું કલ્યાણ કરનારી છે, સ્વાનુભવમુદ્રિત છે, આત્માર્થબોધક છે, પૂર્વાપર વિરોધ રહિત છે, ગંભીર આશયવાળી છે અને યથાર્થ વસ્તુસ્વરૂપનો પ્રકાશ કરી જીવનને ઉન્નત બનાવનારી છે. આવી વાણીનું જે સાધકને શ્રવણ, મનન અને અનુશીલન થાય છે તે પોતે પણ સંત બની જાય છે.
*
*
ગુરુનો મહિમા અને ઉપકાર વાણીમાં આવી શકે તેવાં નથી. જેમની કૃપાથી અજર-અમર અને અનુપમ પદની પ્રાપ્તિ થઈ, અને જેનાથી અનંતકાળ સુધી આ જીવ અતીન્દ્રિય એવા સમાધિસુખને
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૩
બોધસાર પામશે તેનો બદલો શું હોઈ શકે? નહીં જ. તો હવે મારું શેષ જીવન સર્વ પ્રકારે તેમની સેવા-ભક્તિ અને સ્મરણમાં જાઓ. પદ્યવિભાગ :
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લા.
આ તન વિષની વેલડી, ગુરુ અમૃતની ખાણ શિર દેતાં જો ગુરુ મળે, તો પણ સસ્તા જાણ.
ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવકી જિને ગોવિંદ દિયો બતાય.
એવાં મૂળ જ્ઞાનાદિ પામવારે, અને જેવા અનાદિ બંધ, મૂળ મારગ... ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ, મૂળ મારગ.. "
સદ્ગુરુ સમ સંસારમાં, હિતકારી કોઈ નહીં; કહે પ્રીતમ ભવપાશને છોડાવે જગમાંહીં.
ગુરુકો ધ્યાન જે કો ઘરે, બોલે ગુરુમુખવાણ; પ્રતમ સંત-સમાજમે સકલ શિરોમણિ જાણ.
સદ્ગુરુ પદમેં સમાત હૈ; અરિહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકો ઉપાસો તજી ગર્વ.
Page #53
--------------------------------------------------------------------------
________________
બોધસાર
ગુરુબિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુબિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. તીરથ નાહે એક ફલ, ગુરુ મિલે ફલ ચાર; સદ્ગુરુ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર,
સમદૃષ્ટિ સદ્ગગુકિયા, મિટા ભરમ વિકાર; જઈ દેખો તહં એક હી; સાહિબ કા દિદાર.
તે જ્ઞાનને નર પામતા, પામી વિનય ગુર્નાદિનો જ્ઞાને સ્વરૂપનો લક્ષ થાતાં, લક્ષ લે શિવમાર્ગનો.
પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો, સેવા સદ્ગુરુ તનમનથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
રવછંદનિરોધથી સત્પાત્રતા
ભૂમિકા :
મન ફાવે તેમ વર્તવું તેને સામાન્ય રીતે સ્વછંદ કહેવાય. આમ સ્વછંદપણે ન ચાલતાં નિર્દોષ, અનેક ગુણસંપન્ન અને બોધિ-સમાધિના સ્વામી એવા આચાર્યો અને સંતોની બતાવેલી ન્યાયપૂર્ણ આજ્ઞા પ્રમાણે આત્માનું કલ્યાણ થાય તેમ વર્તવું તેનું નામ સ્વછંદનિરોધ.
માણસમાત્રનું મન સામાન્ય રીતે પતિતપરિણામી છે. અનાદિકાળથી આ જીવને, ઈન્દ્રિયો તથા મનને આધીનપણે વર્તીને જીવવાની ટેવ પડી ગઈ છે. તે મન, ઇન્દ્રિયો અને કુસંગને એટલો બધો આધીન થઈ ગયો છે કે પોતાના પરાધીનપણાનો તેને બિલકુલ ખ્યાલ જ રહ્યો નથી. હવે કોઈ મહાન પુણ્યના યોગે મનુષ્યપણું પામી સંતના સમાગમમાં આવ્યો છે અને કાંઈપણ પોતાનું કલ્યાણ કરવાની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેવા પુરુષ, મહાન ઉદ્યમથી આ સ્વચ્છંદનો પરાજય કરવો જરૂરી છે અને તો જ તેનામાં સાચી પાત્રતા પ્રગટી શકે. સ્વચ્છેદનિરોધનો અભ્યાસ :
સ્વચ્છંદનો યથાયોગ્યપણે નિરોધ કરવા માટે બે વસ્તુની આવશ્યકતા છે : પ્રથમ તો જરૂરત છે યથાર્થ જ્ઞાનની – સાચા બોધની. આપણે વિચાર કરવાનો છે કે સ્વચ્છંદપણે વર્તવાથી શું આપણે ખરેખર સુખી થઈ શકીએ? શું સ્વછંદ તે સુખ મેળવવાનો સાચો ઉપાય છે? સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ તોપણ સ્વચ્છેદથી
Page #55
--------------------------------------------------------------------------
________________
૪s
બોધસાર સમાજમાં સુવ્યવસ્થા અને શાંતિની સ્થાપના થઈ શકતી નથી. અમુક સારા નિયમો, અમુક સુંદર જીવનરીતિઓને અપનાવ્યા વિના જો સમાજ પણ અંધાધૂંધી, ક્લેશ, અશાંતિ અને અવ્યવસ્થારૂપ થઈ જાય તો વ્યક્તિગત સ્તરે તેમ વર્તવાનું શું ફળ થાય તેનો આપણે વિચાર કરવો ઘટે.
આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો કૌટુંબિક કે સામાજિક સ્તરે જે સાચું છે તે વ્યક્તિગત સ્તરે પણ સાચું છે. મનના ઘોડાઓને કે ઈન્દ્રિયોની લગામોને સર્વથા છૂટાં મૂકીને મનમોજી રીતે વર્તવાથી કોઈ પણ વ્યક્તિ ખરેખર સુખી થઈ શકતી જ નથી. ગમે તે ન્યાયથી તોલો, દુરાચારી દુઃખી જ છે કારણ કે તેનું અંતર અશાંત છે, આકુળ-વ્યાકુળ છે, ભયભીત છે અને અતૃપ્ત છે. માટે આપણે નિર્ણય કરવો જોઈએ કે સ્વચ્છેદે વર્તવાથી આપણે સુખશાંતિ પ્રાપ્ત કરી શકતા નથી.
હવે જો સ્વચ્છેદ દુઃખદાયી છે એમ નક્કી કર્યું છે તો તેનો નિરોધ કઈ રીતે થઈ શકે તે વિચારવું સ્વાભાવિક રીતે જ આવશ્યક થઈ પડે છે. આના માટે આવશ્યક્તા છે સવિવેકપૂર્વકના વર્તનની. વર્તમાનકાળના કે પ્રાચીનકાળના જે મહાત્માઓએ સુખશાંતિ પ્રાપ્ત કર્યા છે, તેમના ન્યાયયુક્ત વચન પ્રમાણે વર્તવાથી અને જ્યાં સંભવ હોય ત્યાં તેમનો સમાગમ કરવાથી ધીમે ધીમે મનુષ્યમાં એક વિકાસલક્ષી પરિવર્તન આવે છે, જેથી તેના જીવનમાં અનેક સાત્વિક ગુણો પ્રગટે છે. આ પ્રમાણેની દશા પ્રગટ થતાં તે મનુષ્યમાં ઉત્તમ એવા આત્મતત્ત્વની શ્રદ્ધા અને બોધ સુદૃઢ થાય છે અને જેમ જેમ આત્મશ્રદ્ધા અને આત્મબોધ સુદૃઢ થતાં જાય છે તેમ તેમ સ્વચ્છંદ ઘટવા માંડે છે.
આમ, અનાયાસ અને સહજપણે, સ્વચ્છંદનો નિરોધ થઈ શકે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૪૦
સ્વચ્છંદતાના નિરોધમાં વિનો હું મોટો છું”, “સમજું છું', “મારા જેવો બીજો કોણ છે', આમ વર્તવાથી મને બાધ નહિ થાય એ ઈત્યાદિ મિથ્યાભિમાનના ખ્યાલો જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી મનુષ્ય પ્રગતિના પંથે વળી શકતો નથી. પરંતુ મધ્યસ્થ થઈને, જરા થોભીને વિચાર કરે તો કામ થાય. અનેકવિધ ક્ષેત્રોમાં મારા કરતાં પણ વિશેષ એવા કેવા કેવા મહાનપુરુષો થયા છે તેનો વિચાર કરે તો પોતાનું તુચ્છપણું સમજાય અને પોતાના કુળનું, જ્ઞાનનું, પૂજાનું, કીર્તિનું, શરીરનું, રૂપનું, ધનનું, યૌવનનું કે રિદ્ધિસિદ્ધિનું અભિમાન દૂર થાય. જો આમ નમ્રતા, ગુણગ્રાહકતા, કોમળતા આવે તો કામ થાય અને મનમોજીપણું જ છૂટે. આમ, જો સ્વચ્છંદનો ખોટો રસ્તો છોડી દે તો થોડા કાળમાં જ સર્વ દુર્ગુણો નાશ પામે અને અનેક પ્રકારના સગુણોને પ્રાપ્ત થઈ ઉત્તમ સુખ પામી શકે. માટે જ કહ્યું છે : સાTI, ઘો સાIIT તવો–આજ્ઞાનું આરાધન તે જ ધર્મ, આજ્ઞાનું આરાધન તે જ ત૫.”
સ્વછંદનિરોધનો મહિમા (૧) રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ,
પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ. (૨) જ્યાં જેટલો સ્વરચ્છેદ દબાયો છે ત્યાં તેટલી બોબીજ યોગ્ય ભૂમિકા ઉત્પન્ન હોય છે.
(૩) પાંચ ઇન્દ્રિયો અને મનના નિરંકુશ છંદે ચાલવાથી આ લોકમાં રોગ, નિર્ધનતા તથા અપકીર્તિ અને આગામી કાળમાં નીચ ગતિનાં દુઃખો સહન કરવો પડે છે.
(૪) જેમ જેમ સદ્ગુરુનાં વચનો પ્રમાણે ચાલે તેમ તેમ પાત્રતા વધે અને જીવ ક્રમે કરીને મોક્ષમાર્ગમાં સુસ્થિત થઈ જાય.
Page #57
--------------------------------------------------------------------------
________________
४८
બોધસાર
(૫) ખોટી ટેવો છોડી દેવી, ખોટી વાતોમાં રસ ન લેવો, ખોટાં કાર્યો દૃઢતાપૂર્વક ત્યજી દેવાં અને પોતાના જીવનને અનેક સાત્ત્વિક અને શુદ્ધ ભાવોવાળું બને તેવા કાર્યોમાં લગાવી દેવું તે સ્વચ્છંદ ટાળવાનો વ્યાવહારિક ઉપાય છે. જે વડે જીવન પવિત્ર અને ઉન્નત બની જાય છે.
(૬) ભવભયરહિતપણે, જ્ઞાની પુરુષોની આજ્ઞા પર પગ મૂકીને નિર્ધ્વસ (તીવ્ર વિકારયુક્ત) પરિણામ સહિત જે વર્તે તે સ્વચ્છંદી બને છે. જ્ઞાનીની પ્રત્યેક આશા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાવિક કે મોટા-નાનાની કલ્પના કરવી નહિ,તેમ જ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહિ. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. જો સ્વછંદ મટે તો જીવનું કલ્યાણ થાય.
સત્પાત્રતાના અભાવમાં શ્રવણાદિનું નિષ્ફળપણું
આજકાલ પ્રવચન, ધર્મકથા અને પરમાત્મ-સંકીર્તન સાંભળવાની પ્રવૃત્તિ તો ઠીક ઠીક પ્રમાણમાં દેખાય છે અને તે કોઈ અપેક્ષાએ યોગ્ય પણ છે, પરંતુ જ્યારે તે પ્રવૃત્તિથી સાધકના જીવનમાં ઉત્પન્ન થતા લાભ પ્રત્યે દૃષ્ટિપાત કરીએ ત્યારે સખેદ કહેવું પડે છે કે તેવો લાભ નહિવત્ જ જોવામાં આવે છે. પાત્રતાની પૂર્વભૂમિકાનું નિર્માણ નહિ થયું હોવાને લીધે જ આ શ્રવણાદિનું નિષ્ફળપણું થાય છે અને અખાભગતે કહેલી પેલી જૂની કહેવત ચરિતાર્થ થાય છે કે –
“તીરથ કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
Page #58
--------------------------------------------------------------------------
________________
[૧૦].
સનાતન ધર્મ
પ્રશ્ન ૧: સનાતન ધર્મ એટલે શું ? ઉત્તર ૧: જેના વડે જગતના જીવો દુઃખદર્દથી છૂટીને સુખસમૃદ્ધિને
પામે, જેનાથી અનેક પ્રકારના દુર્ગુણો છૂટી જઈ સદ્ગણોનો વિકાસ થઈ આત્મશુદ્ધિ વધે, જેનાથી દુર્ગતિમાં જતાં અટકી જઈ સુગતિ પામીને અંતે જન્મ-જરા-મરણ તથા આધિ-વ્યાધિ-ઉપાધિથી સર્વથા છૂટી જઈ શાશ્વત જ્ઞાન-આનંદમય દશાને પામે તેને સનાતન ધર્મ કહીએ
છીએ. પ્રશ્ન ૨: લોકોમાં ઘર્મની કેવી માન્યતા છે ? ઉત્તર ૨: જગતમાં અનેક પ્રકારે જીવો ઘર્મની માન્યતા કરે છે અને
ધર્મનું આચરણ પણ કરે છે. કોઈક મંદિર-મસ્જિદગિરજાઘર-ગુરુદ્વારા જવામાં, કોઈક અમુક શાસ્ત્રો વાંચવામાં, કોઈક અમુક ગુરુ વગેરેની ભક્તિમાન્યતા કરવામાં તો કોઈક અમુક ક્રિયાકાંડ, તીર્થયાત્રા, માનવતાનાં કાર્યો કે પરોપકારવૃત્તિમાં, વળી કોઈક અમુક વસ્તુઓનો ત્યાગ કરી દેવામાં અથવા કોઈક પોતાને ફાળે આવેલી
ફરજ બજાવવામાં ધર્મ માને છે. પ્રશ્ન ૩ઃ શું આ માન્યતા સાચી છે ? ઉત્તર ૩: જ્યાં દેહધર્મની માન્યતા દેહાશ્રિત બુદ્ધિથી છે ત્યાં
કુળપરંપરાગત ધર્મ હોય છે એમ જાણવું. સામાન્ય માનવી સામાજિક બુદ્ધિવાળો હોય છે અને તેથી મોટા ભાગે જે
Page #59
--------------------------------------------------------------------------
________________
બોઘસાર સમાજમાં તે જન્મ્યો હોય તે સમાજને આધીન હોય છે. હવે જ્યાં દેહાશ્રિત માન્યતા અને પ્રવર્તન હોય ત્યાં તો બાપદાદાનો ધર્મ તે મારો ધર્મ એમ માન્યતા હોય છે; પણ આત્મવિકાસશીલ ધર્મની સમજણ કે માન્યતા હોતાં નથી તો પછી અનુસરણ કેવી રીતે હોય? માટે જગતના જીવોને મન જે ઘર્મ છે તેને માત્ર સામાજિક કે સાંપ્રદાયિક ધર્મ જાણો. તે ધર્મના તથારૂપ આરાધનથી જીવને આ જીવનમાં સમાધિસુખની કે આગામી જીવનમાં ઉત્તમ
ગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રશ્ન ૪: તો શું અમારી માન્યતાઓને ખોટી કહો છો ? ઉત્તર : ભાઈ ! અમારી કે તમારી માન્યતાઓનો સવાલ જ નથી.
અહીં તો સત્યની સમજણ અને સત્યને અનુસરવાની વાત
સામાન્યપણે ઘણાંખરાં, સાંપ્રદાયિક ધર્મોમાં પણ સત્યના કંઈક અંશો તો રહેલા હોય છે. આ અંશોમાં કાંઈક દાનની, કાંઈક પરોપકારની, કાંઈક પ્રામાણિકતાની, કાંઈક સંતોષ-સાદાઈની, કાંઈક નીતિમત્તાની, કાંઈક દયા પાળવાની, કાંઈક ગુરુભક્તિની અને કાંઈક પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત કે ધ્યાનની વાતો હોય છે. આવા કેટલાક અંશોને જો તે માણસ અનુસરે તો તે કાંઈક કોમળતાવાળો અથવા સદ્ગુણી પણ બની શકે છે. પરંતુ અહીં તો, આગળ ઉપર જે સનાતન ધર્મ જણાવ્યો તેની મુખ્યપણે વિચારણા કરવી છે. તેવા સત્યાર્થરૂપ ઘર્મને ખરેખર માનવા કે જાણવા માટે જગતના મોટા ભાગના જીવોને જિજ્ઞાસા કે રૂચિ નથી. તેઓ દુનિયાનાં કાર્યોમાં એટલા બધા અને એવી રીતે મસ્ત થઈ ગયા છે કે સહેજ પણ થોભવા કે સાંભળવા જ તૈયાર નથી. તો સાચી સમજણ કે સાચી માન્યતાની ભૂમિકા
Page #60
--------------------------------------------------------------------------
________________
બોધસાર
સુધી તેઓ કેવી રીતે પહોંચી શકે ?
આમ, પક્ષપાતરહિત થઈને પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સંતોષ આદિ ગુણો જેના વડે વિકાસ પામે અને ક્રોધ, લોભ, અભિમાન આદિ વિકારો ખરેખર વિલય પામે એવા ધર્મ પ્રત્યે જ્યાં સુધી સાધક વળે નહિ, અથવા તેવો પ્રયત્ન આદરે નહિ, ત્યાં સુધી તેની ધર્મ અંગેની કોઈ પણ માન્યતા યથાર્થ ગણી શકાય નહિ, કારણ કે :
૫૧
“સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.’’ એવું મહાજ્ઞાની પુરુષોનું વચન છે.
પ્રશ્ન ૫ : તો શું સદ્ગુણો જીવનમાં પ્રગટ કરવા તે જ સાચો ધર્મ છે ?
ઉત્તર ૫ : સદ્ગુણો પ્રગટ કરવાથી પરમાર્થધર્મ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રગટ થાય છે. માત્ર સદ્ગુણો જ પ્રગટ કરે પણ તે સર્વ સદ્ગુણોનો મૂળ આધાર એવો જે પોતાનો શુદ્ધાત્મા તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં અને અનુભવમાં ન ગ્રહણ કરે તો તે સાધકને સદ્ગુણ સંપન્નતાની ભૂમિકા દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય પરમાર્થધર્મની પ્રાપ્તિ થાય નહિ.
માટે ધર્મસાધના ભેદાભેદરૂપ જાણો. જ્યારે વિકલ્પવાળી અવસ્થા હોય ત્યારે સદ્ગુણોનું આલંબન લઈ અખંડ – અભેદ – એકાકાર ચૈતન્યનો લક્ષ કરવો. આમ કરવાથી ભેદોનો નાશ થઈ અભેદ દશા પ્રગટશે. પરંતુ અભેદ દશા તો થોડી સેકંડો જ ટકે છે તેથી તેમાંથી છૂટી જતાં યથાપદવી ભેદરૂપ સદ્ગુણોના સંરક્ષણ અને આલંબન દ્વારા પોતાની દશા ટકાવી રાખવી અને ફરીથી આત્મબળ વચ્ચે અભેદ દશા પ્રગટ કરવાનો ઉપર કહ્યો તેમ પુરુષાર્થ કરવો. આમ, સનાતન ધર્મની પ્રાપ્તિ તેવા પુરુષો જ કરી શકે છે જેઓ
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
બોધસાર ભેદરૂપ આરાધના તથા અભેદરૂપ આરાધનાની અવિરોધરૂપે સાધના કરી યથાયોગ્ય પદવીએ યથાયોગ્ય સાધનોને અંગીકાર કરે છે. આ પ્રમાણે બન્ને સાધના પદ્ધતિઓની તીવ્ર મૈત્રીનો આદર કરતા થકા આત્મશુદ્ધિ અને આત્મબળને વધારતા વધારતા તે મહાપુરુષો પરમસમાધિને પામી જાય છે. માટે જ મહાત્માઓએ કહ્યું છે :
(a) જે જ્ઞાનનયને જ રહીને ક્રિયાનયને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ (અકંપ જ્ઞાનભાવમય) ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જે ક્રિયાનયને જ રહીને જ્ઞાનનયને જાણતો નથી તે (વ્રતાદિ કરવારૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ પરમગ્નષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જે પુરુષ અનેકાન્તમય આત્માને જાણે છે (અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (રાગાદિક અશુદ્ધ ભાવો છોડે છે) તે જ પુરુષ જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીને સાધીને આ (અકંપ નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરનાર બને છે. (a) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૪) નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નોય,
નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય. પ્રશ્ન : સનાતન ધર્મ કોણ કરી શકે ? ઉત્તર : કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ ધર્મને પામી શકે છે. તેમાં
અમુક જાતિ, દેશ, વેશ કે બાહ્ય આડંબરની આવશ્યકતા નથી. જેને સત્યમાં રુચિ અને નિષ્ઠા હોય તેવો કોઈ પણ આત્મા પાત્રતા પ્રગટ કરીને આવા ઉત્તમ ધર્મને
પામી શકે છે. પ્રશ્ન : ગૃહસ્થ-અવસ્થામાં રહીને ધર્મ પામી શકાય ? ઉત્તર ૭: હા. સાચા ધર્મની પ્રાપ્તિ ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ
Page #62
--------------------------------------------------------------------------
________________
બોધસાર
પ૩ થઈ શકે છે. જેમ જેમ ચિત્તની શુદ્ધિ થતી જાય તેમ તેમ ત્યાગ-વૈરાગ્ય સહજપણે વધતા જાય છે. મહાત્માઓનો ત્યાગ પરાણે લાદેલો હોતો નથી પણ સમજણપૂર્વકનો અને સાહજિક હોય છે. ઘર્મની ઊંચી ભૂમિકાઓ પ્રાપ્ત કરવામાં ત્યાગીજીવન ખૂબ જ મદદગાર છે અને તેથી
જ પૂર્વે મહાત્માઓએ ત્યાગીજીવનને અંગીકાર કર્યું છે. પ્રશ્ન ૮: સનાતન ધર્મનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તર ૮: (૧) ધર્મ વિના ધનધામ ધાન્ય ધૂળધાણી ધારો
ઘર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ઘીમંતની ધારણાઓ ધોખો ઘરે, ધર્મ વિના ધાર્યું વૈર્ય ધૂમ્ર થઈ ઘમાય છે; ધર્મ વિના ધરાધર, ધુતાશે, ન ધામધૂમે ધર્મ વિના ધ્યાની ધ્યાન ઢોંગ ઢોંગે થાય છે ધારો, ઘારો ઘવાળ સુઘર્મની ધુરંઘરતા,
ધન્ય! ધન્ય ! ધામે ધામે ધર્મથી ધરાય છે. (૨) નર્ક પશુૌં નિકાલ કરે સ્વર્ગમાંહિ હૈ વાસ,
સંકટકો નાશ શિવપદકો અંકુર હૈ દુખિયાકો દુઃખ હરે, સુખિયાકો સુખી કરે વિઘનવિનાશ મહામંગલકો મૂલ હૈ ગજ સિંહ ભાગ જાય, આગ નાગ હૂ પલાય, રણ, રોગ દધિ બંધ સબ કષ્ટ ચૂર હૈ,
ઐસો દયાધર્મકો પ્રકાશ ઠૌર ઠૌર હોઉ
તિલોક તિહુ કાલ આનંદકો પૂર હૈ. ૧. અંકુર-મૂળ, શરૂઆત. ૨. હાથી. ૩. દધિ-સમુદ્ર, દરિયો. ૪. જગ્યાએ ઠેર ઠેર, સર્વત્ર.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪.
બોધસાર (૩) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે,
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવત ભવંત લો. (૪) ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે,
ને સામ્ય જીવનો મોહશોભવિહીન નિજ પરિણામ છે. (૫) તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્તિ છે,
તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્યતણો કરે. (૬) ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન,
અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ.
(૭) મનુષ્યભવ, ઉત્તમ કુળમાં જન્મ, વિસ્તૃત વૈભવ, લાંબુ આયુષ્ય, તંદુરસ્ત શરીર, ઉપકારી મિત્રો, બુદ્ધિમાન શીલવતી ધર્મપત્ની, પરમાત્મામાં ભક્તિ, આત્મજ્ઞાનીપણું, વિનયસંપન્નતા, ઈન્દ્રિયવિજય, સુપાત્રધન પ્રત્યે ઉત્સાહ - આ બધાની પ્રાપ્તિ આ દુનિયામાં વિશિષ્ટ ધર્મની આરાધના વડે જ વિરલ પુરુષોને થઈ શકે છે. (૮) અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ.
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ !
આ વિશ્વમાં સર્વ કાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો.
(૯) આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે..... શ્રીમતુ વીતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાલ જયવંત વર્તો.
(૧૦) હે ભાઈ ! તું નિરંતર વિચાર કર્યા કરે છે કે ધન કેવી
Page #64
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૧૫
રીતે મળે ? પણ ધન તો પુણ્યરૂપી ધર્મથી જ પ્રાપ્ત થાય છે એ વાત સમસ્ત જગતમાં પ્રસિદ્ધ છે. ધર્મ (પુણ્ય)થી ધન મળે છે, પાપ વિણસી જાય છે. સર્વ પ્રકારનાં દુઃખો નષ્ટ થઈ જાય છે, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને પરંપરા મોક્ષ મળે છે. આ સત્ય જાણીને હે ભાઈ ! મન-વચન-કાયાથી ધર્મ-આરાધનામાં લાગી જા. આ જ ઉપાય વીતરાગ પરમાત્માએ બતાવ્યો છે.
(૧૧) ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેસર, ધરમ જિનેસચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિનેસર.
Page #65
--------------------------------------------------------------------------
________________
[૧૧] સંચમ-પ્રેરક વચનો
ગદ્ય વિભાગ
ઇન્દ્રિયોનો અસંયમ તે આપત્તિઓનો માર્ગ કહ્યો છે અને તેમનો સંયમ તે સંપત્તિઓનો માર્ગ કહ્યો છે. હવે તને જે માર્ગ યોગ્ય લાગે, તે માર્ગે જા.
જ્યાં સુધી વિષયોમાં (નિરર્ગળ) પ્રવૃત્તિ છે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. વિષયોથી જેનું ચિત્ત વિરક્ત છે તે યોગી આત્માને જાણે “ છે. જીવમાત્રની દયા, ઇન્દ્રિયસંયમ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને તપ-આ બધો સચ્ચારિત્રનો પરિવાર છે.
એક એક ઇન્દ્રિયને વશ થવાથી હાથી, માછલી, ભ્રમર, પતંગિયું અને હરણ જો મૃત્યુને પામે છે તો જે પાંચેય ઇન્દ્રિયોને વશ છે તેની શું ગતિ થશે ?
સંયમ પાળવાથી કુળ ઉન્નત થાય છે, તે જ ખરું આભૂષણ છે, તે જ અનુપમ ઘન છે, તે જ ઉત્તમ ગતિનું કારણ છે, તેથી જ દુર્ગતિનો નાશ થાય છે, તેથી જ અને તેની આરાધનાથી સર્વ પ્રકારના દોષોનો લય થવાથી સર્વત્ર નિર્મળ યશની પ્રાપ્તિ થાય છે. તે જ કામધેનુ અને કલ્પવૃક્ષ સમાન છે. તેથી જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની સિદ્ધિને આપનારું આ શીલ (સંયમ)રૂપી
Page #66
--------------------------------------------------------------------------
________________
બોધસાર રત્ન વિવેકી પુરુષો મહાન યત્ન કરીને પણ ધારણ કરે છે.
હે જીવ! જેવી રીતે ખેતી, વેપાર, ધંધો, નોકરી, કુટુંબપાલન અને લૌકિક વિદ્યાઓમાં તું ખૂબ પુરુષાર્થ કરે છે તેવી રીતે સંયમની સિદ્ધિ અર્થે જો સન્માર્ગની આરાધના કરે તો તેને નિર્મળ અને અનંત આનંદની પ્રાપ્તિ કેમ ન થાય ? (અર્થાત્ અવશ્ય થાય).
તાત્ત્વિક આનંદની પ્રાપ્તિ સમાધિની સિદ્ધિથી થાય છે, સમાધિની સિદ્ધિ ચિત્તની એકાગ્રતાથી થાય છે, ચિત્તની એકાગ્રતા યથાર્થ બોઘ અને સ્થિરતાના અભ્યાસથી થાય અને તે સ્થિરતા ઈન્દ્રિયજય કરવાથી નિષ્પન્ન થાય છે. આ પ્રકારે તાત્ત્વિક આનંદનું કારણ સંયમની આરાધના છે, માટે વિશિષ્ટ પ્રયત્ન કરીને પણ જિતેન્દ્રિય થવાનો અભ્યાસ દરેક મોક્ષાર્થીને માટે અનિવાર્ય બની જાય છે.
ક્રમે કરીને અભ્યાસેલા સુવિચારના બળથી સંકલ્પબળ વધે છે અને તે વધવાથી ચારિત્રબળ ખીલે છે. સાચું ચારિત્રબળ તેને જ કહી શકાય કે જેનાથી મનુષ્ય દૈનિક જીવનમાં અનેક પ્રકારનાં પ્રલોભનો અને પરીક્ષાઓમાંથી સફળતાપૂર્વક પાર ઊતરી શકે અને મોહને વશ થયા વગર પોતાના જીવનની સિદ્ધિને પ્રાપ્ત કરવા ભણી અડગ નિર્ધાર સહિત ઝઝૂમે.
ઘર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. ક્યો ધર્મ? અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ. જે મનુષ્યનું ચિત્ત આવા ઘર્મની આરાધનામાં નિરંતર લાગેલું રહે છે તે ધન્ય છે, તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે.
સર્વ પ્રકારના જ્ઞાનનું ફળ ચારિત્રની શુદ્ધિ થવી તે છે. શરીરને w
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
બોધસાર
પાપકર્મો કરતું રોકવું, નહીં તો મન નિરંકુશ રહેશે. શરીરના સંયમ સાથે મનનો પણ સંયમ કરવો જરૂરી છે. આવા અંતરંગ અને બહિરંગ સંયમની સિદ્ધિ અર્થે દૃઢ પ્રતિજ્ઞા એક ગઢ જેવું કામ કરે છે અને સર્વ પ્રકારનાં પ્રલોભનોથી બચાવીને આપણને સંયમના માર્ગમાં સ્થિર કરે છે.
અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલો બળવાન શત્રુ પણ નથી કરતો.
જો તું ઘોર ભવસાગરની પાર (તટ ઉપર) જવા માગતો હો તો હે સુવિહિત ! તું તપ-સંયમરૂપી નૌકાનું તરત જ ગ્રહણ કર.
એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ.
જેવી રીતે લગામ દ્વારા અશ્વોને બળપૂર્વક રોકવામાં આવે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઇન્દ્રિયોના વિષયોને અને કષાયોને જોરપૂર્વક રોકવા જોઈએ.
જેવી રીતે તમને પોતાને દુઃખ ગમતું નથી, એવી રીતે બીજા જીવોને પણ ગમતું નથી. આવું જાણી પૂરા આદર અને સાવધાનીથી, આત્મૌપજ્યની દ્રષ્ટિથી દરેક ઉપર દયા રાખો.
સુખપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઈ જાય છે. એટલા માટે યોગીએ પોતાની શક્તિ પ્રમાણે દુઃખો દ્વારા અર્થાત્
કાયક્લેશપૂર્વક આત્મચિંતન કરવું જોઈએ.
Page #68
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૫૯
ઘર્મશ્રવણ તથા શ્રવણ કરેલાં તત્ત્વોમાં શ્રદ્ધા થયા છતાં પણ સંયમમાં પ્રયત્ન થવો અત્યંત દુર્લભ છે. ઘણા લોકો સંયમમાં રુચિવાળા હોવા છતાં પણ એને સમ્યકરૂપે સ્વીકારી શકતા નથી.
પદ્ય વિભાગ :
ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન-નિજ પરિણામ છે. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય.
જ્ઞાની જ્ઞાતા બહુ મળ્યા, પંડિત કવિ અનેક; રામ” રતા ઇન્દ્રિયજિતા, કોટિમાં કોઈ એક.
ચિત્ત એકાગ્રતા સાધી, રોકી ઇકિય-ગ્રામને, આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્મને.
શીલ રતન મોટો રતન, સબ રતનાંકી ખાન, તીન લોકકી સંપદા રહી શીલમેં આના
રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
જહાં રામ તહાં કામ નહિ, કામ તહાં નહિ રામ; દોઉ સાથ મિલત નહિ, દિન-રજની એક સાથ.
* આન=આવીને
lalonal
Page #69
--------------------------------------------------------------------------
________________
50
બોધસાર
ગોધન, ગજધન બાજધન, ઔર રતનધન ખાન; જબ આવે સંતોષનધન, સબ ધન ધૂરિ સમાન.
જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન.
સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ જોરથી; વળી બાહ્યથી છે આત્મ જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં ભવપંથ વિકટ કાપવો.
ત્યાં સ્થૂલ જીવહિંસા મૃષા, ચોરી, પરસ્ત્રીત્યાગ એ; આરંભ ને પરિગ્રહતણું પરિમાણ અણુવ્રત પાંચ એ.
યને દયા દમ ત્યાગ પંથે પ્રેગુણ તું જો સંચરે; વચ કે વિકલ્પ અતીત એવું પરમમુક્તિપદ વરે.
Page #70
--------------------------------------------------------------------------
________________
[૧૨]
ચિત્ત-
ની કેડીએ
ભૂમિકા : - સાધનાની સફળતા ચિત્તની નિર્મળતા અને સ્થિરતા પર આધારિત છે, અને તેની સિદ્ધિ કરવાના અભ્યાસને ધ્યાન કહેવામાં આવે છે. દિવસ દરમિયાન અનેક પ્રકારની ધમાલમાં રહેવું અને એકદમ ચિત્તને સ્થિર કરવું તે નહિ બનવા યોગ્ય છે. જે કાંઈ ખાવાપીવાની, કમાવાની, સમાજસંબંધીની કે મનોરંજનની પ્રવૃત્તિમાં આપણે વ્યસ્ત રહીએ તે તે સર્વ પ્રવૃત્તિ ચિત્તની સાત્ત્વિકતાને સ્થૂળપણે હાનિ ઉપજાવનારી ન હોવી જોઈએ. માટી, ગંદકી કે કાદવમાં ખૂબ કામ કરવાનું બન્યું હોય અને પછી શરીરને ચોખ્ખું કરવું હોય તો તે વખતે સ્નાન કરવામાં ખૂબ સમય અને સાધન-શક્તિની જરૂર પડે છે, જ્યારે સામાન્ય જ્ઞાન તો થોડી જ વારમાં સહેલાઈથી પતી જાય છે. જેમ અહીં શરીરશુદ્ધિની વાત છે તેમ ધ્યાનમાં ચિત્તશુદ્ધિની વાત છે. જો દિવસની ચર્યા દરમિયાન ચિત્ત ખૂબ મલિન થઈ ગયું હશે તો તેને ચોખ્ખું કરવામાં ખૂબ સમય અને શક્તિ લગાડવાં પડશે.
આ ઉપરથી આપણે સતત ખ્યાલ રાખવાનો છે કે આપણે આયોજનપૂર્વક માત્ર તેવી જ પ્રવૃત્તિ કરીએ કે જેથી ચિત્ત મોટા દોષોથી મલિન ન થાય. જો ચિત્ત ઓછું મલિન હશે તો તેની શુદ્ધિ અને સ્થિરતા સાધવામાં આપણને સહેલાઈ અને સરળતાનો અનુભવ થશે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૨
બોધસાર
ધ્યાતા પુરુષની યોગ્યતા
જે આત્મા-અનાત્માનો યથાર્થ વિવેક કરનાર હોય તે વિવેકી કહેવાય છે. જેને દેહ, સંસાર અને ભોગસામગ્રીમાં અનાસક્તબુદ્ધિ ઊપજી હોય તે વૈરાગ્યવાન કહેવાય છે. જે મોક્ષ સિવાય અંતરમાં બીજી ઇચ્છા ન રાખતો હોય તે મુમુક્ષુ કહેવાય છે અને ગમે તેવી અગવડતા વેઠીને પણ ધીરજ અને સહનશીલતા સહિત જે સાધનામાં લાગ્યો રહે તેને તિતિક્ષા નામનો ગુણ હોય છે. આ સાધનાચતુષ્ટયથી સંપન્ન થઈ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓને વારંવાર ભાવવાથી, જીવનમાં આ ભાવનાઓનો અભ્યાસ કરવાથી વિશિષ્ટ પાત્રતા પ્રગટે છે અને ધ્યાન કરવાની શક્તિ વધતી જાય છે.
અહિંસાદિ વ્રતોને, ઇન્દ્રિયો અને મનના નિગ્રહરૂપ સંયમને અને વિવિધ પ્રકારનાં તપને ધારણ કરનાર વિશિષ્ટ પુરુષો ઉત્તમ પ્રકારનું ધ્યાન કરવાને સમર્થ થાય છે.
ચિત્તથૈર્યની (ધ્યાનની) સાધનાના પ્રયોગો
જ્યાં કોલાહલ ન હોય એવી એકાંત શાંત તપોભૂમિમાં ધ્યાન કરવું વધારે હિતાવહ છે. આહારાદિમાં નિયમિતતા અને બ્રહ્મચર્યપાલનમાં પ્રીતિ હોય તેવા સાધકને આસનની સિદ્ધિ જલદીથી થઈ શકે છે. જ્યારે આસનસ્થિરતા એક કલાકની સહેલાઈથી થઈ શકે ત્યારે ધ્યાનમાં પણ વિશેષ એકાગ્રતા આવી શકે છે અને નિદ્રા અને અર્ધનિદ્રારૂપ પ્રમાદ(તંદ્રા)નો જય થઈ શકે છે.
આમ આહાર, આસન અને નિદ્રાનો જય કરીને, આત્માનું શુદ્ધ સ્વરૂપ જેણે જ્ઞાની ગુરુ પાસેથી સારી રીતે જાણ્યું છે તેવો સાધક ક્રમે કરીને વિવિધ પ્રકારનાં ધ્યાનનો અભ્યાસ સફળતાપૂર્વક કરી શકે છે. તે ધ્યાનના અનેક પ્રકાર અને તેની વિગતવાર વિધિ પૂર્વે
Page #72
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૬૩ થયેલા મહાન આચાર્યોના ગ્રંથોથી જાણવી. અત્રે તો તેનું માત્ર વિહંગાવલોકન અત્યંત સંક્ષેપમાં કર્યું છે :
ભ્રકુટિની મધ્યમાં અથવા હૃદયપ્રદેશમાં (છાતીના ડાબા ભાગમાં) સદ્ગુરુની ચિન્મય મૂર્તિ સ્થાપન કરવી અને ચિત્તવૃત્તિને તેમની નિર્દોષ, નિર્વિકાર મુદ્રામાં વારંવાર જોડવી. જે પ્રમાણે સદ્ગુરુની મૂર્તિનું ધ્યાન કર્યું તેમ પરમાત્માની પણ શાંત-સૌમ્ય-સ્વરૂપલીન મૂર્તિનું હૃદયમાં સ્થાપન કરી તેમાં ચિત્તવૃત્તિ લીન કરવી, દીપકની જ્યોતના આકારરૂપે ચૈતન્યપ્રકાશથી ભરપૂર એવી આત્મજ્યોતના ધ્યાનનો અભ્યાસ આગળ વધેલા સાધકો કરી શકે છે અને જાણે તે જ્યોતિનો પ્રકાશ આખાય આત્મામાં વ્યાપી જતો હોય તેવી ભાવના કરવાથી ઘણી વાર આત્માના સાત્ત્વિક આનંદની મોજ અનુભવી શકાય છે.
વિવિધ મંત્રોના અક્ષરોનું ધ્યાન, નાદ-આલંબન-ધ્યાન, શ્વાસોચ્છવાસ –આલંબન-ધ્યાન વગેરે ધ્યાનના અન્ય પ્રકાર પણ પોતાની શક્તિ, સંજોગ અને ગુરુ પાસેથી મળેલી કેળવણી પ્રમાણે અભ્યાસી શકાય છે.
કયા પ્રકારનું ધ્યાન કરીએ છીએ તે અગત્યનું નથી પણ ધ્યાન કરતી વખતે ચિત્તથી કેટલી શુદ્ધિ અને કેટલી એકાગ્રતા પ્રાપ્ત કરીએ છીએ તે વધારે અગત્યનું છે. ધ્યાનાભ્યાસ દીર્ઘકાલીન છે. ધીરજથી, ખંતથી, વૈરાગ્યથી, તત્ત્વાભ્યાસથી અને સદ્ગુરુના માર્ગદર્શન પ્રમાણે શિસ્તબદ્ધ અભ્યાસ કરવાથી અચૂકપણે આત્માના આનંદની લહેરોનો અનુભવ સ્વશક્તિપ્રમાણ આજના જમાનામાં પણ થઈ શકે છે એ વાત નિર્વિવાદ છે, અનુભવમાં આવી શકે છે. *ધ્યાનના ખાસ અભ્યાસીઓએ શાનાર્ણવ, તત્ત્વનુસાસન, યોગશાસ્ત્ર, યોગપ્રદીપ, યોગદૃષ્ટિસમુચ્ચય, ધ્યાનશતક, અષ્ટાંગયોગસૂત્ર આદિ અનેક ઉત્તમ શાસ્ત્રોનું અવલોકન કરવું યોગ્ય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
બોધસાર ધ્યાનનું ફળ
ધ્યાન એ સર્વોત્તમ તપ છે, તેનું તત્કાળ ફળ ચિત્ત પ્રસન્નતા, આત્મશાંતિ અને અનુભવરસનો આસ્વાદ આવવો તે છે. સાચા ધ્યાનથી વિકારોનું જોર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે અને વધતા ઉલ્લાસથી સાધનામાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે અને સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી થોડોક પણ ધ્યાનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. સત્સંગ, સન્શાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલદીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે. ધ્યાનનો મહિમા
(૧) આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને, - ત્યાગી શકે છે જીવ તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
(૨) કર્મ ચિત્તની શુદ્ધિ માટે છે, તત્ત્વપ્રાપ્તિ માટે નથી. તત્ત્વસિદ્ધિ તો વિચારથી થાય છે, કરોડો કર્મો કરવાથી પણ થતી નથી. તેથી આત્મસ્વરૂપના જિજ્ઞાસુએ કરુણાસિંધુ એવા ઉત્તમ આત્મજ્ઞાની ગુરુને શરણે જઈ આત્મવિચાર (નો અભ્યાસ) કરવો જોઈએ.
(૩) જ્યાં સુધી તત્ત્વભાવના ભાવતો નથી, જ્યાં સુધી (આત્માદિ) વિચારણીય તત્ત્વોનો વિચાર કરતો નથી ત્યાં સુધી (સાધકો જીવ જરામરણથી રહિત એવા (મોક્ષ) પદને પામતો નથી.
(૪) આત્મધ્યાનથી મોટું સુખ નથી, આત્મધ્યાનથી મોટું તપ નથી તથા આત્મધ્યાનથી મોટો મોક્ષમાર્ગ ક્યાંય પણ કદાપિ નથી.
(૫) તે પરમાત્મતત્વનો અનુભવ થતાં અંતરની મોહગ્રંથિ છેદાઈ જાય છે, સર્વ સંશયો નાશ પામે છે અને કર્મોનો લય થાય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
બોધસાર
પ () કર્મોનો ક્ષય થવાથી જ મોક્ષ થાય છે, તે (મોક્ષ)ની પ્રાપ્તિ સમ્યજ્ઞાનથી થાય છે અને તે સમ્યજ્ઞાન)ની સિદ્ધિ ધ્યાનથી થાય છે. માટે તે (ધ્યાન) આત્માને હિતરૂપ છે.
(૭) ચિત્ત અને ઇન્દ્રિયોની સૌમ્યતા, આરોગ્ય, કરૂણાશીલતા, શરીરનું સુગંધીપણું, મળમૂત્રની અલ્પતા, કાંતિવાળું શરીર, ચિત્તપ્રસન્નતા અને સૌમ્યવાણી – આ ધ્યાનારૂઢ પુરુષનાં લક્ષણ હોય
(૮) ગુરુના ઉપદેશને ગ્રહણ કરીને શાંત ચિત્તથી ધ્યાન કરવાવાળો, અનંત શક્તિનો સ્વામી આ આત્મા મુક્તિ અને ભક્તિ બંનેને પામે છે. જ્ઞાન, લક્ષ્મી, આયુષ્ય, આરોગ્ય, તુષ્ટિ, પુષ્ટિ, તૃપ્તિ, સૌન્દર્ય અને સંસારમાં જે કાંઈ પ્રશંસનીય ગણાય છે તે બધુંય . ધ્યાન કરનારને આવી મળે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
[૧૩]
શુદ્ધ સમાધિમાર્ગ
ગદ્ય વિભાગ :
મહાવીરના બોધને પાત્ર કોણ ? (૧) સત્પુરુષના ચરણનો ઇચ્છક, (૨) સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી,
(૩) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર,
(૪) બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન,
(૫) જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર
(૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર
(૭) એકાંતવાસને વખાણનાર
(૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી (૯) આહાર, વિહાર, નિહારનો નિયમી, (૧૦) પોતાની ગુરુતા દબાવનાર.
આવા થઇએ તો સન્માર્ગની પ્રાપ્તિ થાય.
*
*
*
ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાનીઓના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાયમાં તન્મય રહેવું તથા એકાંત શાંત સ્થાનમાં બેસીને શાસ્ત્રના અર્થનું ચિંતવન કરવું અને સંયમની સાધનામાં ધૈર્યપૂર્વક સ્થિર રહેવું એ જ મુક્તિનો માર્ગ છે.
જગતમાં સત્ પરમાત્માની ભક્તિ સદ્ગુરુ-સત્સંગ સત્શાસ્ત્રાધ્યયન સભ્યદૃષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત Jain Eથયાં નથી થયાં હોત તો આવી દશા હોત. નહીં. પણ જાગ્યા..org
Page #76
--------------------------------------------------------------------------
________________
બોધસાર
૪૭ ત્યારથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.
ઘર્મરૂપી કળાની આરાધનાથી મોક્ષરૂપી ફળને પ્રાપ્ત થાય છે. મોક્ષરૂપી ફળને પ્રાપ્ત થવાની યોગ્યતા યથાર્થ ધર્મની આરાધના કરવાથી મળે છે. આમ ધર્મ અને મોક્ષરૂપી પુરુષાર્થ એકબીજાની અપેક્ષા સહિત અને અન્યોન્યાશ્રય સંબંધવાળા છે. તે બંનેના મુખ્ય મુખ્ય આઠ પ્રકાર આ પ્રમાણે છે :ધર્મકળાની આરાધના
મોકળાની આરાધના (૧) પરોપકાર
આત્મજ્ઞાન (૨) કરુણા
અનાસક્તિ (૩) ક્ષમા
જડ-ચેતન-વિવેક (૪) દાન
વિશ્વબંધુતા (૫) વિવેકપણું
સત્યવાદીપણું (૬) સમતા
જિતેન્દ્રિયતા (૭) સત્યનિષ્ઠા
મનોનિગ્રહ (૮) ઉદારતા
આત્માનુભવનો અભ્યાસ
જે સાધક એકાંતવાસ ગ્રહણ કરીને સન્શાસ્ત્રોનો સાર અંતરમાં ધારણ કરીને, ચિત્તને શાંત કરીને, ઈન્દ્રિયો અને ઇચ્છાઓને બાહ્ય પદાર્થોમાં જતી રોકીને, જ્ઞાનાનંદસ્વરૂપ એવા પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરે છે તેને થોડા કાળમાં જ મુક્તિપદની પ્રાપ્તિ થઈ જાય
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
બોધસાર ઇન્દ્રિય-વિષયો તથા કષાયોનો નિગ્રહ કરીને બાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેનો એ ઘર્મ તપધર્મ કહેવાય છે.
બાહ્ય યુદ્ધોથી શું વળ્યું? પોતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરો. પોતા વડે પોતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.
માથું મુંડાવવા માત્રથી કોઈ સાધુ બની શકતો નથી, ૐનો જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતો નથી, જંગલમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી, તેમજ દર્ભનાં વસ્ત્ર પહેરવાથી તપસ્વી થઈ શકતો નથી. સમતાથી સાધુ બને, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને, જ્ઞાનથી મુનિ બને અને તપથી તપસ્વી બને છે.
વસ્તુ-સ્વરૂપને (જગતના પદાર્થોને) જે યથાર્થપણે જાણે છે, જે નિસંગ છે, જે નિર્ભય છે, જે આશારહિત છે તથા જેનું મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુનિશ્ચલ પ્રકારે સ્થિર થઈ સમાધિ સુખને પામી શકે છે. પદ્ય વિભાગ :
આત્મભાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
શુદ્ધ બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ.
Page #78
--------------------------------------------------------------------------
________________
બોધસાર
દ૯ ચિતવ પદ પરમાતમ પ્યારે, યોગીજનો જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવળ બોધ સુધારસ સારે, તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા ટળશે ભવ ફેરી; ઘરી ચારિત્ર સદા શીલ પાળે, શિવરમણી સુખ તો તું ભાળે.
સ્મર નિજદેહ વિષે વસનારો, નહિ તો ભવ ભમવાનો વારો. મૂર્ખ શિરોમણિ સદા મનાશે, વીર્ય વિહીન અશાની ગણાશે; નરમ નરમ તું બાહ્ય પદાર્થો, રમ રમ મોપદે જ હિતાર્થે, આત્મકાર્ય જો તૂર્ત કરીશ, તો તું કેવળજ્ઞાન વરીશ.
સંસાર-ભોગ-શરીરથી ચિત્તે ઉદાસીનતા ઝરે, સમ્યગુરુ જો તત્ત્વજ્ઞાની માર્ગદર્શક શિર પરે, અનુભવ નિરંતર પામી હિત સાથે સુદૃઢ નિશ્ચય બળે, તેને મળે છે મોશ-સિદ્ધિ, અન્યને કદી ના મળે.
રાગ દ્વેષકે નાશર્તે, પરમાતમ પરકાશ, રાગ દ્વેષકે ભાસતેં, પરમાતમ પદ નાશ; લાખ બાતકી બાત યહ તોક દઈ બતાય, જો પરમાતમ પદ ચહૈ, રાગદ્વેષ તજ ભાય.
રાગ દ્વેષકે ત્યાગ બિન, પરમાતમ પદ નાહિ, કોટિ કોટિ જપ તપ કરી, સબહિ અકારથ જાહિ; રાગ દ્વેષકો ત્યાગ , ઘર પરમાતમ ધ્યાન, જ્યો પાવે સુખ-સંપદા મૈયો ઇમ કલ્યાન.
Page #79
--------------------------------------------------------------------------
________________
8
ઇન્દ્રિય દ્વારા વિષયમાં, બહાર ભમે બહિરાત્મ, આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર, અન્યભવે પણ દેહને આત્મા ગણે ગમાર. છોડી એ ભવજનનીને, થઈ પરમાતમ લીન, જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન.
*
**
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અન્નનો ઉપાય છે.
*
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
For Private & Personal-Use Only
બોધસાર
Page #80
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
- -
- -
-
-
- -
આ પુસ્તકમાં નીચે દર્શાવેલ ગ્રંથોમાંથી અવતરણો લેવામાં . . આવેલ છે : આચારાંગ
મોક્ષપ્રાભૃત આત્મસિદ્ધિ-શાસ્ત્ર
યોગપ્રાભૃત આત્માનુશાસન
રત્નકરંડશ્રાવકાચાર આલોચના પાઠ
રત્નાકરપચીસી ઈબ્દોપદેશ
રાજપદ ઉત્તરાધ્યયનસૂત્ર
રામાયણ કૈવલ્ય ઉપનિષદ્
વિવેકચૂડામણિ ચારિત્રપ્રાભૃતમાં
વૈરાગ્યમણિમાલા ચિદાનંદ પદસંગ્રહ
શ્રીમદ્ ભગવદ્ગીતા છઠઢાલા (પં. દૌલતરાજીકૃત) શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાર્ણવ
સમણસુત્ત તત્ત્વભાવના
સમયસાર પાનંદિપંચવિંશતિ
સમાધિશતક પ્રવચનસાર
સાધક-સાથી બારભાવના
સાધના સોપાન બોધામૃત
સામાયિપાઠ મહાવીર-વાણી
સુભાષિત સૂક્તિસંગ્રહ તથા શ્રીમાન યશોવિજયજી, શ્રીમાન પં. બનારસીદાસજી, શ્રી કબીરજી, ભક્ત પ્રીતમદાસજી વગેરે મધ્યયુગના સંતભક્તોની અનુભવ-વાણી.
Page #81
--------------------------------------------------------------------------
________________
જિજ્ઞાસુ-મુમુક્ષુના સામાન્ય ગુણોની ગણના
(૨૧) સત્યપ્રિયતા
(૨૨) નિઃસ્વાર્થભાવ
(૧) વિનય
(૨) શાંતપણું
(૩) સરળતા
(૪) સાદાઈ
(૫) સંતોષ
(૬) જાગૃતિ
(૭) ગુણગ્રાહકતા
(૮) દયા
(૯) ધૈર્ય
(૧૦) અચંચળતા
(૧૧) જીવમાત્રમાં સમદૃષ્ટિ
(૧૨) પરોપકારવૃત્તિ
(૧૩) મધ્યસ્થતા
(૧૪) વિશાળ દૃષ્ટિ (૧૫) મૈત્રી
(૧૬) બ્રહ્મચર્યમાં પ્રીતિ
(૧૭) સેવાવૃત્તિ (૧૮) પરમાત્માની ભક્તિ (૧૯) ગુરુભક્તિ (૨૦) નિર્વ્યસનતા
(૨૩) અભ્યાસમાં રસ (૨૪) તત્ત્વગ્રાહી દૃષ્ટિ (૨૫) અલ્પાહારીપણું
(૨૬) અલ્પનિદ્રાપણું
(૨૭) ‘સ્વ’સુધારની વૃત્તિ
(૨૮) વાણીનો સંયમ
(૨૯) અલ્પારંભીપણું
(૩૦) સત્સંગમાં પ્રીતિ (૩૧) સાધનામાં નિષ્ઠા (૩૨) એકાંતપ્રિયતા
(૩૩) નિંદાત્યાગ
(૩૪) નિયમિતતા
(૩૫) સદાચારમાં નિષ્ઠા
(૩૬) ઉદારતા
(૩૭) વાત્સલ્ય
(૩૮) શ્રદ્ધા (૩૯) અડગ નિર્ધાર
Page #82
--------------------------------------------------------------------------
________________ (2ઠાકIT TEST IT IT દિવ્યક્તિ LECZEG દિવ્યધ્વનિ નથfમણે એણે રાધના સોપાન રાઈની fulHI કિ Fuel 1151 ? / IT Ahmada સંસ્થાનાં મહત્વપૂર્ણ પ્રકાશનો al Education Intemational w ay.org