________________
ભક્તિ-પ્રેરક વચનો
ગદ્ય વિભાગ :
આ લોક અને પરલોકની કોઈ પણ સ્પૃહા રાખ્યા વગર, પરમાત્માનું સાચું સ્વરૂપ જાણીને તેમની સાથે પ્રેમ કરવો તે જ ભક્તિનું સાચું અને ઉત્તમ સ્વરૂપ છે.
જે ઇચ્છારહિત છે, પવિત્ર છે, સાવધાન છે, પક્ષપાત રહિત છે, ચિંતારહિત છે અને આરંભ-સમારંભનો ત્યાગી છે તે પરમાત્માનો ઉત્તમ ભક્ત છે.
સર્વ શક્તિમાન હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઇચ્છા સદેવ સુખરૂપ જ હોય
છે.”
સાચા ભક્તના ચિત્તની દશા પ્રભુદર્શન અને પ્રભુસ્મરણ વિના તેવી હોય છે જેવી માછલીની પાણી વિના, પતિવ્રતા સ્ત્રીની પતિ વિના, ગાયની વાછરડા વિના, લોભીની ઘન વિના અને રાત્રિની ચન્દ્ર વિના.
સાધનાના અન્ય માર્ગો કરતાં ભક્તિમાર્ગની આરાધનામાં સરળતા છે; કારણકે ભક્તિમાર્ગ પ્રેમસ્વરૂપ છે અને પ્રેમની વિધિ
તો આ જીવને હસ્તગત થયેલી જ છે. પહેલાં જે પ્રેમ તુચ્છ સંસારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org