________________
બોધસાર
પોતાના ઘરમાં પોતાનું ધાર્યું કરી શકે છે તેમ અહીં પરમાર્થજીવનમાં અજ્ઞાનને ટાળીને જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ છે, સંશયોને ટાળીને શ્રદ્ધાપ્રાપ્તિનો ઉદ્યમ છે, ક્રોધઅભિમાનાદિ ટાળીને ક્ષમા-વિનયાદિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ છે, વ્યગ્રતા અશાંતિ ટાળીને નિરાકુળતા-શાંતિની પ્રાપ્તિનો ઉદ્યમ મુખ્ય છે. આ પ્રમાણેના પોતાના આંતરિક જીવનની શુદ્ધિની સિદ્ધિ મહદંશે પોતાના સતત વિવેકપૂર્વકના ઉદ્યમથી થઈ શકે છે અને તેથી આવી સ્વસુધારણામાં પુરુષાર્થની મુખ્યતા છે એમ વિવેક મનુષ્યોએ સ્વીકાર કરવો યોગ્ય છે. આમાં પણ કવચિ-કથંચિત જોઈએ તેવી સિદ્ધિ નથી મળતી તો ત્યાં પણ તેટલે અંશે પ્રારબ્ધનો સ્વીકાર સમભાવપૂર્વક સ્વીકારવો યોગ્ય છે.
આમ, જીવનનાં વિવિધ કાર્યોમાં પ્રારબ્ધ-પુરુષાર્થના જોડકાનું કેવું ચલણ કઈ રીતે છે તેનો સંક્ષિપ્ત વિચાર કર્યો. આધ્યાત્મિક - વિકાસ માટે સાચી પ્રભુપ્રાર્થના બંને વચ્ચે એક સુંદર સેતુનું કામ કરે છે માટે તેનો અવશ્ય ઉપયોગ કરી જેમ બને તેમ પુરુષાર્થમુખ્ય દૃષ્ટિ કેળવી તેને ધીરજ, ખંત, વિવેક અને પરાક્રમથી અનુસરતાં માનવજીવનની ઈષ્ટસિદ્ધિ પમાય છે એવો સર્વ જ્ઞાનીઓનો અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org