________________
બોધસાર સમય એક ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. તેની એક ક્ષણ પણ ગયા પછી પાછી આવતી નથી. આવી એક એક ક્ષણનો ઉપયોગ કરતાં આપણે શીખીએ તો આપણી પાસે સત્સંગ માટે ફાજલ સમય ઘણો
છે.
ઉપરની વાત ધ્યાનમાં રાખીએ તો સત્સંગ માટેનો સમય નથી મળતો એમ કહેવાનું આપણી પાસે કોઈ કારણ રહેશે નહિ. વાસ્તવિક વાત તો એ છે કે સમય ક્યાં વાપરવો એની ખબર નહિ હોવાથી આપણો મોટા ભાગનો સમય વિકથામાં તથા પ્રમાદમાં ચાલ્યો જાય છે, તેને સત્સંગમાં વાળી લઈએ તો આત્માનું કેટલું હિત થાય ?
સત્સંગની વિશેષ આરાધના ૧. સમય અને સ્થાન :
જેને આત્મકલ્યાણની જિજ્ઞાસા ઊપજી છે તેવા સાધકે વર્ષમાં ઓછામાં ઓછો બે વાર, ત્રણથી માંડીને સાત દિવસનો સમય સત્સંગ-આરાધનાને માટે ફાજલ પાડવો જોઈએ. આ સમય દરમિયાન પોતાના નોકરી-ધંધાના રોજિંદા વ્યવસાયથી નિવૃત્તિ લઈ, પરિવાર-સહિત અથવા એકલા, એકાંત તીર્થસ્થાનોમાં, મહાત્માઓની તપોભૂમિમાં અથવા સંતો રહેતા હોય તેવાં ગુરુકુળ-આશ્રમાદિ સ્થાનોમાં નિવાસ કરવો જોઈએ. આ પ્રકારની ભૂમિમાં સંતોના યોગબળની અસરથી સહેજે વાતાવરણમાં પવિત્રતાનાં સ્પંદનો વ્યાપી રહ્યાં હોય છે અને સહેજે સાધકને આચારવિચારની શુદ્ધિની આરાધનામાં પ્રેરણાબળ મળ્યા કરે છે. (૨) દિનચર્યા :
નિશ્ચિતતા : જ્યારે ઘેરથી સત્સંગ અર્થે નીકળીએ ત્યારથી માંડીને સત્સંગ સમાપ્ત ન થાય ત્યાં સુધી કુટુંબવ્યાપારાદિ વિષયક સમાચારની આપ-લે, પત્ર, ટેલિફોન કે તાર દ્વારા ન કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org