________________
૬૪
બોધસાર ધ્યાનનું ફળ
ધ્યાન એ સર્વોત્તમ તપ છે, તેનું તત્કાળ ફળ ચિત્ત પ્રસન્નતા, આત્મશાંતિ અને અનુભવરસનો આસ્વાદ આવવો તે છે. સાચા ધ્યાનથી વિકારોનું જોર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે અને વધતા ઉલ્લાસથી સાધનામાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે અને સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી થોડોક પણ ધ્યાનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. સત્સંગ, સન્શાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલદીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે. ધ્યાનનો મહિમા
(૧) આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને, - ત્યાગી શકે છે જીવ તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
(૨) કર્મ ચિત્તની શુદ્ધિ માટે છે, તત્ત્વપ્રાપ્તિ માટે નથી. તત્ત્વસિદ્ધિ તો વિચારથી થાય છે, કરોડો કર્મો કરવાથી પણ થતી નથી. તેથી આત્મસ્વરૂપના જિજ્ઞાસુએ કરુણાસિંધુ એવા ઉત્તમ આત્મજ્ઞાની ગુરુને શરણે જઈ આત્મવિચાર (નો અભ્યાસ) કરવો જોઈએ.
(૩) જ્યાં સુધી તત્ત્વભાવના ભાવતો નથી, જ્યાં સુધી (આત્માદિ) વિચારણીય તત્ત્વોનો વિચાર કરતો નથી ત્યાં સુધી (સાધકો જીવ જરામરણથી રહિત એવા (મોક્ષ) પદને પામતો નથી.
(૪) આત્મધ્યાનથી મોટું સુખ નથી, આત્મધ્યાનથી મોટું તપ નથી તથા આત્મધ્યાનથી મોટો મોક્ષમાર્ગ ક્યાંય પણ કદાપિ નથી.
(૫) તે પરમાત્મતત્વનો અનુભવ થતાં અંતરની મોહગ્રંથિ છેદાઈ જાય છે, સર્વ સંશયો નાશ પામે છે અને કર્મોનો લય થાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org