SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બે શબ્દ આ સંસ્થા છેલ્લાં ૧૯ વર્ષોથી સમાજને, સાધકોને અને વિદ્વાનોને ઉપયોગી થાય તેવું આધ્યાત્મિક સાહિત્ય નિયમિત પ્રકાશિત કરે છે. આ પ્રકાશનોની પરંપરામાં આજે આ એક નવું પ્રકાશન ઉમેરીએ છીએ, જે પૂર્વે પ્રકાશિત થયેલા પ્રકાશનમાં ધરમૂળ ફેરફારો સહિત નવા રૂપે અને નવા નામે પ્રગટ થાય છે. આ પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ અને મધ્યમ કક્ષાના સાધક-અભ્યાસીઓને પાયારૂપ તત્ત્વજ્ઞાન એક જ જગ્યાએથી મળી રહે તે છે. આ પુસ્તક “સાધના માટેના પાયારૂપ તત્ત્વજ્ઞાનના ત્રીજા અને છેલ્લા મણકારૂપે પ્રગટ થાય છે અને તેથી આ માળા હવે પૂરી થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા તથા અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી સાથે હવે આ સેટ પ્લાસ્ટિકના કવરમાં તૈયાર જ મળી શકશે. સામાન્ય સત્પાત્રતાથી માંડીને સત્સંગ-ભક્તિ-સ્વાધ્યાયતત્ત્વનિર્ણય-ધ્યાન અને આત્મસાક્ષાત્કાર સુધીની સાધના માટેનું જરૂરી લગભગ બધું જ પાયારૂપ પાથેય આ શ્રેણિમાં સમાવી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે. આશા છે કે આજ સુધીનાં પ્રકાશનોની માફક આ પ્રકાશન પણ અભ્યાસી સાધકોમાં લોકપ્રિય થશે અને તેનું વાંચન-મનનઅનુસરણ કરી તેઓ પોતાના જીવનને ઉન્નતિના માર્ગે આગળ લઈ જશે. વિદ્વાનોને વિનંતી કે તેઓ આ પ્રકાશનોમાં રહેલી કોઈ પણ ત્રુટિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે, કે જેથી તેમાં સુધારણા કરી વધારે ઉપયોગી બનાવી શકાય. કોબા % આત્માનંદ તા. ૨૨-૭-૯૪ ગુરુપૂર્ણિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy