Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 79
________________ 8 ઇન્દ્રિય દ્વારા વિષયમાં, બહાર ભમે બહિરાત્મ, આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર, અન્યભવે પણ દેહને આત્મા ગણે ગમાર. છોડી એ ભવજનનીને, થઈ પરમાતમ લીન, જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન. * ** જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અન્નનો ઉપાય છે. * દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. Jain Education International For Private & Personal-Use Only બોધસાર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82